ઘરમાં ફૂલ છોડ રાખવાનો શોખ છે તો આ છોડ ખાસ વસાવજો ઘણો ફાયદો થશે…

49

 ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારે છે આ 6 છોડ

મોટાભાગની ગૃહિણીઓને ઘરમાં ઝાડપાન રાખવાનો શોખ હોય છે. જો ઘરમાં મોટું ફળીયું હોય તો તેમાં અલગ અલગ પ્રકારના ઝાડ લગાવવાનો આગ્રહ તેઓ રાખે છે અને જો ઘરમાં વધારે જગ્યા ન હોય તો ઘરની રવેશ કે અન્ય સ્થાન પર નાના કુંડામાં ફુલ છોડ વાવી અને તેઓ પોતાનો શોખ પૂરો કરે છે. ઘરમાં આવી વ્યવસ્થાથી વાતાવરણ શુદ્ધ તો થાય છે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ઝાડ પાન તમારું ભાગ્ય પરિવર્તન પણ કરી શકે છે ? જી હાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર માટે કેટલાક ફુલ છોડ અને ઝાડ શુભ હોય છે. આવા ઝાડ ઘરમાં ઉગાડવાથી ભાગ્યોદય સરળતાથી થાય છે. તો ચાલો આજે જાણી લો ભાગ્યોદય કરાવતાં દસ ઝાડ વિશે અને જો તમારા ઘરમાં બગીચો બનાવવાની વ્યવસ્થા હોય તો તમે પણ અજમાવજો તમારા ભાગ્યને.

દાડમ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર માટે સૌથી વધારે લાભકારક દાડમનું ઝાડ હોય છે. ઘરમાં આ ઝાડ ઉગાડવાથી ઘરમાં ધનની આવક થાય છે. આ વૃક્ષ જેટલું વિકસે છે તેટલી સમૃદ્ધિ વધે છે. આ વૃક્ષ કરજમુક્તિ પણ કરાવે છે.

કૃષ્ણકાંતા

આ એક વેલ છે જેમાં જાંબલી રંગના ફુલ આવે છે. આ ફુલ ભગવાનને ચઢાવી પણ શકાય છે. માનવમાં આવે છે કે આ ફુલમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય છે. આ વેલ પણ જેમ જેમ વધે છે તેમ તેમ ઘરની આર્થિક સ્થિતી સુધરવા લાગે છે.

નાળિયેર

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના આંગણામાં નાળિયેરનું ઝાડ રાખવાની વાતને પણ મહત્વ આપવામાં આવ્યું છે. જે ઘરના આંગણામાં નાળિયેરનું ઝાડ હોય છે તે ઘરના મુખ્ય વ્યક્તિનું માન સન્માન વધે છે.

તુલસી

તુલસીના છોડના તો જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા. તુલસીનો છોડ દરેક ઘરના આંગણામાં હોવો જ જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી અને વળી તે ઘરમાં સુખ-શાંતિ લાવે છે. આ છોડ ઘરના ઈશાન ખૂણામાં રાખવાથી ઉત્તમ ફળ મળે છે.

આસોપાલવ

આસોપાલવના પાનનું તોરણ દરેક શુભ પ્રસંગે ઘરના દરવાજાની શોભા વધારે છે. આ ઝાડ પણ જો તમારા ઘરની આસપાસ હશે તો તેની શુભ અસર તમને જરૂર થશે. આસોપાલવનું ઝાડ જે સ્થાન પર હોય ત્યાં ધનની ખામી હોતી નથી. આ વૃક્ષના પ્રભાવના કારણે અટકેલા કામ પણ પાર પડી જાય છે.

ગલગોટાનો છોડ

આ છોડ બૃહસ્પતિની સ્થિતી મજબૂત કરે છે. આ છોડ જે ઘરમાં હોય છે ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે. આ ઉપરાંત જો કોઈ દંપતિનું વૈવાહિક જીવન ડામાડોળ હોય તો તેમણે પણ આ છોડ ઘરમાં રાખવો જોઈએ. વૈવાહિક જીવન સુખમય બની જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment