શું તમે જાણો છો “ગાડીના પાર્કિંગ અને વાસ્તુશાસ્ત્ર” વચે સબંધ હોય છે ?

24

હંમેશા મકાનના ઉત્તર પશ્ચિમ ખુણામાં એટલે કે વાયવ્ય ખુણામાં પાર્કિંગની જગ્યા હોવી જોઈએ. આ નિયમ તે જગ્યા માટે વિશેષ રૂપથી ખાસ જરૂરી છે. જ્યાં વાહનને સૌથી વધારે સમય પાર્ક કરવાનું હોય છે. મકાનના દક્ષીણ પશ્ચિમ ખુણામાં એટલે કે નૈરુત્ય ખુણામાં કોઈ સંજોગોમાં પણ પાર્કિંગ ન બનાવવું જોઈએ. એવી માન્યતા છે કે નૈરુત્ય ખુણામાં વાહનને પાર્ક કરવાથી તે વાહનને લાંબા સમય સુધી ગેરેજમાં રાખવું પડે છે. અથવા તો વાહનમાં કૈકને કૈક મુશ્કલી કે ખરાબી આવતી જ રહે છે. ખાસ યાદ રાખો કે નાના વાહનો માટે ઉત્તર પૂર્વ દિશામાં કે ખુણામાં એટલે કે ઇશાન ખુણામાં પાર્કિંગ બનાવી શકાય છે. જોઉત્તર પૂર્વ દિશામાં કે ખુણામાં એટલે કે ઇશાન ખુણામાં પાર્કિંગ માટેની જગ્યા ન હોય તો દક્ષિણ પૂર્વ દિશામાં કે ખુણામાં એટલે કે અગ્નિ ખુણામાં પાર્કિંગ કરી શકો છો. એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે, વાહનને પાર્ક કરતી વખતે તે વાહનનો આગળનો ભાગ દક્ષીણ દિશામાં ન રહેવો જોઈએ. એટલે કે તે વાહનની ડ્રાઈવિંગસીટ દક્ષીણ દિશા બાજુ ન હોવી જોઈએ. જો તે વાહનની ડ્રાઈવિંગસીટ દક્ષીણ દિશા બાજુ રહેશે તો તે વાહનના માલિકને વેપાર કે તેના કાર્યક્ષેત્રમાં આર્થિક નુકશાની કે પરેશાનીનો સામનો કરવો પડશે.

બજારમાં રસ્તા પર કે ઘરની બહાર વાહનને પાર્ક કરતી વખતે રાખો ધ્યાન :

શહેરમાં ડિસઓર્ગેનાઇઝ્ડ પાર્કિંગ અલબત્ત બેશક એક મોટી સમસ્યા છે. પણ તે બાબતમાં જરા પણ અસાવધાની કે લાપરવાહી ન કરો. વાસ્તુશસ્ત્રને ધ્યાનમાં રાખતા વાહન માલિક અને વાહન ચાલકો માટે ગંભીર પરિણામનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પાંચ તંત્ર પર આધારિત છે. જેથી તે કોઈપણને વાહન અને તેમની સુરક્ષા અને સફળતામાં ખુબજ પ્રભાવ પાડે છે. જો વાહનને આડું ત્રાંસુ પાર્ક કરવામાં આવે તો શની અને ચંદ્રની યુતિ થવાથી વિષયોગ બનાવે છે. માનો કે કોઈ વ્યક્તિ નોકરી માટે ઈન્ટરવ્યું કે પરીક્ષા આપવા માટે જાય છે, અને જો રોડ પર અન્ય ચાલકોએ પોતાના વાહનોને આડા ત્રાંસા પાર્ક કરેલા હોય તો તેમને પોતાનું વાહન કાઢવામાં કે પાર્ક કરવામાં જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે પરેશાની થાય છે તેનાથી તેના માનસિક વિચારના ફોકસને વધારે બગાડીને માનસિક તણાવની સ્થિતિ ઉભી કરે છે. જેથી તેનું ઈન્ટરવ્યું કે પરીક્ષા ખરાબ થઇ શકે છે. જેથી ઇન્ટરવ્યુંમાં પણ અસફળતા મળવાના ચાન્સ વધી જાય છે. આમ બીજી કોઈ વ્યક્તિએ પોતાનું વાહન અવ્યવસ્થિત રીતે પાર્ક કરતા તેની ભૂલના કારણે તમારા જીવનમાં મુશ્કેલી આવી શકે છે, જેથી આવી ભૂલ તમે પણ ક્યારેય ન કરશો.

આ બાબતનું પણ ધ્યાનમાં રાખશો :

નાના વાહનો એટલે કે ટૂ વ્હીકલ જેવા કે સ્કૂટર, સાઈકલ, બાઈક, મોપેડને હંમેશા ઉત્તર પૂર્વ એટલે કે ઇશાન ખુણામાં જ પાર્ક કરવું જોઈએ. કોઇપણ નાના મોટા વાહનને દક્ષીણ પશ્ચિમ દિશામાં એટલે કે નૈરુત્ય ખુણામાં ક્યારેય પાર્ક કરવું નહિ. નૈરુત્ય ખુણામાં કોઇપણ વાહનને પાર્ક કરવાથી ત્યાં નેગેટીવ એટલે કે નકારાત્મક ઊર્જા સૌથી વધારે હોય છે. આવી જ રીતે મોટા વાહન જેમ કે કાર, જીપ વગેરે જેવા ફોર વ્હીકલને ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઇશાન ખુણામાં પાર્ક કરવું જોઈએ નહિ. આમ કરવાથી વાસ્તુશસ્ત્ર અનુસાર આર્થિક નુકશાન થવાની શક્યતાઓ ખુબજ વધી જાય છે. વાહનોની લે વેચ કરનાર વ્યવસાઈક ધંધાર્થીઓએ વાહનનો આગળનો ભાગ ઉત્તર દિશા તરફ રહે તેમ ગાડીઓને પાર્ક કરવી જોઈએ. આમ કરવાથી તેમને વાહનના સારા સોદા કરવામાં ખાસ મદદ મળશે. જયારે નોકરી કરતા લોકોએ પોતાના વાહનનો આગળનો ભાગ પૂર્વ દિશા તરફ રાખવો જોઈએ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment