વિશ્વનું એક ચમત્કારી શિવાલય કે જ્યાં પ્રકાશ પડતા જ બદલવા લાગે શિવલિંગના પથ્થરનો રંગ જાણો કેવી રીતે….

36

બિહારના નવાદાના મુરલી પહાડ પર એક દુલ્હિન નામનું શિવાલય છે. દુલ્હિન શિવાલય એ એક પરિસર માં બે છે. બંને શિવાલયમાં શિવલિંગ થી લઈને બનાવટ અને નક્કાશી એક જ સરખી છે. આ શિવાલયનું નિર્માણ એક સાસુ અને વહુએ બંને સાથે મળીને કરાવ્યું હતું. અને આને કારણે જ આ શિવાલયનું નામ દુલ્હિન રાખવામાં આવ્યું. જો કે આ બંને સાસુ વહુ કોણ હતું એની જાણ કોઈને પણ નથી કેમ કે આ મંદિર ખુબ જ પ્રાચીન સમયનું છે. આ શિવાલયની ખાસિયત એ છે કે શિવલિંગના પથ્થરનો રંગ રોશની પડતા જ બદલવા લાગે છે. શિવલિંગનો રંગ સૂર્યના પ્રકાશથી વધ ઘટ થાય છે. મંદિરના પૂજારી બૈદ્યનાથ પાંડેય ના કહેવા મુજબ સવારે શિવલિંગનો રંગ ચોકલેટી કલર નો હોઈ છે. ત્યાર પછી સૂર્યની રોશનીની સાથે જ શિવલિંગનો આ રંગ ધીમે ધીમે હલકો થવા લાગે છે. અને આની સાથે તેમણે એ પણ જણાવ્યું કે મંદિરમાં નાગ દેવતાનો પણ વાસ છે. મંદિરના ગર્ભગૃહમાં ઉપસ્થિત ખંડેરમાં નાગ દેવતાને અંદર જાતા જ જોવામાં આવે છે.

આ મંદિરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું એ હજુ સુધી કોઈ જ નથી જાણતું :

ધાર્મિક વિકાસ મંચના આયોજકે એ જણાવ્યું કે આ મંદિર ક્યારે બનાવામાં આવ્યું છે એ વાતનો ક્યાંય પણ ઉલ્લેખ અત્યાર સુધી થયો નથી. મોટા વડીલોનું કહેવું એ છે કે એક સાસુ અને વહુએ આ મંદિર નું નિર્માણ કરાવ્યું હતું.

મંદિરના પૂજારી બૈદ્યનાથ પાંડેય (લાલ બાબા) 23 વર્ષોથી આ શિવાલયના પરિસરમાં રહે છે :

લાલ બાબા છેલ્લા 23 વર્ષોથી આ મંદિરના પરિસરમાં રહીને મંદિરની સેવા કરે છે. પહેલા આ લાલ બાબા સરકારી નોકરીમાં હતા. અને ત્યાર પછી રીટાયર થઈને આ જીર્ણશીર્ણ મંદિર પર રહીને સેવા કરવા લાગ્યા અને ત્યાર પછી તે ત્યાં જ રહેવા લાગ્યા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment