ફક્ત “કુલ” દેખાવા માટે આજના યુવાનો અપનાવી રહ્યા છે આ જીવલેણ આદતો

24

37 % લોકોનું એવું માનવું છે કે તેમને નોકરી મળી ગયા પછી તેનામાં સિગારેટ પીવામાં કે ધુમ્રપાન કરવામાં વધારો થયો છે. આ લીસ્ટમાં 35 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ વધારે ધુમ્રપાન કરતી જોવામાં આવી છે.

લોકો પોતાને સૌથી સારા અને સ્ટાઈલીસ દેખાડવા માટે શું નથી કરતા. અતિશય મોંઘા કપડા અને કાર બાઈકથી લઈને “કુલ” હેર સ્ટાઈલ સુધી. યંગ જનરેશન લોકોની ભીડમાં જરા હટકે દેખાવા માટે “સ્ટાઈલ મારો સ્ટાઈલથી ” માં ખુબજ અતરંગી કામ કરતા હોય છે. આ લીસ્ટમાં હવે એક વધારે સ્ટાઈલનો ઉમેરો થયો છે અને તે છે સ્ટાઈલીસ સ્મોકિંગ કરવાનો. જી હા, આ તેની આદત નથી પણ લોકોની વચ્ચે જરા “કૂલ” દેખાવા માટે જ સ્મોકિંગ કરતા હોય છે. પણ પછી ધીમે ધીમે (ક્યારેક ઝડપથી) તે આદત બની જાય છે.

એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે 23% યુવાનો (20 થી 35 વર્ષની ઉમરના) ફક્ત “કૂલ” દેખાવા માટે જ સ્મોકિંગ કરે છે, જો કે આવું કરતા લોકોમાં 35 થી 50 વર્ષની ઉંમરની સરખામણીએ ખુબજ વધારે છે. આ અભ્યાસના તારણ મુજબ, 15% યુવાનોએ પોતે ધુમ્રપાન કરતા હોય તેવા પોતાના ફોટાઓને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં કોઈ જ પરેશાની નથી. આનાથી અલગ જ વિચાર ધરાવતા લોકોમાં મોટી ઉમરના 53 % લોકોનું માનવું એમ છે કે સિગારેટ પીવી એ લોકોની વ્યક્તિગત બાબત છે. જ્યારે 23 % લોકોનું કહેવું એમ છે કે આવા લોકોએ પોતાની આવી ધુમ્રપાન કરતા હોય તેવી આદતના પોતાના ફોટાઓને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને દેખાડવા ન જોઈએ. આ કોઈ સારી આદત નથી પણ ખરાબ આદત છે.

આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે વ્યક્તિનો ભાવનાત્મક વિચાર આજે પણ સ્મોકિંગનો મુખ્ય કારણરૂપ બન્યો છે. નવ યુવાન લોકો પોતાની તણાવયુક્ત સ્થિતિમાંથી તણાવમુક્ત મુક્તિ મેળવવા માટે ધુમ્રપાન કરે છે. જ્યારે 35 થી 50 વર્ષની ઉમરના લોકો પોતાના કામના દબાણને આ માટે જવાબદાર માને છે. અને 37 % લોકો એવું માને છે કે તેમને નોકરી મળ્યા પછી સ્મોકિંગ કરવાનું વધારી દીધું છે. આ લીસ્ટમાં 35 થી 50 વર્ષની ઉમરની મહિલાઓ વધારે ધુમ્રપાન કરતી જોવા મળી છે. આ અભ્યાસમાં જોડાયેલ 60 % લોકોએ સ્વીકાર્યું કે તેઓએ સ્મોકિંગ છોડવા માટે ક્યારેય પ્રયત્ન કર્યા નથી કારણ કે તેઓ એમ માને છે કે હવે આ સ્મોકિંગ છોડવું તેના કંટ્રોલમાં નથી. જે લોકોએ આ સ્મોકિંગની ખરાબ આદતને છોડવાનો પ્રયત્ન કર્યો તેમણે પોતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતાનું સૌથી મોટું બહાનું બતાવ્યું હતું.

અરે હા, કોઇપણ વ્યસન કે આદત એવી નથી કે તેને છોડી ન શકાય. તેના માટે બહાના નહિ પણ મન મક્કમ હોવું જોઈએ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment