ઘરે તમારી જાતે જ હર્બલ અને નેચરલ આઇલાઇનર અને મસ્કારા બનાવો

63

મેક-અપ કરવો આજની દરેક કન્યાઓને, યુવતીઓને, સ્ત્રીઓને કે મહિલાઓને ખાસ પસંદ પડે છે. તેમાં પણ ખાસ કરીને આઈ મેક-અપ. કારણકે ફક્ત આઈ મેક-અપ કરવાથી પણ પોતાના ચહેરા પર તેઓ એક અનેરી સુંદરતા લાવી શકે છે. અમુક (કદાચ મોટા ભાગની) કન્યા, યુવતી, સ્ત્રી, કે મહિલાઓ દરરોજ ઘરેથી બહાર નીકળતા પહેલા કદાચ મેક-અપ કરતી નહિ હોય પણ, આઈ લાઈનરથી આઈ મેક-અપ કરવાનું ભૂલતી નહિ હોય. પરંતુ કદાચ તેમને એ ખ્યાલ પણ નહિ હોય અથવા એ બાબતથી તેઓ ખરેખર અજાણ હશે કે બજારમાં મળતા આઈ મેક-અપ માટે ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સ તેમની આંખોને નુકશાન પણ કરી શકે છે. આ કારણથી આજે અમે તમને જણાવીએ છીએ કે ઘરે તમારી જાતે જ હર્બલ અને નેચરલ આઇલાઇનર અને મસ્કારા કેવી રીતે બનાવી શકાય છે.

હર્બલ અને નેચરલ આઇલાઇનર બનાવવાની સામગ્રી

૧.) નાળીયેર તેલ 3 ચમચી
૨.) ચારકોલ (કોલસો) અડધી ચમચી
૩.) શિઆ બટર, જરૂરી માત્રામાં

હર્બલ અને નેચરલ આઇલાઇનર બનાવવાની રીત

આઈ લાઈનર ઘરે જાતે બનાવવા માટે સૌ પ્રથમ નાળીયેર તેલ, શિઆ બટર અને ચારકોલને, ત્રણેયને સારી રીતે મિશ્રણ કરો. જ્યારે તે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તે આઈ લાઈનર તમારી આંખમાં આંજવા માટે તૈયાર છે. હવે આઈ લાઈનરના બ્રશથી તેને તમારી આંખમાં લગાવો. જો તમારે આ આઈ લાઈનરનો શેડ બ્રાઉન કલરનો જોઈતો હોય તો તેના માટે તમે આ મિશ્રણમાં કોકો પાવડર ઉમેરીને તેનો બ્રાઉન કલર બનાવી શકો છો.

હર્બલ અને નેચરલ મસ્કારા બનાવવાની સામગ્રી

૧.) નાળીયેર તેલ 2 ચમચી
૨.) બીજ્વેક્સ 1 ચમચી (કદ્દુક્સ કરેલું)
૩.) એલોવેરા જેલ 4 ચમચી
૪.) કેપ્સ્યુલ એક્ટીવેટેડ ચારકોલ 1 થી 2
૫.) કોકો પાવડર

હર્બલ અને નેચરલ મસ્કારા ઘરે જાતે બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં 2 ચમચી નાળીયેર તેલ, 1 ચમચી કદ્દુક્સ કરેલું બીજ્વેક્સ અને 4 ચમચી એલોવેરા જેલ આ ત્રણેયને ધીમા તાપે પીગાળીને એક રસ થવા દો. હવે તેમાં કોકો પાવડર અથવા એક થી બે કેપ્સ્યુલ એક્ટીવેટેડ ચારકોલને તે મિશ્રણમાં નાખીને થોડા સમય માટે ગરમ કરો.

હવે આ મિશ્રણને સ્ટીક બૈગની મદદથી મસ્કારા ટ્યુબમાં ભરી દયો. હવે આ મિશ્રણ તમારા માટે મસ્કારા રૂપે તૈયાર છે. એક વાત ખાસ યાદ રાખો કે જ્યારે પણ તમે મસ્કારા લગાવો ત્યારે લગાવ્યા બાદ મસ્કારા ટ્યુબને તુર્તજ બંધ કરી દયો. કારણ કે ઘરે જાતે બનાવેલ મસ્કારા ખુલ્લું રહે તો ઝડપથી તે સુકાવા લાગે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment