ઘરથી દુર રહેવાવાળાઓ પર ‘Hypertension’ નો ખતરો વધારે, જાણો બચાવના ઉપાય…

5

આજે લોકો પોતાની જરૂરિયાતોને પૂરું કરવા માટે પરિવાર અને દોસ્તોથી દ્દુર રહી રહ્યા છે. ઘરથી દુર કમાવવા અથવા ભણવા આવેલા યુવાઓના સ્વભાવમાં ચીડચીડિયાપણું અને તણાવ જોઈ શકાય છે. જે તેને ઘણા ગંભીર રોગોનો શિકાર બનાવી દે છે. આજે દુનિયાભરમાં લોકો વર્લ્ડ હાયપરટેન્શન ડે ઉજવી રહ્યા છે. આ દિવસ દર વર્ષે 17 મેં એ મનાવવામાં આવે છે. હાઇપરટેન્શન અથવા ઉચુ બ્લડ પ્રેશર તે સ્થિતિ છે જેમાં ધમનીઓમાં રક્તનો દબાવ વધી જાય છે. દબાવની આ વૃદ્ધિથી લોહીની ધમનીઓમાં લોહીનો પ્રવાહ બનાવી રાખવા માટે હદયને સામાન્યથી વધારે કામ કરાવવાની આવશ્યકતા પડે છે. હાઇપરટેન્શનને હાઈ બ્લડ પ્રેશર પાન કહેવામાં આવે છે.

પીજીઆઈની કાર્ડિયોલોજીની ઓપેડીમાં થયેલી એક સ્ટડી અનુસાર હાઇપરટેન્શનનું મુખ્ય કારણ સ્ટ્રેસ અને અનિયંત્રિત ખાનપાન હોય છે. તેના જ કારણે વ્યક્તિનું બ્લડપ્રેશરનું સંતુલન બગડી જાય છે અને તે હાઇપરટેન્શનના કબ્જામાં આવી જાય છે. આ સ્ટડીમાં બતાવવામાં આવ્યું છે કે પહેલા આ બીમારી ફક્ત 45 ની ઉમરમાં જ શરુ થતી હતી. પણ હવે આ રોગ ૩૦ વર્ષોમાં પણ લોકોમાં જોઈ શકાય છે.

હેલ્થ ગાઈડલાઈન્સના અનુસાર 130/80 mmhg થી વધારે રક્તનો દબાવ થવા પર વ્યક્તિ હાઇપરટેન્શન અથવા બ્લડ પ્રેશરની શ્રેણીમાં આવી જાય છે. દર વર્ષે ભારતમાં આ રોગથી લગભગ 2.5 લાખ લોકોનું મૃત્યુ થઇ ચુક્યું છે. હાઈ બ્લડ પ્રેશર એક એવો રોગ છે જે શરીરના કોઈ પણ અંગને ક્યારેય પણ પ્રભાવિત કરી શકે છે. પણ તેનાથી સૌથી વધારે નુકશાન હદયને થાય છે.

હાઇપરટેન્શનનું કારણ.

  • મોટાપો.
  • નીંદરની અછત.
  • વધારે પડતો ગુસ્સો કરવોનોનવેજનું વધારે પડતું સેવન.
  • તૈલીય પદાર્થો અને અસ્વસ્થ ભોજનનું સેવન.

હાઇપરટેન્શનના લક્ષણ.

ઉચ્ચ રક્તચાપથી પીડિત વ્યક્તિને શરૂઆતમાં માથાની પાછળ અને ખંભામાં દુઃખાવો થાય છે.

હાઇપરટેન્શનને રોગીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

બ્લડ પ્રેશર વધવા પર વ્યક્તિને ઝાખું દેખાવા સાથે પેશાબની સાથે લોહી નીકળવાની સમસ્યા પણ થવા લાગે છે.

હાઈ બ્લડ પ્રેશર વધવાથી પીડિત વ્યક્તિને ચક્કર આવવા, થકાન અને સુસ્તી જેવા લક્ષણોની પણ ફરિયાદ હોઈ શકે છે.

તેની સાથે રાત્રે વ્યાક્તિને નિંદર ન આવવાની સાથે રાત્રે હદયના ધબકારાઓ પણ વધી જવાની સમસ્યા રહે છે.

હાઈ બ્લડ પ્રેશરથી બચવાના ઘરેલું ઉપાય.

હાઈ બ્લડ પ્રેશરથી બચવા માટે લસણની બે કડીઓને સવારે ખાલી પેટ પાણીની સાથે ચાવીને ખાવી જોઈએ. ચાવવામાં હેરાની થાય તો લસણના 5-6 ટીપા 20 મિલી પાણીમાં ભેળવીને પણ લઈ શકો છો.

મેથી અને અજમાના પાણીનો પ્રયોગ પણ કરી શકાય છે. તેના માટે એક ચમચી મેથી અને અજમા પાવડરને પાણીમાં પલાળો અને સવારે આ પાણીને પી લો.

હાઇપરટેન્શનથી રાહત મેળવવા માટે ત્રિફળાનો ઉપયોગ પણ ઘણો ફાયદાકારક રહે છે. તેના માટે 20 ગ્રામ ત્રિફળાને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે પાણીને ગાળીને તેમાં 2 ચમચી મધ નાખીને પીવાથી હાઇપરટેન્શનમાં ફાયદો મળે છે.

હાઇપરટેન્શન અથવા ઉચા બલ્ડ પ્રેશરના રોગીઓને લાઈફસ્ટાઇલથી જોડાયેલા કારવા જોઈએ આ બદલાવ

સૌથી પહેલા હાઇપરટેન્સનથી પીડિતા લોકોને પોતાનું એક શેડ્યુલ બનાવવું જોઈએ. સુવાથી લઈને યોગ સુધીનો એક સમય  નિશ્ચિત કરો.

હાઇપરટેન્શનના રોગીઓએ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર આખા શરીરની માલિશ કરવી જોઈએ.

તનાવને દુર કરવા માટે યોગ અને પ્રાણાયમ અચૂક ઉપાય છે.

વાત જો ખોરાકની કરીએ તો ઉચું બ્લડ પ્રેશર વાળા વ્યક્તિઓએ ભોજનમાં મીઠાની માત્રા ઓછી રાખવી જોઈએ.

દુધમાં હળદર અને તજનો પ્રયોગ કરવાથી લાભ મળે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment