તમારા હાથે બનાવેલા ફ્લાવરવાઝથી સજાવો તમારું ઘર, જાણો કેવીરીતે..

22

આપણા ઘરમાં અનેક ચીજવસ્તુઓ એવી પડી રહી હોય છે જેનો કોઇ પણ પ્રકારનો ઉપયોગ કર્યા વિના આપણે તેને નકામી સમજીને ઘરની બહાર ફેંકી દેતા હોઇએ છીએ. જો કે આજકાલ જૂની વસ્તુઓમાંથી એટલે કે, વેસ્ટ પડેલી વસ્તુઓમાંથી તમે બેસ્ટ વસ્તુઓ બનાવી શકો છો. જો તમારી પાસે એવા કોઇ આઇડિયા ના હોય તો હવે તમે સરળતાથી અનેક સોશિયલ સાઇટ્સમાં સર્ચ કરીને ઘરમાં પડેલી જૂની વસ્તુઓનો ઉપયોગ તમે ફરીથી કરી શકો છો.
આમ, જો ઘર ડેકોરેશનની વાત આવે ત્યારે ફ્લાવર પોટ એ એક મહત્વની ભુમિકા ભજવે છે. જો કે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના ફ્લાવર પોટ મળી રહે છે જે તમારા ઘરને ક્લાસિક લુક આપે છે. તો આજે અમે તમને જે ફ્લાવર પોટ બનાવતા શીખવાડીશું તેનો ખર્ચો તમારે બહુ જ ઓછો થશે. એટલે કે ઓછા ખર્ચામાં પણ તમે બહાર જેવો મોંઘોદાટ ફ્લાવર પોટ તૈયાર કરી શકશો કારણકે તમને ખ્યાલ જ હશે કે, ટાઇમની સાથે-સાથે કરન્સી પણ બદલાઇ ગઇ છે. તેમ છતાં આજે અનેક લોકો એવા છે કે, જેના ઘરમાં ઘણાં બધા જૂના સિક્કાઓ પડ્યા છે અને તેઓ તેને સંભાળીને રાખી મુક્યા છે. તો આજે અમે તમને ઘરે બેઠા ફ્લાવર પોટ ડેકોરેટ કરવા માટે આ જૂના સિક્કાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે એક આઇડિયા બતાવીશું જેની મદદથી તમે એક મસ્ત ફ્લાવર પોટ તૈયાર કરી શકશો અને સાથે-સાથે તમારા રૂમનો આખો લુક પણ ચેન્જ થઇ જશે. તો જાણી લો ફ્લાવર પોટ સજાવવા માટે કઇ-કઇ સામગ્રીઓની તમારે જરૂર પડશે..

જરૂરી સામગ્રી

સિમ્પલ ફ્લાવર પોટ

ઘરમાં પડેલા જૂના સિક્કાઓ

રંગબેરંગી ફ્લાવર્સ

ગુંદર

બનાવવાની રીત

સૌ પ્રથમ એક ફ્લાવર પોટ લો. ત્યારબાદ તેની ચારે બાજુ ગુંદરની મદદથી ઘરમાં પડેલા જૂના સિક્કાઓ લગાવો. પછી તેને ઓછામાં ઓછા એક કલાક સુધી સુકાવા દો. આ પ્રોસેસ થઇ ગયા પછી આ પોટમાં રંગબેરંગી ફ્લાવર્સ નાખીને તેને એક નવો લુક આપો. ત્યારબાદ તેને તમારા ડ્રોઇંગ રૂમમાં કે પછી લિવીંગ રૂમમાં ટેબલ પર તેને મુકી દો. આ ફ્લાવર પોટ રૂમમાં મુકવાથી તમારા રૂમને ક્લાસિ લુક તો મળશે અને સાથે-સાથે તમે આ પોટ બનાવવા માટે જાતે મહેનત કરી હોવાને કારણે તેની ખુશી પણ તમને એટલી જ થશે.

ખાસ રાખો આ ધ્યાન

સિક્કાઓ લગાવતી વખતે ખાસ ધ્યાન એ રાખજો કે ગુંદર બરાબર લાગે પછી જ તેના પર સિક્કા લગાવજો નહિં તો તે ઉખડી જશે અને પછી બરાબર ચોંટશે નહિં.

ગુંદર કોઇ સારી કંપનીનો યુઝ કરવાનો રહેશે જેથી કરીને સિક્કાઓ એક બે દિવસમાં ઉખડી ના જાય.રંગબેરંગી ફ્લાવર્સ તમે તમારા રૂમના કલર પ્રમાણે લાવશો તો તે દેખાવમાં વધારે સારુ લાગશે.

જો તમે બહારથી ફ્લાવર પોટ લાવવા ના ઇચ્છતા હોવ અને તમારા ઘરમાં કોઇ જૂનો ફ્લાવર પોટ પડ્યો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. જો તે ફ્લાવર પોટ વધારે જૂનો થઇ ગયો હોય તો તમે તેને કલર પણ કરી શકો છો.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment