આ રીતે નાસ્તા માટે બનાવો બટાકાના ક્રિસ્પી બોલ્સ, અને ખુશ કરીદો બાળકોથી લહીને મોટાઓને…

9

“બટાકાના ક્રિસ્પી બોલ્સ”

સ્નેકર્સની વાત હોય અને બટાકા યાદ ન આવે એવું તો બની જ ન શકે. બટાકા એક એવી વસ્તુ છે જેને તમે ઘણી વાનગીઓ બનાવી શકો છો જેમાંથી એક છે બટાકાના ક્રિસ્પી બોલ્સ.

કેટલા લોકો માટે : ૨ થી ૪

સમય : ૧૫ થી ૩૦ મિનીટ

સામગ્રી:-

૨ થી ૩ બાફેલા બટેકા, એક નાની ચમચી જીરું, ૩ થી ચાર કરી પાંદડા, એક ઇંચ આદુનો ટુકડો, લીલા મરચા ૨ થી ૩, ૧/૨ સિંધાલુ મીઠું, ૧/૨ ટેબલસ્પુન મરીનો પાવડર, ૧ ટેબલસ્પુન લીલી કોથમીર.

વધુ સારું બનાવા માટે:-

એક વાટકી ચમચી, એક કપ, એક કુટ્ટનો લોટ, એક કપ દહીં, ૧ ટેબલસ્પુન સિંધાલુ મીઠું, ઘી જરૂર મુજબ.

સૌથી પહેલા બનાવો ભરણ :-

ભરણ બનાવા માટે ધીમા ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા રાખી દો.ઘી ગરમ થતા તેમાં જીરું, કરી પાંદડા નાખીને ફ્રાય કરો.પછી મગફળી, આદુ અને લીલું મરચું ફ્રાય કરો.સીધાલું મીઠું, કાળા મરીનો પાવડર અને કોથમીર મિક્સ કરો થોડીવાર ફ્રાય કર્યા પછી ગેસ બંધ કરી નાખો.

આ રીતે વધુ સારું બનાવી શકો છો:-

વધુ સારું બનવા માટે એક વાટકામાં ચોખા પલાળીને રાખી દો.પલળેલા ચોખાનું પાણી કાઢી નાખીને તેને મિક્સરમાં જારમાં નાખીને પીસી નાખો.મીઠું, ખાંડ અને દહીં નાખીને ફરીવાર મિક્સર ચાલુ કરો.

હવે બનાવો બોલ્સ:-

ધીમા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે રાખો.તેલ ગરમ થતા બટાકા મસાલાના નાના નાના બોલ્સ બનાવો પછી તેલમાં નાખો.બોલ્સ બને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળો.આ રીતે બધા જ બોલ્સ તળીને ગેસ બંધ કરી નાખો.લો તૈયાર છે બટાકાના ક્રિસ્પી બોલ્સ

રેસીપી : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment