એક લીપ બામથી બનશે તમારા અનેક કામ

35

લીપ બામનો ઉપયોગ મોટા ભાગે હોઠોને ફાટતા બચાવવા માટે કરવામાં આવે છે. જો કે આનો પ્રયોગ રુક્ષ વાળને મુલાયમ કરવા માટે પણ કરી શકાય છે. પગમાં પડેલા ચીરાથી બચવા માટે અને બીજી કેટલીક રીતે પણ કરી શકાય છે. તો જાણો અમારી આ ટીપ્સ દ્વારા લીપ બામના અન્ય ઉપયોગ.

પગમાં પડતા ડણ થી બચાવે

નવા બૂટ, ચપ્પલ કે સેન્ડલ પહેરવાથી ક્યારેક પગમાં ડણ પડે છે. આ ડણથી બચવા માટે નવા બૂટ, ચપ્પલ કે સેન્ડલ પહેરતા પહેલા તમારે તમારા પગની આંગળીઓ વચ્ચે અને પગની એડી પર લીપ બામ લગાવો. આમ કરવાથી તમારા પગમાં નવા બૂટ, ચપ્પલ કે સેન્ડલ પહેરવાથી ડણ પડશે નહિ.

મેકઅપની માફક લીપ બામનો ઉપયોગ કરો

જો તમને આઇબ્રો કરવાનો સમય મળતો નથી તો, ત્યારે તમારી એક આંગળી પર થોડો કલીપ બામ લઈને તેને તમારી આઇબ્રો પર લગાવો. આમ કરવાથી તમારી આઇબ્રોનો શેપ સારો દેખાશે. સાથે સાથે આ લીપ બામને તમારા ગાલ પર લગાવવાથી તમારા ગાલને શાઈની બનાવી શકાય છે.

લીપ બામનો આ પણ ઉપયોગ થઇ શકે છે

જો તમારા જીન્સના પેન્ટની કે અન્ય વસ્તુની ચેઈન વ્યવસ્થિત કામ કરતી ન હોય તો તે ચેઈન પર આ લીપ બામ લગાવવાથી ચેઈન વ્યવસ્થિત કામ કરશે. આ લીપ બામ લુબ્રીકેટની માફક કામ કરશે જેથી ચેઈન વારંવાર અટકશે નહિ. આ સિવાય જો તમારા હાથની આંગળીમાં વીટી ફસાઈ ગઈ હોય કે અટકી ગઈ હોય તો થોડોક લીપ બામ તે આંગળી પર લગાવવાથી અટકી ગયેલ વીટીને આસાનીથી બહાર કાઢી શકો છો.

શરીરની રૂક્ષ ત્વચાને બનાવે છે સોફ્ટ

મોટાભાગે નખની આજુબાજુની ત્વચા छिलने लगती है. ત્યારે તે જગ્યા પર લીપ બામ લગાવો. આમ કરવાથી નખ હાઈડ્રેટ રહેશે. અને તમારા શરીરની ત્વચા પણ કોમળ રહેશે. સર્દી થાય ત્યારે રૂમાલથી નાકને વારંવાર સાફ કરવાથી ત્યાંની ત્વચા રૂક્ષ થઇ જાય છે. આ સમયે લીપ બામ લગાવીને આ રૂક્ષ ત્વચાની સમસ્યાથી તમે બચી શકો છો. આ સિવાય ચીરા પડેલ પગની એડી પર ક્રીમની જગ્યાએ લીપ બામનો ઉપયોગ કરી શકાય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment