ઘરમાં માતૃભાષા (મધર ટંગ) બોલતા બાળકો હોય છે પ્રભાવશાળી

26

એક નવા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે વિદેશમાં રહેતા એવા બાળકો જે પોતાના ઘરમાં તેમના પરિવારની સાથે પોતાની માતૃભાષામાં વાત કરતા હોય છે અને બહાર બીજી કોઈ ભાષા બોલતા હોય છે. આવા બાળકો ખુબજ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી હોય છે.

બ્રિટનની યુનિવર્સીટી ઓફ રીડીંગના સંશોધકોને તેની શોધમાં એવું જાણવા મળ્યું છે કે, આમ જુઓ તો જે બાળકો તેમની સ્કુલમાં જુદી ભાષા બોલતા હોય છે અને ઘરે પોતાના પરિવારોની સાથે તેની માતૃભાષાનો ઉપયોગ કરતા હોય છે. આવા બાળકોને બુદ્ધિમતાની પરીક્ષામાં, એવા બાળકો કે જેઓ પોતાની માત્રુભાષા સિવાયની બીજી ભાષા જ બોલતા હોય તેના કરતા ખુબજ સારા માર્ક્સ મળ્યા હતા.

એક આઈ કયું અભ્યાસમાં બ્રિટનમાં રહેતા અને મૂળ તુર્કીના 7 થી 11 વર્ષના 100 બાળકોને લેવામાં આવ્યા જેઓ તુર્કી અને બ્રિટનની અંગ્રેજી ભાષા બંને બોલતા હતા. આવા બંને ભાષા બોલતા બાળકોનો આઈ કયું ટેસ્ટનો મુકાબલો બ્રિટનના એવા બાળકો સાથે કરવામાં આવ્યો કે જેઓ ફક્ત અંગ્રેજી જ બોલતા હતા. આ આઈ કયું ટેસ્ટનુંબ્રિટનની યુનિવર્સીટી ઓફ રીડીંગના એસોસિએટપ્રોફેસર ડૉ.માઈકલ ડેઈલરે આ રીસર્ચના અભ્યાસનું નેત્તૃત્વ કર્યું હતું.ડૉ. માઈકલ ટેઈલર કહે છે કે નાની ઉંમરમાં બાળકોની અંદર માતૃભાષામાં સિદ્ધાંતોને સમજવામાં ખુબજ સરળતા રહે છે. ત્યાર પછી તે બીજી કોઈ ભાષાના નવા શબ્દો આસાનીથી શીખી જાય છે, જો કે બાળકોને, જેને પહેલીવાર જ કોઈ અજાણી ભાષામાં કોઈ નવી વાત શીખવવામાં આવે ત્યારે તેના માટે એ શીખવું અને સમજવું ખુબ જ મુશ્કેલ થઇ જાય છે. જેથી આવા બાળકોનો આઈ કયું ઘણો જ નીચો અને નબળો હોય છે તેવું આ અભ્યાસમાં જોવામાં આવ્યું છે.

પ્રોફેસર ડૉ.માઈકલ ડેઈલરનું કહેવું છે કે અમારા આ આઈ કયુંટેસ્ટના અભ્યાસના રિસર્ચનું પરિણામ એ બતાવે છે કે જે પેરેન્ટ્સ તેમના બાળકોને તેમના ઘર પર માતૃભાષામાં બોલવા માટે પ્રોત્સાહિત કરે, અને સાથે માતૃભાષામાં જ બાળકોને નવી નવી ચીજો બતાવીને નવું નવું શીખવાડીને તેની બુધ્ધીમતાનો વિકાસ કરે તો તે બાળકનો આઈ કયું બીજા બાળક કરતા ઘણો ઊચો રહે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment