કેલ્શિયમથી ભરપુર ખોરાક લો અને તમારા હાડકાંઓને સ્વસ્થ રાખો…

82
foods-rich-in-calcium

આપણા શરીરને સ્વસ્થ હાડકા માટે કેલ્શિયમની જરૂર પડે છે. માત્ર આટલું જ નહીં, પણ કેલ્શિયમ આપણા ચેતાતંત્ર તેમજ સ્નાયુઓને સુચારુ રીતે કામ કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજના આ લેખમાં અમે તમારા માટે કેટલાક એવા ખોરાક વિષે માહીતી લાવ્યા છીએ જે કેલ્શિયમથી ભરપુર છે. અને જો તમે ઇચ્છતા હોવ કે તમે આજીવન સ્વસ્થ હાડકા ધરાવો તો તમારે આ ખોરાકનો ઉપયોગ તમારા રોજિંદા ડાયટમાં કરવો જ જોઈએ !

એક કપ દૂધઃ 280 મીગ્રા કેલ્શિયમજ્યારે પણ આપણને કેલ્શિયમનો વિચાર આવે છે ત્યારે તેના પ્રથમ સ્રોત તરીકે આપણા મગજમાં દૂધ જ આવે છે. દૂધ એ સરળતાથી પચી જતું તેમજ ભળી જતો ખોરાક છે, દૂદ એ કેલ્શિયમથી ભરપુર ખોરાક છે. બાળપણથી ઘડપણ સુધી જો તમે તમારા શરીરને સ્વસ્થ રીતે ચલાવવા માગતા હોવ તો દિવસનો એક કપ દૂધ તમારી દિવસ દરમિયાનની 1000 મી.ગ્રામ કેલ્શિયમની જરૂરિયાતમાંથી 280મિ.ગ્રામની જરૂરિયાત પૂર્ણ કરે છે.

સંતરા/નારંગી- એક નારંગીઃ 60 મિગ્રા કેલ્શિયમઆપણે બધા એ તો સારી રીતે જાણીએ છીએ કે નારંગી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને આ જાદુઈ ફળ ઉચ્ચ કેલ્શિયમ તો ધરાવે જ છે તે પણ વિટામીન ડી સાથે, જે શરીરમાં કેલ્શિયમને શોષવા માટે ખુબ જ આવશ્યક છે. એક મધ્યમ કદની નારંગીમાં 60 મી.ગ્રા કેલ્શિયમ હોય છે.

સોય મિલ્ક – 1 કપ દૂધમાં 60 મી.ગ્રા કેલ્શિયમએક એવો ભ્રમ છે કે માત્ર ડેરી પ્રોડક્ટ્સમાં જ કેલશ્યિમ હોય છે. નોન-ડેરી પ્રોડક્ટ્સ જેમ કે સોય મિલ્કમાં પણ તમને ઉચ્ચ પ્રમાણમાં કેલ્શિયમ મળી જશે. જે તમને કેલ્શિયમની સાથે સાથે વિટામીન ડી પણ આપે છે.

બદામ – 1 કપ (શેકેલી) 457 મી.ગ્રામ કેલ્શિયમ હોય છે.457 મી.ગ્રા કેલ્શિયમના બહોળા પ્રમાણ સાથે બદામ આપણા આ લીસ્ટમાં શીખર પર છે. તેમાં પ્રોટીન પણ ઉચ્ચ પ્રમાણમાં હોય છે. આ સુકો મેવો તમને હૃદય રોગથી પણ દૂર રાખે છે. આ ઉપરાંત બદામ તમારી યાદશક્તિ સુધારવામાં પણ મદદ કરે છે. જો તમે રોજ સવારે થોડી બદામ લેશો તો તેનાથી તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને લાભ પહોંચશે.

બોક ચોય – એક કપઃ 75 મી.ગ્રા કેલ્શિયમબોક ચોય એટલે કે ચાઇનીઝ કોબી. નોન ડેરી કેલ્શિયમ સ્રોતની યાદી આપણી આ પાંદડાવાળી શાકભાજી વગર અધુરી રહી જશે જેને બોક ચોય તરીકે ઓળખવામાં આવે છે. તેને ચાઇનીઝ કેબેજ પણ કહેવામાં આવે છે. એક કપ છીણેલી બોક ચોય લગભગ 74 મી.ગ્રામ કેલ્શિયમ ધરાવે છે અને તેમાં માત્ર 9 કેલરીઝ જ હોય છે. તેમાં વિટામીન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે. તેને રાંધવી પણ સરળ છે.

અંજીર – 1 કપ (સુકુ) – 242 મી.ગ્રામ કેલ્શિયમઆ મીઠાઈ જેવા સુકા મેવામાં ભરપુર પ્રમાણમાં ફાયબર અને પોટેશિયમ હોય છે. પણ તે ઉપરાંત માત્ર 1 કપ અંજીરમાં 242 મી.ગ્રા કેલ્શિયમ પણ હોય છે આ ચીકણું ફળ તમારા હાડકા મજબુત બનાવે છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ પણ ભરપુર પ્રમાણમાં હોય છે. તેમ જ આ સુકો મેવો તમારા હૃદયના ધબકારાને સ્થીર રાખે છે અને સ્નાયુઓને પણ કાર્યક્ષમ બનાવે છે. કેલ્શિયમથી ભરપુર ખોરાકમાં આ સુકો મેવો મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

દહીં – 1 કપઃ 400 મી.ગ્રા કેલ્શિયમઆજે બજારમાં વિવિધ ફ્લેવરમાં દહીં ઉપલબ્ધ છે. તે એક ડેરી પ્રોડક્ટ છે અને સારા બેક્ટેરિયા ધરાવે છે. માત્ર એક જ સર્વિંગમાં તે તમને 400 મી.ગ્રામ કેલ્શિયમ પુરુ પાડે છે. આ પ્રોટિનથી ભરપુર ખોરાક દૂધનો એક ઉત્તમ પૂરક છે.

ચીઝ – 1 કપ (ટુકડા) 951 મી.ગ્રામ કેલ્શિયમ

આ યાદિમાં બીજા કેલ્શિયમથી ભરપુર સ્ત્રોતમાં ચીઝનો સમાવેશ થાય છે. ચીઝમાં કેલ્શિયમની સાથે સાથે પ્રોટિન પણ ભરપુર પ્રમાણમાં હોય છે. જો તમે વિવિધ જાતના નાશ્તાઓ લેવાનું પસંદ કરતા હોવ તો તેમાં પણ તમને ચીઝનો ઉપયોગ કરી શકો છો.

લીલા પાંદડાવાળા શાકભાજી – 1 જુડીઃ 336 મી.ગ્રામ કેલ્શિયમડાયેટરી ફાયબરથી પ્રચૂર, લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ કેલ્શિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. જેમાં પાલક, કાલે, કોથમીર, બ્રોકોલીનો સમાવેશ થાય છે. આ ભાજીઓમાં પોટેશિમય અને મેગ્નેશિયમ પણ ભરપુર પ્રમાણમાં હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment