ઈન્સટન્ટ્ બનતા ઘઉંના લોટના દહીં વડા સ્વાદમાં બેસ્ટ ને ફટાફટ બની જાય છે.

171

કેમછો મિત્રો? આજે હું તમારા માટે ઈન્સટન્ટ્ દહીં વડા લાવી છું. જેમા કોઈપણ પ્રકારની દાળનો ઉપયોગ કરયો નથી. જે જલ્દી પણ બને છે અને ટેસ્ટી પણ છે. પલાળવાની અને પીસવાની ઝઝટ પણ નથી. ઘણા લોકોને દાળથી ગેસ ટ્રીક ટ્રબલ થાય છે. તેથી આ વડા બહુ સારા રહે છે. તો ચાલો બનાવીયે….

સામગ્રી:

એક કપ ઘઉંનો લોટ, ૨ ટે.સ્પૂશ બેસન, ૧ ટે.સ્પૂન રવો, મીઠું, ૧/૨ ટી સ્પૂન જીરું, ૧ ટી સ્પૂન બારીક ચોપ કરેલા લીલાં મરચાં અને આદું, ૧ ટી સ્પૂન લાલ મરચું, ચપટી સોડા, તેલ તળવા, સૅવીગ કરવા, વલોવેલુ ગળ્યું દહીં, ગ્રીન ચટણી, ખજૂરની ચટણી, ૧/૨ ટી સ્પૂન લાલમરચું, ૧/૨ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર, કોથમીર.

રીત:

એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, આદું, મરચાં, લાલ મરચું, જીરું નાખી પાણીથી ભજીયા જેવું ખીરું તૈયાર કરો.
ત્યાર બાદ બીજા એક બાઉલમાં વડાને પલાળવા પાણી લો.હવે ખીરામાં સોડા નાખી મિકસ કરી ગરમ તેલમાં ધીમા તાપે વડાને ગુલાબી એવા તળી લો. વડા તળાય એટલે તેને પાણીમાં થોડીવાર માટે પલવા દો. વડાને પાણી માથી નીતારી હાથેથી દબાવી તેને એટ પ્લેટમાં કાઢી લો. હવે સૅવીગ પ્લેટમાં વડા મૂકો પછી તેના પર દહીં નાખો. ત્યારબાદ તેનાપર બને ચટણી નાખો. હવે તેના પર લાલ મરચું, જીરું પાવડર, મીઠું છાંટો. છેલ્લે કોથમીર નાખી સવૅ કરો.તો તૈયાર છે જલ્દી બનતા દહીં વડા. જે ટેસ્ટી અને યમી છે. તો આજે જ ટ્રાય કરજો.

નોધ:

જો સવારની રોટલીનો લોટ વધ્યો હોય તો પણ તમે તેને થોડો ઢીલો કરી બાકી ઉપરની રીતથી વડા તૈયાર કરી શકો છો. પાણીની જગ્યાએ તમે વડાને છાશમાં પણ પલાળી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment