એક્સપ્રેસ માર્ગ પર ચાર કિલોમીટર સુધી દોડી સળગતી બાઈક જાણો શું છે હકીકત…

18

સૈફઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે એક્સપ્રેસ માર્ગ પર આગથી સળગતી બાઈક લગભગ ચાર કિલોમીટર સુધી ખુબ જડપથી દોડતી રહી. બાઈક સવારને આગ લાગવાનો અહેસાસ પણ ન થયો. યુપી ૧૦૦ પોલીસની નજર પડતા પીછો કરીને બાઈક રોકાવી અને આગને કાબુમાં કરી. જો થોડું પણ લેટ થયું હોત તો મોટી દુર્ઘટના ઘટવાની ઘટી શકેત.

મૈનપૂરી જીલ્લાના બરનાહલ પોલીસ સ્ટેશન વિસ્તારના નિવાસી સ્વતંત્ર કુમાર શાકય તેમનો દીકરો બીર બહાદુર અપાચે બાઈકથી કન્નોજ જઈ રહ્યા હતા. તેમની સાથે આરતી ભાભી વિજય સિંહની પત્ની અને ભત્રીજી શિવાની પણ હતી. કપડાથી  ભરેલું બેગ ડાબીબાજુ સાઈલેન્સરની ઉપર બાંધેલું હતું. રસ્તામાં કોઈ કારણસર આગ લાગી ગઈ. તેનાથી કપડા સળગવા લાગ્યા. બાઈક ચલાવતા સ્વતંત્ર અને આરતીને આગ લાગવાનો અહેસાસ પણ ન થયો.

સૈફઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડયુટી કરતી યુપી ૧૦૦ ટીમના કમાન્ડર ઓમ સિંહની નજર બાઈકમાં લાગેલી આગ પર પડી. તેમણે બાઈક ચાલકને ઉભા રહેવાનો ઈશારો કર્યો, પરંતુ બાઈક જડપથી આગળ નીકળી ગઈ. પોલીસે સાઈરન વગાડતા બાઈકનો પીછો કર્યો. ચાર કિલોમીટર ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી કાર દોડાવીને પોલીસ અધિકારી બાઈક સુધી પહોચ્યા. સ્વતંત્રને ઈશારો કરીને બાઈક ઉભી રખાવી.

બાઈક ઉભી રહેતા જ સ્વતંત્ર અને આરતીની હાલ બેહાલ થઇ ગયા. પોલીસે બનેને બાઈકથી દુર કરીને આગ પર કાબુ મેળવ્યો. ઓમ સિંહે જણાવ્યું કે થોડું લેટ થયું હોત તો બાઈકમાં પણ આગ લાગી શકેત. મોટી દુર્ઘટના પણ ઘટી શકેત. જાણકરી મળતા એસએસપી સંતોષ કુમાર મિશ્રાએ યુપી ૧૦૦ ની ટીમને પ્રશંસાપત્ર આપીને તેમનું સમાન કર્યું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment