ફેફસાને જ નહિ પણ તમારા શરીરના બીજા અન્ય ભાગોની માંસપેશીઓને પણ નુકશાન પહોંચાડે છે ધુમ્રપાન કરાવતી સિગારેટ

23

હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જોવા મળેલા તારણ મુજબ સિગારેટ પીવાથી કે ધુમ્રપાન કરવાથી તેના ધુમાડાની સીધી અસર તમારા પગની માંસ પેશીઓની શુદ્ધ લોહી લઇ જતી રક્તનળીઓને સીધી રીતે નુકશાન પહોચાડે છે. આ રક્તનળીઓને નુકશાન થવાથી પગની માંસપેશીઓ સુધી ઓક્સીજન અને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં પહોચી શકતા નથી. હવે જો તમને એમ લાગતું હોય કે સિગારેટ પીવાથી કે ધુમ્રપાન કરવાથી તેના ધુમાડાની અસરથી ફક્ત ફેફસાને જ નુકશાન થાય છે તો તે તમારી માન્યતા દુર કરવા માટે અમારી આ પોસ્ટ વાંચો.

અમેરિકાના કેલીફોર્નીયા સેન ડિયાગો વિશ્વ વિદ્યાલયના આ અભ્યાસના મુખ્ય લેખક એલન બ્રીનના કહેવા મુજબ “આ એક ખુબજ મહત્વપૂર્ણ બાબત છે કે અમે લોકોને કહીએ છીએ કે સિગારેટની તમાકુથી ખરેખર તો તમારા આખા શરીરમાં નુકશાન પહોંચે છે. સિગારેટ પીવાથી કે ધુમ્રપાન કરવાથી તેના ધુમાડાના નુકશાન કારક ઘટકોને લીધે રોજ બરોજના જીવનમાં ઉપયોગી એવી કેટલીય માંસ પેશીઓના સમુહને પણ તે નુકશાન પહોચાડે છે.”

“ધ જર્નલ ઓફ ફીજીઓલોજી” માં પ્રકાશિત થયેલ પરિણામોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે માંસ પેશીઓની શુદ્ધ લોહી લઇ જતી રક્તનળીઓના ઘટવાથી ઓક્સિજનની અને જરૂરી પોષક તત્વોની ઘટથી તમારા શરીરની ચયાપચયની ક્રિયા પર અને શરીરની સક્રિયતા પર પણ સીધી અસર પડે છે. આ ઉપરાંત એક અભ્યાસના તારણ મુજબ સિગારેટ પીવાથી કે ધુમ્રપાન કરવાથી તેની તમાકુના ધુમાડાની અસરથી અલગ અલગ પ્રકારના કેન્સર થવાની પણ શક્યતા રહેલી છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment