એક વાર ઉપયોગમાં લીધેલા તેલમાં બીજીવાર ન બનાવો રસોઈ કારણ કે થઇ શકે છે “ગંભીર બીમારીઓ”

67

તમારી ઘરે પણ લગભગ દરેક સમયે એવું થતું હશે કે પકોડા, પૂરી, ભજીયા વગેરેને તેલમાં તળવામાં આવતા હોય છે. રસોઈ તળાઈ ગયા પછી કઢાઈમાં બાકીનું તેલ વધે છે. આ તેલને મોટા ભાગના લોકો બીજીવાર ઉપયોગમાં લ્યે છે. જયારે કેટલાક લોકો આ “દાજીયા” તેલથી શાક સંભાર પણ બનાવે છે. જયારે અમુક લોકો ઘરે આ “દાજીયા” તેલનો ફરીથી તળવામાં ઉપયોગ કરે છે. ખાસ કરીને ફરસાણ બનાવતા વેંચતા લોકો આવા વપરાયેલા તેલનો (દાજીયા તેલનો) સતત ઉપયોગ કરતા હોય છે.પણ આવા લોકો કદાચ એ વાતથી અજાણ હશે કે આવા એક વાર વપરાયેલા તેલનો ફરીથી બીજીવાર ઉપયોગ કરવાથી તેઓ પોતાના અને ઘર પરિવારના લોકોના સ્વાસ્થ્યને ઘણુંજ નુકશાન પહોચાડે છે.

એક વાર ઉપયોગમાં લીધેલા તેલને બીજીવાર ફરીથી ખાવાના ઉપયોગમાં લેવાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે. કારણ કે તેલને વારંવાર ઉકાળવાથી કે ગરમ કરવાથી તેલમાં ધીરે ધીરે ફ્રી રેડિકલ્સ ઉત્પન થવા લાગે છે.જેના કારણે આ તેલમાં એન્ટી ઓક્સીડેન્ટનું પ્રમાણ નાશ પામે છે. અને કેન્સરના કિટાણુ ઉત્પન થાય છે. જેથી આવા તેલમાં પકાવેલી રસોઈ ખાવાથી તે ખાદ્ય પદાર્થ સાથે કેન્સરના કિટાણું પણ તમારા શરીરમાં જાય છે.કેન્સરના આ કિટાણુ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી શકે છે.

એક વાર ઉપયોગમાં લીધેલા તેલને બીજીવાર ફરીથી તળવાના કે ખાવાના ઉપયોગમાં લેવાથી તેમાં પકાવેલ ખાદ્ય પદાર્થ ખાવાથી તમારૂ શરીર અનેક પ્રકારની બીમારીઓનું ઘર બની જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. એટલુજ નહિ પણ એસીડીટી અને હાર્ટને સંબંધિત બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે.

એક વાર ઉપયોગમાં લીધેલા તેલને બીજીવાર ફરીથી તળવાના કે ખાવાના ઉપયોગમાં લેવાથી થતા નુકશાનની અમારા દ્વારા આપેલ માહિતીથી વાકેફ થયા બાદ અમને ખાતરી છે કે હવેથી તમે આવા તેલમાં બનેલી કે પકાવેલી વાનગીઓથી દૂર રહેશો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment