સુંદર ફોટો પાડીને કરો એક્સ્ટ્રા કમાણી, કેવી રીતે જાણો અને મિત્રોને પણ જણાવો…

29

અત્યારે દરેક વ્યક્તિ જોબ કરતો જ હશે….પણ આ મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિને ક્યાંકને ક્યાંક એવું તો થતું જ હશે કે દર મહીને ૫ થી ૬ હજાર અલગથી મળે, તો કેવી મજા આવે!
તો આજે અમે લાવ્યા છીએ થોડો ઘણો ટાઈમ આપી રૂપિયા કમાવાની કેટલીક રીતો…

૧. ઓનલાઈન સેલર

તમારી આજુ બાજુ એવી ઘણી બધી વસ્તુઓ હશે જે તમારા અરિયા અથવા કેટલાક વિસ્તાર પુરતી સીમિત રહેતી હશે જે ખરેખરમાં દુનિયા સુધી પહોચી શકતી નથી. તમારું કામ ફક્ત એવી વસ્તુઓ શોધવાનું છે. એકવાર તમને સારી વસ્તુ મળી જાય એ પછી એને ફ્લીપકાર્ટ, એમેઝોન વગેરે વેબસાઈટ ઉપર ઓનલાઈન વેચી શકાય છે.
આ કામ લાગે છે એના કરતા ખુબ જ સહેલું છે.
Image source: abc.net.au

૨. ફોટોગ્રાફી

જો તમને ખરેખર ફોટોગ્રાફીનો શોખ હોય અને સારા ફોટા પાડી શકતા હોવ, તો એવી ઘણી બધી વેબસાઈટ છે જેમાં કસ્ટમર તમારા મુકેલા ફોટાઓ રૂપિયા આપીને ખરીદી શકે છે ઉદાહરણ તરીકે Shutterstock અથવા Fotolia અથવા Photobucket.
Image source: seamedu.com

૩. લેખન

અત્યારના ડિજિટલ સમયમાં સોશિયલ મીડિયા સૌથી પાવર ફૂલ છે. અને સોશિયલ મીડિયાનો પાયો છે કન્ટેન્ટ. એક સારું કન્ટેન્ટ ઘણા લોકો સુધી પહોચાડી તમે રૂપિયા ઉભા કરી શકો છો.જો તમે સારું કન્ટેન્ટ લખી શકતા હોવ, તો ઘણી બધી વેબસાઈટ છે જે શબ્દો પ્રમાણે લેખકોને રૂપિયા ચુકવે છે.
Image source : crowin connect

4. વેબ ડીઝાઈન

જો તમારી જોડે વેબ ડીઝાઈન તેમજ ડેવલોપમેન્ટનું સારું નોલેજ હોય તો સોશિયલ મીડિયા તેમજ ઘણી બધી ફ્રી લાન્સિંગની વેબસાઈટ ઉપર વેબ ડીઝાઈનરની જરૂરિયાત ડગલે ને પગલે ઉભી થતી હોય છે. આવા કેટલાક ટેમ્પરરી પ્રોજેક્ટ ઉપર કામ કરી તમારો હાથ ખર્ચો નીકાળી શકાય છે.
Image source: rocklandwebdesign

5. ફ્રીલાન્સર

અત્યારે UPWORK, FIVERR, FREELANCER.IN, PEOPLE PER HOUR, WORK N HIRE જેવી ઘણી બધી વેબસાઈટો છે જેમાં તમારે કામ, આવડત અને અનુભવ પ્રમાણે એક પ્રોફાઈલ બનાવાની રહેશે જે પ્રમાણે એ વેબસાઈટ ઉપરથી કામ મળી શકે છે. લોકો આમાંથી લગભગ ૬ થી ૭ હજાર /માસ આરામથી કમાઈ શકે છે.
Image source: theopenmic

6. પાર્ટ ટાઈમ ટ્રેનર
કોઈ પણ વિષયમાં તમારી નિપુણતા હોય ઉદાહરણ તરીકે ગણિત, અંગ્રેજી અથવા વિજ્ઞાન તો તમે સ્કુલના વિદ્યાર્થીઓને પર્સનલ કોચિંગ આપીને પણ દર મહીને ૩ થી ૪ હજાર ઉભા કરી શકો છો.

લેખક : યશ મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment