સારી કવોલીટીના ગરમ કપડા અને યાકની વસ્તુઓ ખરીદારી માટે પ્રખ્યાત છે આ માર્કેટ્સ

76

નોર્થ ઇસ્ટ ખાલી ફરવા માટે જ નહિ પરંતુ પોતાના ફેશન અને સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે. અહિયાં ગણતરી બાદ માર્કેટ્સ માથી તમે લેટેસ્ટ ફેશન અને જરૂરિયાતનો સામાન બજેટમાં ખરીદી શકો છો.

૨૬ ઓક્ટોમ્બરથી શરુ થઇ રહ્યા તવાંગ ફેસ્ટીવલમાં ભાગ લેવા જઈ રહ્યા છો તો ત્યાની દરેક વસ્તુની જાણકારી લઈને જવું. ફરવાથી લઈને રહેવા, ખાવા – પીવા અને શોપિંગ માટે કઈ કઈ જગ્યાઓ પ્રખ્યાત છે આના વિશે ખબર હશે તો તમે ઓછા સમયમાં પણ શહેરની ઘણી બધી જગ્યાઓ ફરી શકશો.

તવાંગ, અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ કિનારે છે. ઉતર – પૂર્વમાં તિબ્બત બોર્ડર હોવાથી અહિયાંનો મોસમ ઠંડું રહે છે જેના કારણે અહિયાં ગરમ કપડાની ખાલી વેરાઈટી જ નહિ પરંતુ આખું વર્ષ માર્કેટ પણ ગુલજાર પણ રહે છે. તવાંગમાં ઓલ્ડ, નહેરુ અને નવા ત્રણ ખાસ માર્કેટ્સ છે જ્યાંથી તમે દરેક પ્રકારની વસ્તુઓ ખરીદારી કરી શકો છો. જાણશું અમુક બીજા માર્કેટ્સ વિશે.

ઓલ્ડ માર્કેટ :

આ તવાંગની મેઈન માર્કેટ છે જ્યાંથી તમને શોપિંગનો અલગ જ અનુભવ થશે. ટ્રેડીશનલ કપડાથી લઈને જ્વેલરી, જેકેટ્સ, શોલ, કારપેટ, હેન્ડીક્રાફટ સુધી આ માર્કેટમાં અવેલેબલ છે. આના સિવાય સુંદર તાંબુ, ફીશ – બોન આઈટમસ પણ અહિયાં મળે છે. બુદ્ધ સ્ટેચ્યુ, પ્રેયર વ્હીલ્સ, ચાઇનીઝ ક્રોકરી, લાકડાની પણ અહિયાં એટલી વેરાયટી મળે છે કે જે તમને બેસ્ટ પસંદ કરવામાં કન્ફયુઝ કરી દેશે. આ માર્કેટમાં હમેશા માટે હલન – ચલન રહે છે.

ગવર્મેન્ટ હેન્ડીક્રાફટ એમ્પોરિયમ :

અરુણાચલ પ્રદેશ દ્રારા સંચાલિત હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયમમાં તમને સારી ક્વોલીટીના ગરમ કપડા જેવા કે શોલ, સ્વેટર્સ અને જેકેટ્સ બજેટમાં મળી જશે. આના સિવાય હાથોથી બનેલી બેગ્સ, પ્રેયર વ્હીલ્સ, માસ્ક પેન્ટિંગસ, ચીની – માટીના વાસણ અને બીજી ઘણીબધી યુનિક ગીફ્ટ આઈટમસની ખરીદી તમે આ બજારેથી કરી શકો છો. ગવર્મેન્ટ એમ્પોરિયમ હોવાના કારણે અહિયાં વસ્તુઓના ભાવમાં ફેરફાર નથી થતો પરંતુ એટલું જરૂર છે કે તમને વસ્તુઓ બજેટમાં મળી જશે.

તિબ્બતન સેટલમેન્ટ માર્કેટ :

તિબ્બતન સેટલમેન્ટ માર્કેટને વિહારા માર્કેટના નામે પણ ઓળખવામાં આવે છે. અહિયાં બાકી જગ્યાઓના પ્રમાણમાં ઓછી દુકાનો છે પરંતુ રસ્તાઓ પરની દુકાનો પરથી તમે જરૂરિયાતની ઘણીબધી વસ્તુઓની શોપિંગ કરી શકો છો. સ્ટાઈલીશ અને ટ્રેડીશનલ કપડા સિવાય સુંદર જ્વેલરી, ફૂટવેરર્સ, યુનિક ટી પોર્ટસ અને ઘરની સજાવત માટેની વસ્તુઓ સસ્તા ભાવે ઘરે લઇ જઈ શકો છો.

એમ તો અહિયાં વધારે પડતી વસ્તુઓ સારી ક્વોલીટીની હોય છે પરંતુ જો તમે બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા માંગો છો તો એમ્પોરિયમમાં જવું સારું રહેશે. જ્યાં ટ્રેકિંગ અને એડવેચર માટે પણ બધી વસ્તુઓ મળે છે. હા જો તમે યાકની વસ્તુઓ ખરીદવા માંગો છો તો આજુબાજુના ગામડામાંથી ખરીદવા જ્યાં શુદ્ધ વસ્તુઓ મળે છે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment