બોરિંગ લગ્ન જીવનને રોમાન્સથી ભરપૂર બનાવવા આ બેસ્ટ ફોર્મુલાને કરો ફોલો…

75
follow-the-best-formula-to-make-a-romantic-wedding-life-a-success

લગ્ન પછી ન્યૂમેરિડ કપલ ઘણા ખુશ રહેતા હોય છે. જો કે દરેક લોકો ઇચ્છે છે કે, હંમેશા તેના પાર્ટનરની સાથે ખુશ રહે પરંતુ લગ્નના થોડા સમય પછી ક્યાંકને ક્યાંક ગમે તે કારણોસર સંબંધોમાં ખટાશ આવવા લાગે છેઅને પછી ઝઘડાઓનો દોર શરૂ થઇ જાય છે. આમ, લગ્ન જીવનને સુખીથી જીવવા માટે એકબીજા પર વિશ્વાસ, પ્રેમ અને રોમાન્સનું ઘણું મહત્વ હોય છે.

આજકાલની આ ભાગદોડભરી જીંદગીમાં અનેક લોકો પાર્ટનરને પૂરતો ટાઇમ આપી શકતા નથી જે કારણોસર સંબંધો ધીરે-ધીરે બગડતા જાય છે. જો કે આજકાલ કપલ એકબીજાને પૂરતો સમય ના આપી શકવાને કારણે ઘણા લોકોની વાત ડાઇવોર્સ સુધી પણ પહોંચી જતી હોય છે. આમ, તમારી વચ્ચે કોઇ પણ અણબનાવ ના બને તે વાતને ધ્યાનમાં રાખીને અમે તમારી માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જેની મદદથી તમે તમારી બોરિંગ લાઇફમાંથી બહાર આવી જશો. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારી લાઇફ રોમેન્ટિક બની જશે અને તમારી વચ્ચે ક્યારે ઝઘડો પણ નહિં થાય.

ડેટ પ્લાન કરોતમે એકબીજા માટે ડેટ પ્લાન કરો. મહિનામાં એક વાર જરૂર ડેટ પર તમારા પાર્ટનરને લઇ જાઓ. તમારા પાર્ટનરને તમે પહેલાની જેમ સરપ્રાઇઝ આપો. આમ, કરવાથી પાર્ટનર એકદમ જ ખુશ થઇ જશે અને સાથે-સાથે જૂની વાતોને ભૂલીને નવી લાઇફ એન્જોય કરશે.

રોમેન્ટિક બનોમોટાભાગના કપલ લગ્ન પછી એકદમ જ બોરિંગ લાઇફ જીવવાનું શરૂ કરી દે છે. ક્યાંય બહાર ફરવા નહિં જવાનું, ફ્રેન્ડસ સાથે ફરવાનું તેમજ તેઓ પોતાની લાઇફ તેમની રીતે એન્જોય કરવા ઇચ્છતા હોય છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે, લગ્ન પછી તમારે આ બધી બાબતોને ઓછી કરીને તમારે તમારી વાઇફ સાથે લાઇફ એન્જોય કરવાની હોય છે. જો તમે તેની સાથે તમારા મુડને રોમેન્ટિક બનાવીને વાતો કરશો તો તેને ખૂબ જ ગમશે. રોમેન્ટિક બનવાથી તમારા બંન્ને વચ્ચેનો પ્રેમ અને રોમાન્સમાં પણ વધારો થાય છે.

વિકએન્ડ પ્લાન કરોકામના ચક્કરમાં તમે તમારા પાર્ટનરની સાથે વિકેન્ડ પણ સરખી રીતે એન્જોય કરી શકતા નથી જેને લીધે પાર્ટનરને તમારા પર ગુસ્સો આવી જાય છે અને પછી ઝઘડાઓ થવાના શરૂ થઇ જાયછે. માટે જો તમે તમારા પાર્ટનરને વિકએન્ડમાં અથવા તો થોડા દિવસ ઓફિસમાંથી રજાઓ લઇને ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરો. આમ કરવાથી લાઇફ એકદમ ચેન્જ થશે અને તમે બંન્ને રિફ્રેશ ફિલ પણ કરશો.

રસોઇની સાથે રોમાન્સની મજા માણોરજાઓના દિવસોમાં કે પછી ઓફિસથી વહેલા ઘરે આવો ત્યારે તમારી પાર્ટનરને કિચનમાં હેલ્પ કરો. રસોઇના બહાને તમે રોમાન્સની મજા પણ માણી શકશો અને તેને મદદરૂપ પણ બનશો. તમને જણાવી દઇએ કે, કિચનમાં રોમાન્સ કરવાની મજા કંઇક અલગ જ આવે છે.

સ્પેશયલ ટચ પણ જરૂરી છેતમે રોમાન્સની શરૂઆત ગાલથી પણ કરી શકો છો. આમ, કરવાથી તમારા પાર્ટનરે કંઇક અલગ જ ફીલ થશે અને આ સ્પેશયલ ટચ તેના માટે એક ખાસ બાબત બનીને રહી જશે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment