તમારા પાચન સાથે જોડાયેલ આ મુશ્કેલીઓ તમને કરી શકે છે પરેશાન, તે માટે આટલી સાવધાની રાખો.

139

ઊનાળાની ગરમ ઋતુમાં ખાદ્ય પદાર્થ ઝડપથી ખરાબ થાય છે કે, બગડી જાય છે. તાપ કે ગરમી વધવાની સાથે પેટના સંક્રમણ અને બીજી અનેક મુશ્કેલીઓના કેશ  વધી જાય છે. તો ચાલો તમને બતાવીએ સંક્રમણના અમુક લક્ષણો.

ઊનાળાની ગરમ ઋતુમાં પેટને લગતી કેટલીય મુશ્કેલીઓ સામે આવે છે. ઊનાળાની ઋતુમાં ગરમી કે તાપ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ તમારી જીવન શૈલી અને ખાવા પીવાની આદતો પણ બદલવા લાગે છે. ઊનાળાની ઋતુમાં ગરમી વધવાથી તમને ફક્ત પરસેવો જ વધારે થાય તેવું નથી. પણ તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે.

આમ જોઈએ તો બીજી કોઈ ઋતુની તુલનામાં ઊનાળાની ગરમ ઋતુમાં તમારા શરીર પર બેકટેરીયા અને વાયરસનું વધારે આક્રમણ હોય છે. હેલ્થ સાયંસની મેડીકલ ઓફિસર ડોક્ટર ધૃતિ વત્સ કહેવા મુજબ બીજી કોઈ ઋતુની સરખામણીએ ઊનાળાની ગરમ ઋતુમાં ખાદ્ય પદાર્થ ઝડપથી ખરાબ થાય છે. કે બગડી જાય છે. જે તમારા આરોગ્યને પણ ખરાબ કરે છે. જેથી તમારી બીમાર પડવાની શક્યતાઓ ખુબજ વધી જાય છે. મેડીકલ ઓફિસર ડોક્ટર ધૃતિ અને અન્ય ડોક્ટરનું કહેવું એમ છે કે, જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ પેટનું સંક્રમણ અને બીજી મુશ્કેલીઓ પણ લગભગ 45 % જેટલી વધી જાય છે.

ઊનાળાની ગરમ તાપમાનની ઋતુમાં પેટની મુશ્કેલીઓનો સૌથી વધુ શિકાર એવા બાળકો અને યુવાનો થાય છે કે જે ભોજન લીધા પહેલા પોતાના હાથ સારી રીતે ધોઈને સાફ કરતા નથી. અથવા તો તે મોટા ભાગે બહારનું ભોજન કરતા હોય છે. જે અનિચ્છાએ પણ સંક્રમિત થઇ શકે છે.

પાચન સાથે જોડાયેલ અનિયમિતતાઓના કેટલાક લક્ષણો.

ગેસ્ટ્રોઇનટેસ્ટાઈલ એટલે કે જઠર (પેટ) ને સંબંધિત કોઇપણ પ્રકારના સંક્રમણના ગંભીર અને સામાન્ય બંને પ્રકારના લક્ષણો હોય શકે છે. જેમ કે, પેટમાં સોજો આવવો, પેટ ભારે લાગવું, ખોટા ઓડકાર, ખાટા ઓડકાર આવવા, એસીડીટી થવી, ગભરામણ થવી, સર્દી અને ઉધરાસની સાથે તાવ આવવો, ઝાડા ઉલટી થવા, ડીહાઈડ્રેશન થવું, ચામડી પર ખંજવાળ આવવી, ઝાડામાં લોહીનું પડવું, સારીરિક કે માનસિક શ્રમ કરવાથી થાક લાગવો, જીભના સ્વાદમાં કડવાસનો અનુભવ થવો વગેરે લક્ષણો હોય શકે છે. પેટમાં એટલે કે જઠરમાં સંક્રમણને લીધે તેના લક્ષણની તીવ્રતાની માત્રા અને આ સાથે લેબોરેટરીમાં કરાવેલ તપાસના રીપોર્ટથી જાણ થઈ શકે છે કે ક્યા વાયરસના પ્રભાવથી તમારું પાચનતંત્ર પ્રભાવિત થયું છે, કે સક્રિય થયું છે.

ઊનાળાની ગરમીની ઋતુ દરમ્યાન વાતાવરણમાં ઊચા તાપમાનથી તમારા શરીરમાંથી ખુબજ વધારે પરસેવો નીકળે છે. પરસેવો નીકળે ત્યારે શરીરમાંથી ઊર્જા વપરાય છે. અને શરીરમાંથી પાણીની માત્રા કે પાણીનું લેવલ પણ ઓછું થાય છે. જેથી તમારા શરીરની પ્રતિકાર શક્તિ પણ નબળી પડે છે. આ સાથે મોસમની ગરમી પણ બેક્ટેરિયા અને વાયરસને બમણી ગતિથી વધવામાં મદદરૂપ થાય છે. ખાદ્ય પદાર્થ ઝડપથી ખરાબ થાય છે. ઝડપથી બગડી જાય છે. આવું ખરાબ કે બગડી ગયેલ ભોજન ખાવાથી બેક્ટેરિયા તમારા શરીરની નબળી પડેલી પ્રતિકાર શક્તિની પ્રક્રિયા પર ઝડપથી હુમલો કરે છે. જેથી ઉપર જણાવેલ લક્ષણો માંનું તે કોઇપણ કારણ બને છે. ઊનાળાની ઋતુમાં તમારું ભોજન ભલે ઘરે બનાવેલ હોય પણ જો તે વાસી ભોજન થઇ ગયેલ હોય તો તેને ખાવાથી પણ આ બધા સંક્રમણનું કે કોઇપણ સંક્રમણનું કારણ બની શકે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment