ગંભીર બીમારીને દૂર કરવા જાણો, ગ્રીન ટી પીવાથી થતા ફાયદાઓ વિષે …..

105
green-tea-benefit

ઘણા અભ્યાસોથી એક વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે ગ્રીન ટી આરોગ્ય માટે ખૂબ શ્રેષ્ઠ હોય છે અને તેને જમ્યા બાદ પીવાથી ઘણો આરામ મળે છે, ગૅસની સમસ્યા દૂર થઈ જાય છે. ગ્રીન ટીમાં વિટામીન સી, અન્ય એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે હેલ્થની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેને પીવાથી મોટાપા અને કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછું થઈ જાય છે. તેને પીવાથી આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.એટલા માટે પોતાની ડાયટમાં તેને સામેલ કરવી. જો તમે હેલ્ધી રહેવા માંગતા હોવ તો આજથી તેનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત તેને પીવાથી વજન પણ ઘટે છે. જો છાતીમાં બળતરા થતી હોય, તો તેને પીવાથી આરામ મળે છે. શરીરને ગ્રીન ટી પિવડાવવાથી ઘણા ફાયદાઓ થાય છે. તો આજે અમે તમને જણાવીશું ગ્રીન ટી પીવાના ફાયદા વિશે.
ગ્રીન ટી પીવાથી થતા ફાયદા –

કેન્સરથી બચાવે છેગ્રીન ટી કેન્સર જેવી ગંભીર બીમારીએને દૂર કરે છે. તે શરીરમાં કેન્સરની કોશિકાઓને નષ્ટ કરે છે. દરરોજ ગ્રીન ટી પીવાથી પાચન નળી અને મૂત્રાશયનું કેન્સર થવાની સંભાવના ઓછી થાય છે. તેમાં ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને કેન્સર સામે બચાવ કરે છે. એક કપ ગ્રીન ટી પીવાથી શરીરની અંદર કેન્સરના ટ્યુમર્સ બનતા રોકાય છે.

હાર્ટ અટેકથી બચાવે છેતે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે અને આપણી ધમનીઓને બ્લોક થતી રોકે છે. કેમ કે, ગ્રીન ટીમાં એવા તત્ત્તવો હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું રાખે છે. તેના લીધે બ્લડ પ્રેશર પણ નોર્મલ રહે છે. હાર્ટ અટેક અને હાર્ટને લગતી અન્ય બીમારીઓને આની મદદથી રોકી શકાય છે.હાર્ટ અટેક જેવી સમસ્યાથી બચી શકાય છે.

વજન ઓછું કરવા
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો ગ્રીન ટી બેસ્ટ ઓપ્શન છે. તેમાં રહેલાં કેફીન વજન ઘટાડવામાં મદદ કરે છે. ભોજન કર્યા પછી એક કપ ગ્રીન ટી પીવાથી પાચનશક્તિ મજબૂત રહે છે. તેમજ ખોરાક સરળતાથી પચી જાય છે. તેમજ તેની અંદર એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વજનને ઓછું કરવા માટે એક જરૂરી સામગ્રી છે. તે શરીરના મેટાબોલિઝ્મને વધારીને ભૂખ ઓછી કરે છે. રોજ સવારે ઘઉંના બ્રેડ સાથે વેજિટેબલ સલાડ અને ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે. ગ્રીન ટી તમારી કોફી, દારૂ, કોલ્ડ ડ્રિન્કની ટેવને પણ ઓછી કરે છે.

મોઢાની દૂર્ગંધને દૂર કરવાગ્રીન ટી પીવાથી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે એકદમ રામબાણ ઈલાજ છે. તેમાં એવા તત્ત્તવો હોય છે જે મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ ત્રણ કપ ગ્રીન ટી પીવાથી મોઢાની દુર્ગંધની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

મગજની બીમારીને દૂર કરે છે
ગ્રીન ટી મગજ માટે બહુ ફાયદાકારક છે. તેને દરરોજ પીવાથી મગજની બીમારીને દૂર કરી શકાય છે અને યાદશક્તિ પણ વધે છે. તેનાથી મગજની ભુલવાની બીમારી જેવી કે અલઝાઈમર અથવા પાર્કિશનની સમસ્યા દૂર થાય છે. તેમજ બાળકોને દિવસમાં બે વખત ગ્રીન ટી પીવડાવાથી એમણી યાદશક્તિ વધશે.

તણાવ ઓછો કરે છેટેન્શને દૂર કરવા અને હંમેશા રિલેક્શ રહેવા માટે દરરોજ ચાનું સેવન કરવું જોઈએ. પરંતુ ગ્રીન ટી તણાવ ઓછો કરવા માટે એકદમ ફાયદાકારક છે. તેમા રહેલા એમીનો એસિડ ચિંતા દૂર કરે છે અને તેનાથી મગજ રિલેક્શ રહે છે.

ત્વચા સંબંધી સમસ્યાજો તમે ગ્રીન ટી પીશો તો તે તમારા રક્તને અંદરથી સાફ કરશે જેનાથી તમે ડાઘ વગરની અને નિખરેલી ત્વચા મેળવશો. ગ્રીન ટીથી ચહેરા પર થતાં ખીલ અને તેના ડાઘા દૂર થઇ શકે છે. જો તમે ગ્રીન ટી પીશો તો તે તમારા રક્તને અંદરથી સાફ કરશે જેનાથી તમે ડાઘ વગરની અને નિખરેલી ત્વચા મેળવશો. ગ્રીન ટીથી ચહેરા પર થતાં ખીલ અને તેના ડાઘા દૂર થઇ શકે છે. ગ્રીન ટી પીવાથી ચેહરાનો ગ્લો પણ વધે છે.

લેખન. સંકલન : અશ્વિની ઠક્કર 

હેલ્થને લગતી માહિતી વાંચવા માટે અમારું પેજ લાઇક કરવાનું ભૂલતા નહિ….

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment