બાળકોમાં સર્જનાત્મકતાને આ રીતે પ્રોત્સાહિત કરો…

80
encourage-creativity-in-children-in-this-way

સર્જનાત્મકતા એવી પ્રક્રિયા છે જેના થકી કંઈક નવાનું નિર્માણ થાય છે. તે કંઈ પણ હોઈ શકે – ચિત્ર, ગાયન અથવા તો કોઈ જાતનું પેઇન્ટિંગ, કંઈપણ.

જ્યારે આપણે બાળકોમાંની સર્જનાત્મકતા વિષે વાત કરતા હોઈ છીએ ત્યારે આપણે બાળકો પોતાની લાગણી કેવી રીતે રજુ કરે છે તે બાબત પર વધારે ભાર મુકવો જોઈએ નહીં કે અંતિમ ઉત્પાદન પર. આપણે બાળકોમાંની સર્જનાત્મકતાને વિવિધ રીતે પ્રોત્સાહિત કરી શકીએ અને તે રીતે તેમનો પોતાનો જ ખ્યાલ રજુ કરવામાં તેમને મદદ કરી શકીએ અને તે દ્વારા તેઓ પોતાની વિચાર ક્રિયાને કૃત્યમાં ફેરવી શકે છે.
લાગણીઓ
બાળકોને હંમેશા તેમની લાગણીઓ તેમજ તેમના ખ્યાલેને વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. તેઓ જે કરવા માગતા હોય અથવા જે કંઈ દોરવા માગતા હોય તે બાબતે તેમને કહેવા દો અને સમજાવવા દો. આમ કરવાથી બાળકો પોતાના ખ્યાલ સુધી પહોંચશે અને તે વસ્તુને વધારે સુંદર અને સર્જનાત્મક કેવી રીતે બનાવી શકાય તે વિષે વિચારવાનું શરૂ કરશે.

પ્રશ્નો
બાળકોને પ્રશ્નો પુછવા અને જિજ્ઞાશુ બનવા પ્રેરિત કરો. આમ કરવાથી તેઓ જે કંઈ કરી રહ્યા છે તેમાં ઓર વધારે ધ્યાન પરોવતા શીખશે. પ્રશ્નો પુછવાથી તેઓ વધારેને વધારે શીખશે અને બની શકે કે તેમને કોઈ વસ્તુ કરવાના અનેક રસ્તાઓ મળે.

કલ્પનાશીલ
જો તમારે સર્જનશીલ બનવું હશે તો તમારે કલ્પનાશીલ બનવું જ પડશે. બાળકોએ વસ્તુઓ વિષે જાત જાતની કલ્પનાઓ કરવી જોઈએ કારણ કે તેમ કરવાથી તેમનામાં રચનાત્મકતાની વૃત્તિ ખીલશે. તેમણે સપના જેવાની જરૂર છે અને કલ્પનાઓ કરવાની જરૂર છે તેમ કરીને તેઓ પોતાના વિચારોને પેઇન્ટીંગ તેમજ ડ્રોઇંગમાં રજુ કરી શકે.

સ્વતંત્રતા
બાળકોને વિચારવા તેમજ પસંદગીઓ માટે સ્વતંત્રતા આપો. હંમેશા તમો જ તેમને આઈડીયાઝ ન આપ્યા કરો કે કોઈ જાતના નિયમો ના બનાવે રાખો. જો તમારે તેમને સર્જનશીલ બનાવવા હોય અને તમે ઇચ્છતા હોવ કે તેઓ પોતાનો જ નવો આઈડિયા વિકસાવે તો તમારે તેમને સ્વતંત્રતા આપવી જ પડશે. દા.ત. રંગપુરવણી માટે રંગની પસંદગી અથવા તો કયું ચિત્ર દોરવું છે તે.

નિખાલસ રહો
આ ખુબ જ મહત્ત્વું છે. તમારા બાળકોના કંઈકવસ્તુ કરવા વિષેના અભિપ્રાયો પ્રત્યે નિખાલસ રહો ખુલ્લા રહો. તેમને ક્યારેય હતોત્સાહ ન કરો અથવા ક્યારે તેમના આઇડિયા ખરાબ છે કે સારો નથી તેમ ન કહો. તમે તેને દૂર મુકીને પ્રોત્સાહિત કરતા હોવ તેમ કહી શકો, જેમ કે – વાહ ! તારો આઇડિયા તો સરસ છે, પણ તને નથી લાગતું કે તે આમ કર્યું હોય તો તે વધારે સારું લાગત ? આમ કરવાથી તમે તેના કલ્પનાશિલ વિચારોને પ્રોત્સાહિત કરશો અને બાળક પોતે જ કલ્પના કરવા લાગશે કે તેને આમ કર્યું હોત તો પણ તે સરસ લાગ્યુ હોત.
હંમેશા તમારા બાળકોને પ્રોત્સાહિત કરો તેઓ પોતાનામાં જ સર્જનાત્મક જન્મ્યા હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment