સફરજન ખાવાના આટલા બધા ફાયદા?? શું તમે જાણતા હતા…!!!

118

૧ મેદસ્વિતા (ચરબીનો જમાવ):

તમામ આહાર છોડીને માત્ર સફરજન કે તેનો રસ અને મધ ઉપર જ રેહવું. વધુ વજન ને કારણે જે લોકોને પરિશ્રમ, ભુખ તથા તરસ ખુબ લાગે છે અને તે સહન નથી થતાં તેમજ ગભરાટ થાય છે, તેમણે આ પ્રયોગ ૧૫-૨૦ દિવસ કરી જોવો. સારું લાગે તો પ્રયોગ વધુ સમય ચાલુ રાખવો.

૨ હોજરીનો સોજો:

સફરજનનું શરબત, મુરબ્બો કે તેનો રસ નિત્ય વાપરવાથી લાભ થાય છે.

૩ કૃમિ:

સફરજનને અંગારમાં ભુંજી લઈને ખાવાથી આંતરડાનાં કરમિયાં તથા ઉદર-દાહ મટે છે.

૪ ઝેરની અસર :

વનસ્પતિજ (માદક પદાર્થોના) કે પછી પ્રાણીજ (વીંછી -મધમાખી વગેરેના) ઝેર કે દારૂનું ઝેર સફરજનનો રસ પીવાથી નાબુદ થાય છે.

૫ ઊલટી (વમન) :

સફરજનના રસમાં જરા નમક (મીઠું) અગર મધ ભેળવી પીવાથી ઊલટી બંધ થાય છે.

૬ ખાંસી :

પાકાં સફરજનના રસમાં મધ અથવા સાકર મેળવીને પીવાથી ખાંસી ને મૂર્ચ્છા દૂર થાય છે.

૭ ગરમીનું ગાંડપણ :

પીત્તોન્માદ સફરજનના રસમાં બ્રાહ્મીનો રસ કે તેનું ચૂર્ણ મેળવી રોજ પીવાથી ગરમીના દોષથી થયેલ ગાંડપણ મટે છે.

૮ મગજની નબળાઈ :

સફરજનનો મુરબ્બો રોજ ખાવાથી કે તેનો રસ રોજ પીવાથી મગજને શક્તિ મળે છે.

૯ હૃદયની નબળાઈ :

શારીરિક અશક્તિ, મોટી ઉંમર કે પિત્ત-વાતદોષજન્ય હૃદયરોગ (હાઈ બ્લડપ્રેશર, ચક્કર, ગભરામણ ) માં સફરજનનો તાજો રસ રોજ નિયમપૂર્વક પીવાથી હૃદય મજબુત બને છે.

૧૦ વીંછીનો ડંખ :

સફરજનના ૧ ગ્લાસ રસમાં કપૂર ૪ રતી ઉમેરી પાવાથી વીંછીનું ઝેર -ઊતરે છે. ન ઊતરે તો ૩૦-૩૦ મિનિટે ફરી તે પાવો. (અસામાન્ય સંજોગમાં ડોક્ટરની સારવાર તૂરત લેવી)

૧૧ ખૂબ તરસ :

સફરજનના રસમાં સાકર મેળવી પીવાથી વધુ લાગતી તરસ શાંત થાય છે.

૧૨ સફરજન કલ્પપ્રયોગ :

તમામ આહાર છોડીને માત્ર સફરજનના રસ કે પાકાં સફરજન ઉપર જ રહી આરોગ્ય સુધારવા ? રોગ નિવારવા જે પ્રયોગો થાય તેને ‘કલ્પપ્રયોગ (કાયાકલ્પ)’ કહે છે. આ પ્રયોગમાં સફજન ઉપરાંત જો દૂધ માફક આવતું હોય તો બીજી વખત સફરજન લીધા પછી ૩ કલાક પછી દૂધ લઇ શકાઈ છે. જેઓને દૂધ માફક ન આવતું હોઈ તેઓ દહીંનો મઠો લઇ શકે છે. જો દર્દીને સોજો હોઈ કે સોજા થતા હોય તો મઠો અને મીઠું ન આપવા. સફરજન કલ્પપ્રયોગ પાચનશક્તિની નબળાઈ, તાવ, રક્તવિકાર, મેદસ્વીતા, પેશાબમાં યુરિક એસિડની વૃદ્ધિ, આમાતિસાર વગેરેમાં લાભપ્રદ છે. તેનાથી સર્વ પ્રકારના વિકારો દૂર થઈ શરીર સ્વસ્થ, સ્ફૂર્તિવાન અને તેજસ્વી બને છે.

નોંધ:

સફરજન ઠંડું હોઈ કેટલાકને તેના ઉપયોગથી શરદી, સળેખમ થાય છે. કોઈને તેનાથી કબજિયાત થાય છે. તે ખાવાથી જેમને ઝાડાની કબજિયાત જણાય કે માફક ન આવે તેમણે તેનો પ્રયોગ વૈદ્યની સલાહ લઇ કરવો. સોજાના ઘણા દર્દીને પણ તે પ્રતિકૂળ પડે છે.

સફરજન કાચું કે અત્યંત ખાટું હોઈ તો તે ન ખાવું જોઈએ.. મીઠું સફરજન ખાતા પેહલાં પાણીથી ધોઈ, સ્વચ્છ વસ્ત્રથી લૂછ્યા પછી જ ખાવું વધુ હિતકર છે. ફ્રીજમાં રાખેલું સફરજન ધોયા પછી જ ખાવું જોઈએ..

ટૂંકમાં, સફરજન ઉત્તમ ખાદ્ય ફળ, ટોનિક પીણું, ઉત્તમ દવા અને સૌંદર્યવર્ધક સાધન હોઈ All in one (એકમાં બધું) છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment