ગોળ ખાવાના ઘણાબધા ફાયદા છે તો પછી આજથી જ શરુ કરો ગોળનો ઉપયોગ…

42

ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે. આવા સમયે ભારતીયો એવી વસ્તુઓ ખાવાની આદત રાખે છે, જેનાથી તેમના શરીરને ગરમાવો મળે. આવી અનેક ચીજવસ્તુઓ છે. જે ખાઈને શરીરમાં ગરમી પેદા થઈ શકે છે. પરંતુ ઠંડીના દિવસોમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો. આ નુસ્ખો હેલ્થ માટે બહુ જ કારગત નીવડશે. તેથી આજથી જ નક્કી કરો, જ્યાં જ્યાં રસોઈમાં ખાંડનો ઉપયોગ થાય છે, ત્યાં ગોળનો ઉપયોગ કરી લો. ગોળના આ ફાયદા જાણીને તમે ઠંડીમાં સો ટકા ખાંડને નહિ અડો.

ગોળની તાસીર ગરમ હોવાને કારણે તે શરદી, ખાંસી અને ખાસ કરીને કફથી રાહત આપવામાં મદદ કરે છે.


ગોળ ખાવાથી બ્લડ પ્રેશર સુધરે છે. તેનાથી માંસપેથીઓને આરામ મળે છે, જેથી શરીરનો દુખાવો ઓછો થાય છે.

ગેસ હોય કે એસિડિટીથી તમે પરેશાન હોવ તો ખાવાના બાદ થોડો ગોળ જરૂર ખાઓ. આવું કરવાથી કોઈ સમસ્યા નહિ આવે.
ગોળમાં ન્યૂટ્રીશિયન્સ વધુ માત્રામાં હોય છે. તે રેડ બ્લડ સેલ્સને હેલ્ધી રાખે છે. શરીરમાં આયર્નની માત્રા ઓછી થવા પર ગોળ મદદ કરી શકે છે.

ગોળ અને કાળા તલના લાડુ બનાવીને ઠંડીમાં ખાવાથી અસ્થમાની સમસ્યા નથી થતી અને શરીરમાં આવશ્યક ગરમી બની રહે છે.
ઠંડીમાં અનેક લોકોને કાનમાં દુખાવાની સમસ્યા થાય છે. આવામાં ગોળ અને ઘી મિક્સ કરીને ખાવાથી કાનના દુખાવામાં રાહત મળશે.

પીરિયડ્સની સમસ્યાઓમાં રાહત આપવા માટે ગોળ બહુ જ કામની ચીજ છે.

ગોળ શરીરમાં જળના અવધારણને ઓછું કરીને શરીરના વજનને નિયંત્રિત કરે છે અને હેલ્ધી બનાવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment