મહિલાઓ વિષે આ સિક્રેટ તમે નહિ જાણતા હોવ, અને તમને કોઈ સ્ત્રી જણાવશે પણ નહિ…

95
four-secrets-about-women

લગ્ન પછી રોમાન્સ વગરની જીંદંગી અધૂરી થઇ જાય છે. રોમાન્સથી લાઇફમાં અનેક પ્રકારના બદલાવ આવી જાય છે. એક ઉંમર પછી મહિલાઓની જીંદગીમાં અનેક પ્રકારના ફેરફારો આવતા હોય છે. જો ઉંમર પ્રમાણે વ્યક્તિમાં બદલાવ ના આવે તો કોઇ સ્વાસ્થ્ય તેમજ બીજી અનેક પ્રકારની તકલીફ પણ હોઇ શકે છે. જેમ-જેમ મહિલાઓની ઉંમર વધે તેમ-તેમ તેમના સ્વભાવમાં બદલાવ, પસંદગી, મૂડ ચેન્જ થઇ જવો જેવા અનેક પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે. આમ, જો રોમાન્સની વાત કરીએ તો મહિલાઓ આવિશેની વાતો કરવામાં વધુ પ્રમાણમાં શરમાતી હોય છે જે કારણોસર તેઓ એકબીજાને આ વિશે ખુલીને વાત કરી શકતી નથી. તો આજે અમે તમને જણાવીશું કે, કઇ ઉંમરમાં મહિલાઓ સૌથી વધારે રોમેન્ટિક હોય છે.

મહિલાઓ આ ઉંમરમાં હોય છે વધુ રોમેન્ટિકસામાન્ય રીતે મહિલાઓ રોમાન્સની વાતો ખુલીને નથી કરી શકતી. આ માટે એ જાણવુ જરૂરી છે કે, એ કયા સમયમાં રોમેન્ટિક ફિલ કરી રહી છે. જો કે સંશોધન અનુસાર મહિલાઓ 30થી 35 વર્ષની ઉંમરમાં સૌથી વધુ રોમેન્ટિક હોય છે. આ સાથે જ મહિલાઓ 30થી 35 વર્ષની ઉંમરમાં રિલેશન રાખવાનુ પણ વધુ પસંદ કરતી હોય છે.

આ છે લગ્ન માટેની ઉંમરજો લગ્નની વાત કરીએ તો મહિલાઓએ 25થી 30 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લેવા જોઇએ. આ ઉંમરમાં તેઓ લગ્ન અને તે પછી આવનારા બદલાવોમાં શારિરિક અને માનસિક રીતે તૈયાર થઇ ગઇ હોય છે. જો કે એવુ માનવામાં આવે છે કે, છોકરીઓને આ ઉંમરમાં રિલેશન રાખવાની ઇચ્છા વધુ થાય છે. આ માટે જો તમે પરફેક્ટ ઉંમર પ્રમાણે લગ્ન કરી લો છો તો તમારા સંબંધો વધુ ગાઢ થાય છે.

ઇમોશનલ થવાની ઉંમર20થી 25 વર્ષની ઉંમરમાં છોકરીઓ તેમની ખૂબસુરતી અને લુક્સને લઇને ખૂબ જ કોન્શિયસ હોય છે. આ ઉંમરમાં તેઓ સ્ટાઇલિશ દેખાવવા માટે અનેક બ્યૂટી પ્રોડક્ટ્સ તેમજ બીજી કોસ્મેટિક વસ્તુઓનો સહારો લેતી હોય છે. એક અહેવાલ પ્રમાણે છોકરીઓમાં 27 વર્ષની ઉંમર પછી બોડીમાં અનેક પ્રકારના ફેરફાર થવાને કારણે તેઓ પોતાના લુક્સ પર ઓછુ ધ્યાન આપવાનુ પસંદ કરે છે અને આ ઉંમરમાં તેઓ પોતાના લાઇફ પાર્ટનરને શોધવાનુ કામ કરે છે. જ્યારે છોકરીઓ તેના લાઇફ પાર્ટનરને શોધતી હોય છે ત્યારે તેમના મનમાં અનેક ઘણા વિચારો આવતા હોય છે. એક રિસર્ચ અનુસાર છોકરીઓ આ ઉંમરમાં ખૂબ જ ઇમોશનલ પણ થઇ જતી હોય છે.

માતા બનવાની પરફેક્ટ ઉંમરજો સંશોધનનુ માનીએ તો છોકરીઓ માટે લગ્ન કરવાની ઉંમર 20થી 25 એકદમ બેસ્ટ છે અને આ સાથે જ માતા બનવાની પરફેક્ટ ઉંમર 30થી 35 હોવી જોઇએ. આમ, જો તમે પ્રેગનન્સી રાખવામાં બહુ મોડુ કરો છો તો તમારે અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણકે જેમ-જેમ ઉંમર વધે તેમ-તેમ તમારી પ્રેગનન્સી રહેવાના ચાન્સિસ પણ ઘટતા જાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment