ગરમીમાં ખાઓ આ 5 હેલ્દી મીઠા પકવાન, તો અત્યારેજ લખી લો બનાવવાની રીત અને આજેજ બનાવીને કરો ટેસ્ટ…

4

મોસમ કોઈ પણ હોય કઈક ગળ્યું ખાવાની મજા દરેક સમયે આવે છે. તે વાત અલગ છે કે અમુક લોકોને ગળ્યું પસંદ નથી હોતું પરંતુ એવા અમુક લોકો જ હોય છે. ગળ્યું ખાનારા લોકોની સંખ્યા વધુ છે. દરેક મોસમમાં અલગ પ્રકારના ગળ્યા ડેજર્ટ દિલ ખુશ કરી નાખે છે. છતાં પણ સ્વાસ્થ્ય અને વજનનું ધ્યાન રાખતા ગળ્યું વધારે પણ ન ખાવું જોઈએ. એવામાં અમે તમને ગરમીના મોસમમાં ફળોથી બનનારા ૫ એવા સંતુલિત ડેજર્ટની રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ઉનાળામાં ખાય લીધા પછી આરામથી ખાય શકો છો. ઓછી કેલેરી હોવા સાથે તે ઘણા સ્વાદીષ્ટ હોય છે અને તમારા ગળ્યું ખાવાની ઈચ્છાને શાંત કરી શકે છે.

અખરોટ અને ખજુરથી બનેલું ડેજર્ટ

ક્રશ્ડ અખરોટના ૮ ભાગ અને બી વગરના ચાર ખજુર કાપીને, એક કપ ફેટ થયેલા દહીમાં ભેળવો. પછી એમાં ૧ મોટી ચમચી શુદ્ધ મેપલ સીરપ ભેળવો અને ઠંડું થવા માટે ફ્રીજમાં રાખો. તમે લંચ અથવા તો ડીનર પછી આ સ્વાદિષ્ટ ડેજર્ટની મજા લઇ શકો છો

સફરજન અને કિશમિશ ડેજર્ટ

તેના માટે સૌથી પહેલા એક સફરજનમાં કિશમિશ ભરી લો. પછી તેના પર તજ નાખો અને તેની ઉપર ૧/૪ કપ ફેટ ફ્રી વેનીલા દહી નાખીને તેને માઈક્રોવેવમાં થોડી વાર ગરમ થવા માટે રાખી દો. માઈક્રોવેવથી કાઢતા જ સફરજનની આ સ્વાદિષ્ટ મીઠાઈનો તમે સ્વાદ લો.

સંતરાનો ડેજર્ટ

સંતરાના રસમાં કેળાના ટુકડા દુબાડો. કેળાને સંતરાના જ્યુસમાં ડુબાડ્યા પછી તેના પર નારિયળનો ભૂકો, મગફળીના નાના ટુકડા કે ક્રશ્ડ અનાજ નાખો અને કેળાની આ સ્વાદિષ્ટ ડેજર્ટ તૈયાર છે.

ગાજરનો ડેજર્ટ

સૌથી પહેલા ગાજરના નાના ટુકડા કરી નાખો. હવે એમાં મધ કે મેપલ સીરપ નાખીને, ગાજરના ટુકડા સારી રીતે લગાડો. પછી નારિયળનો ભૂકા સાથે તેને લપેટી નાખો. તમારી સ્વાદિષ્ટ મીઠાઈ તૈયાર છે. આ દાતો માટે સારું હોવા સાથે નિયમિત મીઠાઈની સરખામણીમાં વધુ પોષક હોય છે.

ફ્રુટ આઇસક્રીમ

એક બાઉલ જમા થયેલું દહીં લો, એમાં એક બાઉલ નો-શુગર શરબત અને અલગ અલગ પ્રકારના કપાયેલા ફ્રુટ નાખો અને ફેટવાળું ક્રીમ અને ડાર્ક ચોકો ચિપ્સ નાખો. ફળ, દહીં અને ડ્રાઈફ્રુટ્સના ઉપયોગથી બનેલી આ સ્વીટ ડીશ સ્વાદિષ્ટ હોવા સાથે સ્વસ્થ્ય પણ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment