ગરદન દર્દ દુર કરવા આ અસરકારક ઉપાયો ખાસ તમારા માટે જ

48

ગરદનનું દર્દ ઇગ્નોર કરવાથી અથવા દર્દને સામાન્ય દવાઓથી ટાળી દેવાથી આ ધીરે-ધીરે વધતું જાય છે. પરંતુ યોગાસનોથી પીડામાં આરામ સાથે આને જળમાંથી પણ દુર કરી શકાય છે.

આખો દિવસ બેસી રહેવાથી, ખુરશી અથવા સોફા પર જેમ-તેમ બેસવાથી, સીધું ન ચાલવાથી અને ઓછી શારીરિક મહેનતના કારણે ઘણીવાર આપણી કમર, ગરદન અને કરોડ રજ્જુમાં અસર થાય છે અને એમાં પીડા ચાલુ થઇ જાય છે. એવું જ એક દર્દ છે સર્વાઈકલ પેન એટલે કે ગરદન દર્દ, જેનાથી આજ-કાલના ઘરડાઓની સાથે-સાથે નાના બાળકો પણ પ્રભાવિત થઇ રહ્યા છે. ગરદનથી શરુ થયેલ આ દર્દને ઇગ્નોર કરતા રહેવાથી સામાન્ય દવાઓથી ટાળીને ધીરે-ધીરે વધતું જાય છે. ગરદન પછી આ દર્દ કમર અને પગ સુધી પહોચી જાય છે. જે ખુબજ દર્દનાક હોય છે. આને દુર કરવા યોગથી સારો એકેય ઉપાય નથી. તો આજે જાણીશું એવા જ અમુક યોગાસનો વિશે.

સર્વાઈકલ પેન એટલે કે ગરદન દર્દને દુર કરવા માટે અસરકારક આસન

શુક્ષ્મ વ્યાયામ ૧ : આમાં તમે સીધા વ્રજાસન અથવા સુખાસનની સ્થિતિમાં બેસી જાવ, બંને હાથોની મુઠ્ઠી વાળીને છાતી સામે આવી રીતે રાખો પછી ધીરે-ધીરે શ્વાસ ભરતા મુઠ્ઠીને છાતીની સામે બાજુ ખેચો, ધ્યાન રાખવું કે તમારી હથેળીની મુઠ્ઠી એકબીજા સાથે ખુલવી ન જોઈએ. તમારે તમારૂ કાંડું વધારેથી વધારે ખેચવાનું છે આગળની બાજુ, અમુક સેકન્ડ્સ માટે આ સ્થિતિમાં રહીને, પછી શ્વાસ છોડતા સામાન્ય સ્થિતિમાં આવવાનું છે. આ ક્રમને વારંવાર ૧૦થી ૧૫ વખત કરો. આના વારંવાર અભ્યાસથી હાથોથી લઈને ગરદન સુધીની નાડીઓ ખુલી જશે અને સર્વાઈકલ દર્દ બરાબર થઇ જશે.

શુક્ષ્મ વ્યાયામ ૨ : આમાં તમે સીધા વ્રજાસન અથવા સુખાસનની સ્થિતિમાં બેસી જાવ, ધીરે-ધીરે ગરદનને વાળતા ઉપર તરફ ખેચો, પછી એની ઉંધી દિશામાં શ્વાસ છોડતા નીચે બાજુ ખેચો. ધ્યાન રાખો કે જયારે ઉપર તરફ ખેચો ત્યારે શ્વાસ લેવાનો છે અને જયારે નીચે તરફ ખેચો ત્યારે શ્વાસ છોડવાનો છે. બાજુ નીચે લાવવાનો પ્રયાસ કરતી વખતે, તમારે તમારા ચિનને ચીગ કરવાની પ્રેક્ટિસ કરવી પડશે. આનો વારંવાર ૫ થી ૧૦ વખત પ્રેક્ટીસ કરવાથી તમારી ગરદનના દર્દને આરામ મળશે.

શુક્ષ્મ વ્યાયામ ૩ : આમાં તમારે સૌથી પહેલા ગરદન ટ્વીસ્ટ કરવાની છે. શ્વાસ લેતા લેતા ધીરે-ધીરે એક બાજુ ટ્વીસ્ટ કરશો કોઈપણ એક દિશામાં ગરદનને લઇ જશો, ધીરે-ધીરે શ્વાસ લેતા લેતા પાછા સામાન્ય સ્થિતિમાં લઇ જશું. આજ પ્રક્રિયા વિપરીત દિશામાં કરશું શ્વાસ લેતા લેતા અને શ્વાસ છોડતા છોડતા સામાન્ય સ્થિતિમાં લાવશું. તમારે ગરદનની ટ્વીસ્ટીંગને વારંવાર ૧૦ થી ૧૫ વખત બન્ને દિશાઓમાં શ્વાસ સાથે અભ્યાસ કરવાનો છે. આ વ્યાયામને દરરોજ ૧૫ દિવસ સુધી કરવાથી તમારે ગરદનને આરામ મળશે.

ગરદન દર્દમાં આરામ માટે ચોથું આસન છે ઉષ્ટ્રાસન

આમાં સૌથી પહેલા તમે ઉજ્રાસનની સ્થિતિમાં બેસી જાઓ, એના પછી ધીરે-ધીરે ગોઠણના બળે ઉભા થાઓ અને પછી પોતાના કોઈપણ એક હાથને આખો ગોળ ફેરવતા પોતાની એડી પર રાખી દો, જયારે તમારો એક હાથ પૂરી રીતે રહી જાય, એના પછી બીજો હાથ સમાન સ્થિતિ સાથે પાછો લો અને તેને બીજી એડી પર રાખી દો. પૂર્ણ આસન બાદ થોડીવાર એ સ્થિતિમાં રહેવાનું છે, જેટલું થઇ શકે એટલું કમરને આગળની બાજુ એટલે કે વિપરીત દિશામાં પગને ખેચવાના છે અને ગરદનને પાછળની બાજુ ખેંચીને વધારેથી વધે સમય સુધી રહેવાનું છે. ઓછામાં ઓછું ૧૦ થી ૧૫ સેકંડ સુધી તમારે આ આસનમાં રહેવાનું છે. જયારે તમે આસનમાં પાછા આવશો તો એ જ રીતે પાછું આવવાનું છે જેમ ગયા હતા. ધીરેથી એક હાથ ફેરવીને આગળ લાવો અને પછી બીજા હાથને. આનો દરરોજ ૧૦ થી ૧૫ દિવસ સુધી પ્રેક્ટીસ કરવાથી થોડા જ દિવસોમાં ગરદન દર્દ પુરીરીતે આરામ મળી જશે.

પાંચમું આસન : અનુલોમ-વિલોમ પ્રયાયામ

આમાં તમારે પ્રથમ વજ્રાસન અથવા સુખાસનની સ્થિતિમાં બેસી જાઓ. એક હાથને જ્ઞાનમુદ્રામાં રાખો,  બીજા હાથની પહેલી અને ત્રીજી આંગળીનો ઉપયોગ કરીને એક-એક નાકના ભાગને બંધ કરશું, બીજાને ખોલશું. પ્રથમ જમણી બાજુના ભાગને બંધ કરીને ડાબી બાજુના ભાગથી શ્વાસ લેશું અને પછી ધીરે-ધીરે એણે જમણી બાજુના ભાગથી છોડીશું, પાછી તમારે જમણી બાજુએથી શ્વાસ લેવાનો છે અને પાછું ડાબી બાજુ છોડી દેવાનું છે આ જ ક્રમને ૧૫ થી ૨૦ મિનીટ સુધી કરતુ રહેવાનું છે. એક બાજુથી તમારે શ્વાસ લેવાનું છે અને બીજી બાજુથી તમારે શ્વાસ છોડવાનો છે. બધાથી વધારે ધ્યાન રાખવાની વાત છે કે તમારે જમણી નાસિકાથી શ્વાસ લ્કેવાનું શરુ કરવાનું છે અને જયારે પ્રયાયામ પૂરું થાય ત્યારે જમણી નાસિકાએથી શ્વાસ છોડી પૂરું કરવાનું છે. ૧૫ થી ૨૦ મિનીટ વારંવાર પ્રેક્ટીસ આ પ્રયાયામ કરવાથી થોડા જ દિવસોમાં તમને ગરદન દર્દમાં પૂર્ણ રીતે આરામ મળી જશે.

ગરદન દર્દના જે ૫ આસનોની આપણે વાત કરી એ આસનો કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉમરે કરી શકે છે. જયારે પણ તમને થોડુક પણ અનુભવ થાય તમે આ આસનો કરીને તરત જ આરામ મેળવી શકશો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment