ગર્ભાવસ્થા દરમિયાન ખાવી આ વસ્તુઓ

37

એક સ્ત્રી જયારે પ્રેગ્નેટ હોય છે તો એને ખાવા માટે ઘણીબધી વસ્તુઓ આપવામાં આવે છે, પરંતુ શું તમે એ સુપર ફૂડસ વિશે જાણો છો જેણે તમારે પ્રેગ્નેસી પહેલા ખાવી જોઈએ? હકીકતમાં અમુક એવા ફૂડ છે જે પ્રજનન ક્ષમતાને વધારે છે. આજે અમે એવા જ ફૂડ વિશે જણાવીશું.

કેળું :

કેળામાં પોટેશિયમ અને વિટામીન B6 હોય છે અને જે પ્રજનન ક્ષમતાને વધારવામાં મદદરૂપ થાય છે. આ ઈંડા અને સ્પર્મની ક્વોલીટીને ઇંપ્રૂવ કરે છે અને સાથે જ રીપ્રેઝેન્ટેટિવના હોર્મોન્સને પણ સરખા કરે છે.

બીન્સ :

બીન્સમાં પ્રોટીન અને આયર્નની ભરપુર માત્રા હોય છે અને આ પ્રજનન ક્ષમતા અને કામેચ્છા પણ વધારે છે.

કોમ્પ્લેક્સ કાર્બન્સ :

સ્ટડીમાં સામે આવ્યું છે કે ઇન્સ્યુલિન સ્તર વધારે થવાથી ઓવ્યુલેશન ઉભું રહી જાય છે. આપણું શરીર ખરાબ કાર્બન્સને તરત જ ડાઈજેસ્ટ કરે છે અને શુગર લેવલ વધારી દે છે. તેમજ સારા કાર્બન્સ એટલે કે કોમ્પ્લેક્સ કાર્બન્સ ખુબજ ધીરે ડાઈજેસ્ટ થાય છે અને સુગર લેવલ ઉપર ધીરે – ધીરે અસર કરે છે.

લીલી પાંદડાવાળી શાકભાજી :

લીલી પાંદડાવાળી શાકભાજીમાં ફોલેટ અને વિટામીન – બી હોય છે અને આ બંન્ને ઓવ્યુલેશનને ઇંપ્રૂવ કરે છે અને સ્ત્રીઓમાં કામેચ્છાને પણ વધારે છે.

બટેટા :

શેકેલા બટેકા વિટામીન – સી થી ભરપુર હોય છે. જયારે ઓવરી જરૂરિયાતના પ્રમાણમાં પ્રોજેસ્ટોરોન હોર્મોન્સ પ્રોડ્યુસ નથી કરી શકતી તો એમાં બટેકા ખુબજ મદદરૂપ થાય છે.

કોળાના બીજ :

કોળાના બીજમાં નોન હિમ આયર્ન હોય છે. એક સ્ટડી પ્રમાણે, જે સ્ત્રીઓએ નિયમિત રીતે આ આર્યનનું સેવન કર્યું, એમને પ્રેગેન્સી દરમિયાન ઓછી તકલીફોનો સામનો કરવો પડ્યો, જયારે જે સ્ત્રીઓએ કોળાનું સેવન નહતું કર્યું, એમને ઘણી મુશ્કેલીઓ થઇ.

ઓલીવ ઓઈલ :

ઓલીવ ઓઈલ શરીરની બળતરા ઓછી કરે છે. બળતરા ઓવ્યુલેશનની પ્રક્રિયાની સાથે – સાથે ગર્ભની ગ્રોથને ધીમી કરી દે છે. એટલા માટે જ પોતાના ખાવા – પીવામાં ઓલીવ ઓઈલનો જરૂરથી સમાવેશ કરવો.

શેલ માછલી :

શેલ માછલીમાં વિટામીન – બી 12 હોય છે જે એન્ડોમેટ્રિયમ લાઈનીગને મજબુત કરવામાં મદદરૂપ કરે છે. આ જ લાઈનીંગ પ્રેગેનેટ થવામાં મદદ કરે છે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment