ગરમીમાં દરરોજ બે ચમચી ગુલકંદનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા…

63
eating-gulakand-bebefit-health

ગરમીમાં દરરોજ બે ચમચી ગુલકંદનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા

ગુલાબનાં ફૂલથી તૈયાર કરવામાં આવેલ ગુલકંદ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. ગરમીમાં તેનું સેવન કરવાથી લૂ નથી લાગતી અને રાહત મળે છે. તે સિવાય તે હાથ-પગમાં થતી બળતરાને પણ  દૂર કરે છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવા માટે કરવામાં આવે છે. ગુલકંદમાં વિટામિન સી, ઈ અને બી ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી શરીર ઠંડુ રહે થે અને ગરમીના કારણે થથી સમસ્યાથી પણ બચી શકાય છે.  ગુલકંદ ગુલાબમાંથી બને છે અને જેનાથી આપણા શરીરને ખુબ જ વધુ ઠંડક મળે છે.

ગુલકંદને તમે કોઈપણ સિઝનમાં ખાઈ શકો છો. ગુલકંદથી આપણી સોંદર્ય સાથે જોડાયેલ બધી સમસ્યાઓ ને દુર કરવામાં કામ આવે છે. ગુલકંદનું  નિયમિત સેવન કરવાથી શરીરમાં ઠંડક રહેવાની સાથે સાથે આપણા આરોગ્યને પણ સ્વસ્થ રાખે છે.આજે અમે તમને તેને બનાવાની રીત અને તેનાથી થતા ફાયદા વિશે જાણાવીશું, જેના પછી તમે પણ તેનું સેવન કરીને શરીરને ઠંડુ રાખી  શકો છો.

ગુલકંદ બનામા માટેની સામગ્રી – સામગ્રી- 200 ગ્રામ ગુલાબની પાંખડીઓ, 100 ગ્રામ ખાંડ, એક ચમચી વાટેલી ઈલાયચી, એક ચમચી ક્રશ કરેલી વરિયાળી.

બનાવાની રીત-

ગુલાબની પાંખડીઓને પાણીથી ધોઈને કોઈ કાચના વાસણમાં નાંખો. પછી તેમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો અને તેને ઢાંકીને 10 દિવસ સુધી તડકામાં રાખો. પછી તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો. જ્યારે તમને લાગે કે પાંખડીઓ  ગળી ગઈ છે તો સમજી લેવું કે ગુલકંદ બની ગયો છે.

જાણો ગુલકંદનું સવન કરવાના ફાયદા –

-શરીરને રાખે છે એકદમ ફ્રેશ

ગુલકંદનું સેવન શરીરને એખદમ ફ્રેશ રાખે છે અને પેટને ઠંડક મળે છે. ગરમીના કારણે થાક લાગવો, આળસ, માંસપેશિયોનો દુઃખાવો અને બળતરા જેવી સમસ્યાથી છૂટકારો અપાવે છે. તે શરીરને એનર્જી આપવા માટે એકદમ ઠંડુ ટોનિક છે.  ગુલકંદ ખાવાથી આંખોની તકલીફ જેવી કે બળતરા પણ દુર થઇ જાય છે. તેનાથી આંખોની રોશની પણ વધી જાય છે. અને તેનાથી આંખોની નસ પણ ઠીક થઇ જાય છે. ગુલકંદ ખાવાથી આપણા શરીરમાં ઈમ્યુનીટી પાવર વધી જાય છે.  જેનાથી આપણેને રોગો સામે લડવાની શક્તિ મળે છે.

નસ્કોરી ફૂટવાથી બચાવે છે

ગરમીમાં તડકાના કારણે નસ્કોરી ફૂટવાની સમસ્યા વધી જાય છે. તેનાથી બચવા માટે તડકામાં બહાર નીકળતા પહેલાં બે ચમચી ગુલકંદનું સેવન કરવું.

-ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક

ગર્ભવતી મહિલાએ માટે તેનું સેવન બહુ ફાયદાકારક થે, પ્રેગ્નેનસીમાં જો કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તેનું સેવન કરવાથી જલ્દીથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે. પ્રેગ્નેટ મહિલાઓને દિવસમાં ઓછામાં ઓછું બે વાર  ગુલકંદનું સેવન જરૂર કરવું જોઈએ તેનાથી માં અને થનાર બાળક ને ખુબ જ ફાયદો મળે છે.

-વજન ઓછું કરવામાં મદદ

ગુલાબમાં લેસેટીવવ ડ્યરેટીવ ગુણ મળી આવે છે જે આપણા શરીરમાં મેટાબાલીજ્મ ને તેજ કરવામાં મદદ કરે છે. જેનાથી આપણા શરીરમાં કેલેરીનું પ્રમાણ ને ઓછું કરી દે છે. જેનાથી આપણું વજન ઓછું થઇ જાય છે.

– ફેસ પર ગ્લો આવે છે

દરરોજ ગુલકંદ ખાવાથી ફેસ ગ્લો કરવા લાગે છે કેમ કે, તે બ્લડને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન પ્રોબ્લમ જેવી કે, વ્હાઈટનેસ, ખીલ, ડાઘ-ધબ્બા જેવી સમસ્યાથી છૂટકારો મળે છે. તેમજ જો જો કોઈની ત્વચા સુકી અને ઢીલી પડી  ગઈ હોય તો આ ગુલકંદને ખાવાનું શરુ કરી દો તેનાથી ત્વચામાં નમી જળવાય રહેશે અને ત્વચાનો રંગ પણ નિખરે છે. અને તમારી ત્વચા બેજાન નહી રહે.

મોઢામાં પડેલાં ચાંદામાં રાહત મળે છે

શરીરમાં ગરમીના લીધે કેટલીક વખત મોઢામાં ચાંદા પડી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે સવાર-સાજ એક ચમચી ગુલકંદનું સેવન કરવું. તે સિવાય એ દાંતનાં દુઃખાવામાં પણ રાહત અપાવે છે. ઘણી વાર આપણા મોઢાના છાલા  પડવાને લીધે બળતરા અને દુઃખાવો થવા લાગે છે પણ જો આપણે નિયમિત ગુલકંદ નું સેવન કરીએ તો આ તકલીફમાંથી બચી શકીએ છીએ.

-યાદ શક્તિ તેજ કરે છે

જે લોકોને ભૂલવાની આદત હોય છે તેમને દરરોજ દૂધની સાથે એક ચમચી ગુલકંદનું સેવન કરવું જોઈએ. તેનાથી તેમનુ દિમાગ તેમજ થશે અને ગુસ્સો પણ નહીં આવે. ગુલકંદ નો રોજ સવાર સાંજ એક ચમચી સેવન કરવાથી આપણું મગજ  શાંત રહે છે. અને તેને ખાવાથી માનસિક તનાવ કે ચિડીયાપણું પણ દુર થઇ જાય છે. જેથી માનસિક થાક અને તનાવ પણ ઓછો થાય છે અને તેને ખાવાથી બાળકો ની યાદશક્તિ વધી જાય છે.

-ખીલ દુર કરવામાં મદદ કરે છે

ગુલકંદમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ મળી આવે છે. અને તેનાથી આપણું લોહી પણ સાફ થાય છે. જેના લીધે આપણે પીપલ્સ નો સામનો નથી કરવો પડતો. તેનાથી શરીરમાં આવતી દુર્ગંધ પણ દુર થાય છે. અને તેનાથી શરીરના બધા  ટોકસીનસ બહાર નીકળી જાય છે. અને તેનાથી આપણી સ્કીનનો રંગ ચોખ્ખો થઇ જાય છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment