ખરેખર! પુરુષાર્થ પ્રારબ્ધને બદલી શકે છે. એ હકીકત સંયોગ બનીને સાર્થક થઈ…..

27

ખરેખર! પુરુષાર્થ પ્રારબ્ધને બદલી શકે છે. એ હકીકત સંયોગ બનીને સાર્થક થયી. એક સામાન્યમાંથી અસામાન્ય કરોડપતિ તરફની ગતિ… એક છોકરો જેનું નામ અંબર અપ્યપા જેનો પગાર ચાર આંકડાનો મામુલી હતો. આજે ભારતની સૌથી લોકપ્રિય ઈ કોમર્સ કંપની ફ્લીપ કાર્ટની ભાગીદાર છે. એ તો પાણીની જેમ પુરુષાર્થ વડે પ્રારબ્ધ ઘડનારો હીરો છે.

અંબર અપ્યપા તામિલનાડુના વેલ્લોરમાં એક સાધારણ પરિવારમાં જનમ્યા. શાળાનું શિક્ષણ મેળવ્યા પછી હોસુરમાં ડીપ્લોમા કોર્સ માટે તેણે પ્રવેશ મેળવ્યો. એ એના ઘરથી ૧૨૫ કિલોમીટર દૂર હતું. એમણે એક વર્ષ ‘અશોક લેલેન્ડમાં’ (એપ્રેન્ટીસ) તરીકે કામ કર્યું. અને બેંગ્લોર આવ્યા. ફર્સ્ટ ફ્લાય કુરીઅરમાં ડીલીવરી બોયની નોકરી કરી. ત્યાં પોતાની કુશળતાથી (લોજીસ્ટીક) ધંધો વિકસાવ્યો.માત્ર ચાર વર્ષમાં સફળતાના પગથીયા ચડતા ચડતા એ મેનેજર બની ગયો. અંબરને એવું લાગ્યું કે આજ યોગ્ય સમય છે જયારે (હેજબ સ્કીલને) વિકસાવી ત્રણ મહિનાનો કોર્સ કાર્ય બાદ તેઓ ધોળા દિવસ રજા પર ગયા. જયારે પાછા ફર્યા ત્યારે એક ઝટકો એ કે નોકરી હાથથી ગયી હતી. તેમના માટે કોઈ જગ્યા રહી ન હતી. એ જ સમયે ફ્લીપ કાર્ટને એક ઘેર ઘેર પરીને માલ વેચે એવા એક દીલીવાર્ય બોયની જરૂર હતી. એ સમયે ફ્લીપ કાર્ટ એ ઓનલાયન પુસ્તકો વેચનાર નાનું યુનિટ જેને બહુજ ઓછા લોકો જાણતા હતા.

આ નોકરી માટે તેઓ સચિન બંસલ અને બિન્ની બંસલને મળ્યા. તેઓ બંને આ પુસ્તકોની ડીલીવરીમાં આવતી સમસ્યાઓથી પીડિત હતા પણ અંબરે એમને વિશ્વાસ આપ્યો કે આ સમસ્યાનું સમાધાન શોડી આપશે. એ ફ્લીપ કાર્ટના પહેલા કર્મચારી જેને રૂપિયા ૮૦૦૦ પગાર મળતો હતો. આજે યાદ કરીને એ કહે છે કે એક વર્ષ સુધી એને જોયનીંગ પત્ર (નિમણુંક પત્ર) મળ્યો ન હતો. ત્યાં કોઈ એચ.આર. ઓફીસ ન હતી.શરૂઆતમાં દરરોજ ૧૦-૧૨ પબ્લીશર્શ પાસે જતા અને લગભગ ૧૦૦ ડીલીવરી કરતા. પણ એને પડકાર માનીને ઝીલી લીધું. બધી સુચના યાદ રાખતા અને વગર કમ્પ્યુટરે એ ગ્રાહકને બધી સુચના આપતા. ફ્લીપ કાર્ટના કસ્ટમર કેરના નંબરની યાદી બહુ જ વ્યવસ્થિત રાખતા. સંપૂર્ણ કામની જવાબદારી તેમણે લીધી. અને જરૂર પડે ત્યારે આ કાર્ય પદ્ધતિમાં બદલાવ પણ લાવતા. દા.ત. કોઈપણ ડીલીવરી બોય પ્રિન્ટ આઉટ લેવા આવતો તેણે બદલે બાજુના સાયબરમાંથી પ્રિન્ટ આઉટ લેવી તેવી સુચના આપીને કામ સરળ કર્યું.એમના કામથી ખુશ બંસલે એમણે વધતા સંગઠનમાં જોડી ભાગીદાર બનાવ્યા. જીવનની આ સોનેરી તક ફ્લીપ કાર્ટ બહુ જ તેજ ગતિથી આગળ વધતું હતું. એક જ વર્ષમાં પગાર ૧૦ ગણો વધ્યો. એમણે બે વખત શેઅર્શ વહેંચ્યા. એક વાર ૨૦૦૯-૨૦૧૦ માં લગ્નના ખર્ચ માટે, બીજી વખત ૨૦૧૩ માં. આજે એમના પાસે જ શેઅર્શ છે. તેની કિંમત લાખો ડોલર્સ છે. જે વધતા જાય છે. ફ્લીપ કાર્ટના પ્રગતિ ચાર્ટમાં જે સ્પષ્ટ વધારો થયો તેમાં ઘણા લોકો જોડાયા પણ અંબર સૌથી પહેલા હતા.

લેખન સંકલન : દીપ્તિ બુચ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment