તમારા ગાર્ડનમાં એલોવેરા છે પણ તેનો યોગ્ય ઉપયોગ કરો છો ખરા??

922
elovara-is-the-best-medicine

એલોવરા છે શ્રેષ્ઠ ઔષધી, જાણો તેનો કઈ સમસ્યામાં કઈ રીતે ઉપયોગ કરવો

એલોવેરા એટલે કુંવારપાઠું. ઘરઆંગણે ઉગતી આ એક ઉત્તમ ઔષધિ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. મોટાભાગના લોકોના ઘરે એલોવેરાનો છોડ ઉગેલો જ હશે. પણ તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતું નથી. પણ તેના મહત્વ  વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગશે. કહેવામાં આવે છે. સામાન્ય રીતે એલોવેરાનો ઉપયોગ આપણે વાળ અને ત્વચા માટે કરતાં હોઈએ છીએ. એલોવેરાને સૌથી મોટી એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે. એલોવેરાના  રસથી તમે શરીરની વધારાની ચરબી પણ ઓછી કરી શકો છો. તેમજ એલોવેરાની મદદથી તમે ડાયાબિટીસની બીમારીથી છૂટકારો મેળવી શકો છો. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એલોવેરા સુગરની બીમારીનો રામબાણ ઈલાજ છે.  તેથી એલોવેરા ઘણી બધી સમસ્યા માટે એક અકસીર ઔષધિ છે.

-ડાયાબિટીસ માટે છે લાભકારી

તમો એલોવેરાનો ઉપયોગ વાળ અને ચહેરા માટે તો હંમેશા કર્યો જ હશે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે એલોવેરાની મદદથી તમે ડાયાબિટીસની બીમારીથી છૂટકારો મેળવી શકો છો. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એલોવેરા  સુગરની બીમારીનો રામબાણ ઈલાજ છે.

-વજન ઓછું કરવા માટે

એલોવેરામાં ઈમોડિન નામનું તત્વ હોય છે જે શરીરમાં રહેલાં ગ્લુકોઝના લેવલને ઓછું કરી શકે છે. દરરોજ તેનો ઉપયોગ કરવાથી શરીરને 2 પ્રકારના ફાઈબર પ્રાપ્ત થાય છે, જેનું નામ છે મૂસિલેઝ અને ગ્લૂકોમેનન. ભૂખ ઓછી કરીને વજન  ઘટાડવામાં પણ તે મદદરુપ સાબિત થાય છે. તેમજ તેનો ઉપયોગ કરવાથી ભૂખ પણ ઓછી લાગે છે. તેમજ ક્રોમિયમ અને મેગ્નીજ જેવા તત્વો પણ હોય છે, જે શરીરમાં ઈન્સ્યુલીનનું લેવલ જાળવી રાખે છે અને ડાયાબિટીસથી બચાવે છે.

-ઘા જલ્દી રુઝાવવા માટે

તેમજ દરરોજ માત્ર 2 ચમચી એલોવેરા જ્યુસ પીવાથી 2 મહિનામાં તમારા શરીરમાં સુગર લેવલ 50 ટકા સુધી ઓછું કરી દેશે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ એલોવેરા જ્યુસનો ઉપયોગ કરો. ડાયાબિટીસના દર્દીઓને જો ઈજા થાય તો ઘા  રુઝાતા ઘણી વાર લાગે છે. એલોવેરા તેમના માટે પણ રામબાણ સાબિત થઈ શકે છે.

એલોવેરાને ઈજા થઈ હોય ત્યાં લગાવવાથી દુ:ખાવો પણ ઓછો થાય છે અને ઘા રુઝાવવામાં પણ મદદ મળે કરે છે. કિચનમાં કામ કરતા સમયે  કેટલીકવાર નાના મોટા ઘા થઈ જતાં હોય છે અથવા બળી જતું હોય છે. આવામાં એલોવેરાના જેલમાં વિટામિન ઈ ઓઈલ મિક્ષ કરીને એક બોટલમાં ભરીને રાખી લેવું. જ્યારે પણ આ રીતે કંઈપણ વાગી જાય આ મિશ્રણને તે ભાગ પર લગાવી  દેવું, ઘા જલ્દીથી મટી જશે અને રાહત અનુભવશો.

-ડાયટ પર ધ્યાન આપવું

તેમજ ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવું જરુરી છે. આ સાથે જ એક્સર્સાઈઝ પણ કરવી જોઈએ. તેમજ એલોવેરા જ્યુસમાં કેલ્શિયમ, સોડિયમ, આર્યન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, તાંબુ અને જસત વગેરે ખનીજ તત્વો મળે છે.  તે સિવાય પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં એલોવેરા મદદરૂપ થાય છે સાથે જ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરવાની ક્ષમતા ધરાવે છે.

-તે સિવાય અન્ય બીજા પણ ફાયદા છે એલોવેરાનાં

જેમ કે, એલોવેરા જેલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સને ગાયબ થઈ જાય છે. ત્રિફળા ચૂર્ણ સાથે એલોવેરાનો રસ ખાલી પેટ લેવો તેનાથી પેટની સમસ્યા નથી રહેતી.

અડધા ગ્લાસ નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નાખવો અને તેમાં 4 ટી સ્પુન  એલોવેરાનો રસ નાખીને આ મિશ્રણ પીવાથી ઘણા ફાયદા થાય છે. તેમજ 4 ચમચી મેથીના પાન સાથે એલોવેરાનો રસ

થવા એક લસણની કળીને 20 ગ્રામ એલોવેરાના રસ સાથે લેવો. અશ્વગંધાનાં પાંદડાં અને 10 ગ્રામના અલોવેરા સાથે  લેવાથી લાભ મળે છે. શુદ્ધ ગુગળની 4-5 રતિ માત્રાને રોજ એલોવેરા સાથે લેવાથી શરીર ઉતારવામાં મદદ મળે છે. એક ગ્લાસ હુંફાળાં પાણીમાં લીંબુનો રસ અને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી પણ જાડાપણું ઓછું થાય છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment