ગરમીમાં આ ડ્રીંક્સ બનવવા માટે આ ટીપ્સ તમે ફોલો કર્યા? ન કર્યા હોય તો અત્યારેજ લખીલો અને પછી બનાવો ઘરે…

7

ગરમીમાં અમે અને તમે હંમેશા એવી વસ્તુઓ બનાવીને પીવાનું પસંદ કરો છો જેનાથી રાહત મળી શકે. તેમાં સરબત, જ્યુસથી લઈને કોલ્ડ્રીંકસ સુધી બધાનો સમાવેશ થાય છે. સાથે જ ફળ ખાવાનું પણ સારું માનવામા છે. પણ જો આ બધી વસ્તુઓને કઈક રસપ્રદ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે તો મજા વધી જશે.

ટિપ્સ:-

 1. મોસમી ફળોનો ક્રશ એટલે કે કાપીને ઘર પર તૈયાર કરીને 2-૩ મહિના માટે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો. જાંબુ, સ્ટ્રોબેરી, લીચી, ફાલસા, કેરીના ટુકડા વગેરેને ક્રશ કરીને ઘણા દિવસો સુધો સ્ટોર કરી શકાય છે.
 2. ક્રશ બનાવવા માટે કડાઈમાં એક કપ ખાંડ અને એક ¼ કપ પાણી ઉબાળીને ઘાટી ચાસણી તૈયાર કરો. જે ફળોનો ક્રશ તૈયાર કરવો છે તેનો પલ્પ ચાસણીમાં નાખીને બરાબર હલાવીને ક્રશ તૈયાર કરો અને સ્ટોર કરો.
 3. ફળોનો ક્રશ આઈસ ટ્રેમાં પણ જામ કરીને પણ સ્ટોર કરી શકો છો. જામેલી ગાંગડીઓને જીપર પાઉચમાં રાખીને ફ્રીઝરમાં લાંબા સમય સુધી રાખી શકાય છે.
 4. મીઠાસ માટે ખાંડની જગ્યાએ મધનો પણ ઉપયોગ થઇ શકે છે.
 5. કોલ્ડ ડ્રીંકને કઈક નવા ટ્વીસ્ટ સાથે સર્વ કરો. તે સર્વ કરતા સમયે તેમાં સિંધાલુ નામક, ચાટ મસાલા, તીખા, જલજીરા પાવડર અને સુકેલા ફુદીનાના પાંદડાઓનો ઉપયોગ કરી શકો છો.
 6. ડ્રીંકને ઠંડુ કરવા માટે બરફ પીસીને અથવા ટુકડા નાખી શકો છો. પીસેલો બરફ ડ્રીંક વધારે ઠંડુ તો બનવે છે પણ, ઘાટા દ્રેઇન્ક્ને પાતળું પણ બનવે છે. ઘાટા ક્રશથી કોલ્ડડ્રીંક બનાવવા માટે બરફના ટુકડાનો ઉપયોગ કરવો જોઈએ.
 7. તાજા ફળોથી ડ્રીંક બનાવી તો રહ્યા છો પણ ઠંડા પાણીની જગ્યાએ તેમાં બરફના ટુકડા નાખો. આવું કરવાથી ડ્રીંક પાતળું નહિ થાય. ડ્રીંકમાં પીસેલો બરફ લાંબા સમય સુધી રાખવા માટે ડ્રીંક અને ગ્લાસને અલગ ઠંડુ કરો. તેને ભેળવીને તરત જ પરોસો તેનાથી બરફ મોડે સુધી નહિ પીગળશે.
 8. લાંબા સમય સુધી કોલ્ડડ્રીંકને થાળી રાખવા મતે જે પણ ગ્લાસમાં ડ્રીંક સર્વ કરવાનું હોય તેને ફ્રીઝરમાં 5 થી 10 મિનીટ સુધી ઠંડુ કરવા માટે રાખી દો.
 9. નાનો ગ્લાસ, ઉચો ગ્લાસ, વાઈન ગ્લાસ, કોકટેલ ગ્લાસ, ટ્યુલિપ ગ્લાસ, બીયર ગ્લાસ, જૈસી ગ્લાસનો ઉપયોગ કરી શકો છો. તેને પસંદ અનુસાર ઉપયોગમાં લઇ શકો છો.
 10. હેન્ડલ અને ઢાંકણાવાળા ગ્લાસમાં પણ આ દિવસોમાં પ્રચલનમાં છે જેને મેસન જાર મગ કહે છે. તેના ઢાંકણામાં સ્ટ્રો નાખવા માટે છેદ પણ હોય છે. તેમાં પણ કેટલીક વસ્તુઓ સર્વ કરી શકો છો.
 11. ડ્રીંકને ગાળીને અથવા વગર ગાળ્યે પણ પરોશી શકો છો. પણ ડ્રીંકસમાં લીંબુના બી, તરબૂચના બી, ફળોના છલના ટુકડા, દાંતમાં ફસાવવાવાળા રેષાઓ ન હોવા જોઈએ, તેનાથી ડ્રીંકની મજા ખરાબ થઇ શકે છે. આ સ્થિતિમાં ડ્રીંકસને ગાળીને સર્વ કરો.
 12. તાજા લીંબુનો રસ, સંતરાનો રસ, ફુદીનાના તાજા પાંદડાઓ, ઓલીવ, ચૈરી અને તાજા ફળોના ટુકડાઓથી પણ કોલ્ડ ડ્રીંક ગ્લાસને સજાવી શકે છે.
 13. જો કોઈ પણ પીણાને ઓછી માત્રામાં સર્વ કરવાનું હોય તો વાઈન ગ્લાસ, કોકટેલ ગ્લાસ, સ્નિફટર અથવા નાના સરબતના ગ્લાસમાં સર્વ કરવું જોઈએ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment