કરી- પાસ્તા – ઇન્ડિયન સ્ટાઈલથી બનાવેલા ગ્રેવીવાળા પાસ્તા આજે જ ટ્રાય કરજો! ખુબ ટેસ્ટી છે….

50
ghare-banavo-curry-pasta

કરી- પાસ્તા

કરી પાસ્તા એ એક ભારતીય ઇટાલિયન ફ્યૂસન વાનગી છે. આ એક એવી ઈટાલીયન ડીશછે જેમાં ઈંડીયન ટેસ્ટ પણ મળી રહેછે…નાના મોટા સૌને પાસ્તા ભાવતા હોયછે અને કરી મસાલાથી પાસ્તાને નવીન ટેસ્ટ મળશે…આ પાસ્તા ગ્રેવીવાળા હોવાથી ખાવાની પણ મજ્જા આવશે.

સામગ્રીઓ:

 • ૨ કપ પાસ્તા,
 • (પાસ્તા તમે કોઈપણ શૅપ ના લઈ શકો છો),
 • ૧ કાંદો,
 • ૧ ટમેટું,
 • ફ્રેશ બેસિલ પાન ( ઓપ્સ્નલ ),
 • ૧/૨ કપ ક્રીમ,
 • ૨ ચમચી ચીઝ,
 • ૧ ચમચી ટોમેટો કેચઅપ,
 • ૨ ચમચી કરી મસાલા અથવા કીચનકીંગ મસાલા,
 • ૧ ચમચી મીક્ષ હર્બ્સ,
 • ૧ ચમચી લાલ મરચું,
 • ૧ ચમચી તેલ,
 • સ્વાદ અનુસાર મીઠું,

રીત:

૧. એક પૅનમાં તેલ લઇ એમાં કાંદા સાતડવા.

૨. એને બહાર કાઢીને એમાંજ ટામેટાના ટુકડા નાખી ને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો,

૩. જ્યાં સુધી કાંદા અને ટમેટા ની પેસ્ટ ઠરે ત્યાં સુધી મીઠા વાળા પાણી માં પાસ્તાને બાફવા મૂકો,

૪. જ્યારે પાસ્તા બફાઈ જાય એટલે વધારાનુ પાણી કાઢી અને થોડુ તેલ નાંખવું,

૫. મીક્ષરમાં કાંદા; ટમેટા ને બેસિલ પાન નાખી પેસ્ટ બનાવો,

૬. એક પૅનમાં પેસ્ટ નાખી ને એમા લાલ મરચું, કરી મસાલા, મીક્ષ હર્બ્સ તેમજ સ્વાદ અનુસાર મીઠુ નાખવુ,

૭. ૫-૭ મીનીટ આ કરી ગ્રેવીનેે કૂક કરીને એમાં બાફેલા પાસ્તા ઉમેરી દેવા,

૮. છેલ્લે ક્રીમ ટોમેટો કેચઅપ અને ખમણેલું ચીઝ ભભરાવીને ગરમ સર્વ કરવુ.

પ્રૉપર ઇટાલિયન ટેસ્ટ માટે ઓલિવ ઓઇલ અને ફ્રેશ બાસિલ લીવ્સ વાપરવા.
મનગમતા વેજીટેબલ વાપરી શકાય.
ગ્રેવીને 3-4 દિવસ ફ્રિજમાં સ્ટોર કરી શકાય.

રસોઈની રાણી: રૂપા શાહ (ઓસ્ટ્રેલીયા)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment