ઘર ખરીદનારના પક્ષમાં NCDRC નો મોટો નિર્ણય, પજેશનમાં જો ૧ વર્ષ પણ લેટ થાય તો પૈસા પાછા માંગી શકો છો…

7

ઘર માટે પોતાની મહેનતની કમાણી બિલ્ડરને આપવા છતાં નક્કી કરેલા સમયમાં પજેશન ન પ્રાપ્ત કરનાર લાખો ગ્રાહકો માટે સારી જાણકારી છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ કમીશને પોતાના એક નિર્ણયમાં કહ્યું કે જો નક્કી કરેલા સમયથી ફ્લેટ મળવામાં એક વર્ષ કરતા વધુ સમય લાગે છે તો બિલ્ડર પાસેથી પૈસા પાછા માંગી શકો છો. આ સદર્ભમાં સુપ્રીમ કોર્ટએ પણ કહ્યું કે બિલ્ડર લાંબા સમય સુધી ગ્રાહકોને ફ્લેટના પજેશન માટે રાહ જોવડાવી શકતા નથી. છતાં પણ, અજી સુધી સમયરેખા નક્કી કરવામાં આવી નથી કે પજેશનમાં કેટલો સમય લાગશે તો ગ્રાહકો બિલ્ડર પાસેથી પૈસા પાછા માંગી શકે છે. હવે NCDRC એ તેની પણ સમયરેખા નક્કી કરી નાખી છે.

મીડિયાએ પોતાની રીપોર્ટમાં NCDRC ના અધિકારીઓના કહેવાનુસાર કહ્યું કે છે કે હવે ફ્લેટની પજેશનની સમયરેખા નક્કી થઇ ચુકી છે. જો પજેશનમાં બિલ્ડર દ્વારા જણાવામાં આવેલા સમયથી એક વર્ષ કરતા વધુ સમય લાગે છે તો બિલ્ડર પાસેથી પોતાના પૈસા પાછા માંગી શકે છે.

શલભ નિગમ નામના એક ગ્રાહકે ગુડગાવની ગ્રીનપોલીસ પ્રોજેક્ટમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. લગભગ એક કરોડ રૂપિયાના આ ઘર માટે નિગમ ૯૦ લાખ રૂપિયા સુધીની ભરપાઈ કરી ચુક્યા છે. બિલ્ડર સાથે થયેલા કરાર મુજબ, તેમને આ ફ્લેટ ૩૬ મહિનામાં મળી જવો જોઈતો હતો તેના પછી ગ્રેસ પીરીયડ ચાલી રહ્યો હતો. આ બાબતને લઈને તે NCDRC ગયા. NCDRC એ કહ્યું કે નક્કી કરેલી સમયરેખા મુજબ ગ્રાહકોને ફ્લેટ ન આપવા પર બિલ્ડરે ૧૦ ટકા વ્યાજ સાથે પૂરી રકમ પછી આપવી પડશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment