શું તમારી આઇબ્રો પહેલાથી જ પાતળી છે કે પછી પાર્લર વાળીની ભૂલના કારણે પાતળી થઇ ગઈ છે તો આ માહિતી તમારા માટે છે..

82

સુંદરતા માટે માત્ર સારા કપડા અને સારો મેકઅપ જ જરૂરી નથી હોત. પરંતુ શરીર પરની કેટલીક બાબતો પણ બહુ જ મહત્ત્વની હોય છે. જેમ કે આઈબ્રો. મોટી અને ભરાવદાર આઈબ્રો પણ ચહેરા માટે બહુ જ મહત્ત્વની છે. જો આઈબ્રો ઘાટી હોય તો ચહેરાની સુંદરતાની સાથે આંખોની સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જાય છે. કેટલીક યુવતીઓની આઈબ્રો બહુ જ પતળી હોય છે. જે મેકઅપ કર્યા બાદ પણ એટ્રેક્ટિવ નથી લાગતી. જેને કારણે ચહેરો ફિક્કો પડી જાય છે.તો ક્યારેક જેમની આઈબ્રો પાતળી હોય તેમને પેન્સિલથી આઈબ્રોને મોટી કરવી પડે છે. હાલ ટ્રેન્ડ અને ફેશન પર નજર કરીએ તો મોટી આઈબ્રોની ફેશન છે. પરંતુ દરેક વખતે પેન્સિલનો ઉપયોગ કરવો સ્વાસ્થય માટે સારું નથી. પણ તમે કેટલાક ઘરેલુ ઉપચારથી તમારી આઈબ્રોને ગ્રોથ કરી શકો છો. આ ઉપચાર ન માત્ર આઈબ્રો ઘાટી કરશે, પંરતુ તમારો લૂક પણ સારો કરશે.

આઈબ્રો વધારવા કરો આટલું

દરરોજ દિવસમાં બે વાર હળવા ગરમ પાણીને રુમાં પલાળીને તમારા આઈબ્રો પર લગાવો. તેના બાદ હાથથી અંદાજે 10 મિનીટ સુધી આઈબ્રોની મસાજ કરો. તેનાથી ત્વચામાં રક્તનો સંચાર વધવાની શરૂઆત થશે. જે વાળના ગ્રોથને તેજીથી વધારવા કામ આવે છે.

જૈતૂનના તેલની મદદથી તમે તમારી આઈબ્રો ઘાટીલી બનાવી શકો છો. કાળી અને ઘાટીલી આઈબ્રો મેળવવા માટે રોજ રાત્રે ઊંઘતા પહેલા જૈતૂનના તેલથી મસાજ કરો. જેનાથી તમારી આઈબ્રો જલ્દી વધશે.

આઈબ્રોનો ગ્રોથ વધારવો કોઈ ચમત્કારથી ઓછું નથી. ઈંડાની જર્દીમાં સિલેનિયમ હોય છે. જે આઈબ્રોને ઘાટીલી બનાવવામાં મદદ કરે છે. અઠવાડિયામાં બે વાર આઈબ્રો પર ઈંડાની જર્દી લગાવો.

રાત્રે ઊંઘતા પહેલા એલોવેરા જેલને રોજ આઈબ્રો પર લગાવો. તેનાથી આઈબ્રો જલ્દી કાળી અને ઘાટીલી થવાની શરૂ થશે. એલોવેરા જેલથી તમારી આઈબ્રો પર હળવા હાથથી મસાજ પણ કરો.

દિવસમાં ઓછામાં ઓછા બે વાર રુની મદદથી કાચુ દૂધ આઈબ્રો પર જરૂર લગાવો. તેનાથી વાળ નેચરલ રીતે કાળા થવાની શરૂઆત થશે.

1 કપ નારિયેળ તેલમાં 2 ચમચી લીંબની સૂકાયેલી છાલ નાખે પેસ્ટ તૈયાર કરો. તેને કોઈ ડબ્બીમાં ભરીને રાખી લો. રોજ રાત્રે આ તેલ આઈબ્રો પર લગાવો.

લેખન સંકલન : દીપેન પટેલ 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment