મહિલાઓ, સ્ત્રીઓ, બહેનો કે યુવતીઓએ પોતાના શરીરના દેખાવને કે ફીટનેશને ધ્યાનમાં રાખી ખરીદવા જોઈએ બેલ્ટ

46

જ્યારે પણ વાત બેલ્ટની આવે છે ત્યારે મોટા ભાગના લોકોને એમ જ લાગે છે કે બેલ્ટ તો પુરુષોએ જ પહેરવાની ચીજ છે. પરંતુ તમને એ જાણીને ખુબજ આશ્ચર્ય થશે કે ઘણી મહિલાઓની અને સ્ત્રીઓની પસંદગીની ચીજ વસ્તુઓમાં આ બેલ્ટ પણ એક છે. જે જુદા જુદા પ્રકારની ડીઝાઈનની અને રંગોની બેલ્ટ જોવા મળે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે મહિલાઓ, સ્ત્રીઓ, બહેનો કે યુવતીઓએ પોતાના શરીરના લુકને અનુરૂપ કેવા પ્રકારના બેલ્ટ પહેરવા જોઈએ, કે જેથી તમારો લુક કે દેખાવ નીખરી ઊઠે.

બેલ્ટથી તમે ફક્ત તમારા જીન્સ કે ટ્રાઉજરને બાંધીને તેનું ફીટીંગ સારી રીતે રાખી શકો છો તેવું નથી. પણ અત્યારે તો અમુક પોશાક પર બેલ્ટ બાંધવો તે એક પ્રકારની ફેશન પણ થઇ ગઈ છે. અને સાથે સાથે તે એક પ્રકારનું સ્ટેટસ સિમ્બોલ પણ બની ગયું છે. અત્યારના સમયમાં ફેશન ટ્રેન્ડસથી એ વાતને સાબિત પણ કરવામાં આવ્યું છે કે જો તમે તમારા બોરિંગ ડ્રેશને હાઈ લાઈટ્સ કરવા માંગતા હો તો તમારે કોઈ ટ્રેન્ડી બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. જો કે તમારે તમારા શરીરના ફીટનેશને પણ ધ્યાનમાં રાખીને જ કોઈપણ બેલ્ટ ખરીદવો જોઈએ.

જેવું તમારૂ શરીર તેને અનુરૂપ બેલ્ટ ખરીદો.

જો તમારૂ શરીર ઓવર વેઇટ હોય કે કર્વી એટલે કે પાતળુ હોય તો તમારે પહોળો બેલ્ટ ખરીદવાના ઓપ્શન પર જવું જોઈએ. પણ જો તમે ખુબજ દુબળા પાતળા  છો તો તમારે સુપર સ્કીની બેલ્ટની પસંદગી કરવી જોઈએ. આ સિવાય જો તમે તમારા હીપ્સ( કુલ્લા)ને ફલોન્ટ કરવાનું ઈચ્છતા હો તો તમારે એવી બેલ્ટ પસંદ કરવી જોઈએ જે તમારા હિપ્સની પાસે થોડીક નીચેની તરફ લટકતી રહે. આ સિવાય જો તમે ઇચ્છો તો તમારા ટોપ અથવા ટી શર્ટના મેચીંગની પાતળી બેલ્ટ પણ ખરીદી શકો છો. જો તમારા શરીરનો ઉપરનો ભાગ નાનો હોય તો તમારે પહોળી પટ્ટીની બેલ્ટ ખરીદવી જોઈએ. જે તમારા માટે પરફેક્ટ રહેશે. અને તમારો લુક પણ બદલી જશે.

તમારા કબાટમાં પણ ચોક્કસ હોવા જોઈએ આ 5 પ્રકારના બેલ્ટ્સ.

જે બેલ્ટ ફક્ત કાપડમાંથી જ બનાવવામાં આવી હોય, જેમાં કોઈપણ પ્રકારના બકલ હોતા નથી. જેથી આ બેલ્ટ જીન્સના પેન્ટ પર પેન્ટના બેલ્ટ પહેરવાના હુકની અંદર નાખીને બકલ ન હોવાથી જાતે બાંધવો પડે છે.

જે બેલ્ટ થોડીક મોટી હોય છે. અને તે ચોટલાની માફક ગુંથેલી હોય છે. જે મોટા ભાગે બ્રાઉન કલરના શેડમાં જોવા મળે છે. આ બેલ્ટને તમે પરફેક્ટ મેચિંગ કે કોનટ્રાસ મેચિંગ એમ બંને પ્રકારના ડ્રેસ પર પહેરી શકો છો.

સ્કીની બેલ્ટ. એક બેલ્ટ એવી પણ છે જે ફક્ત શોખ કે ફેશન માટે જ પહેરવામાં આવે છે. આ બેલ્ટ એટલી પાતળી અને વજનમાં સાવ હળવી હોય છે. જેથી તેનો ઉપયોગ પેન્ટને ટાઈટ બાંધવા માટે નહિ પણ ફક્ત ફેશન માટે જ તેને પહેરવામાં આવે છે.

બ્રોડ બેલ્ટ. આ બેલ્ટ પહોળી હોય છે. જેથી તેને તમે વન પીસ ડ્રેસ કે ફ્લોઈ ટોપ્સની ઉપર પણ પહેરી શકો છો. આનાથી તમારો લુક અને તમારી સ્ટાઈલ બંને સારા દેખાય છે.

મેટેલિક બેલ્ટ. આ મેટેલિક બેલ્ટ ગોલ્ડ, સિલ્વર કે કોપર એટલે કે તાંબાની મેટેલીક બેલ્ટ, સ્કીની એટલે કે ફક્ત ફેશન માટેની અને બ્રોડ બેલ્ટ એમ બંને પ્રકારની વેરાયટીમાં જોવા મળે છે. આ બેલ્ટને તમે કોઇપણ આઉટફીટની સાથે મેચિંગ કરીને તેને પહેરી શકો છો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment