એક ગુજરાતી છોકરાના એક વિદેશી છોકરી સાથે “શાહી” લગ્ન…. કેવી રીતે થયો પ્રેમ ?

37

અત્યારે લગ્નની સીજન ચાલી રહી છે અને પતિ અને પત્ની તરીકે જોડીનું સર્જન કરનાર કુદરત હોઈ છે. આવુ જ વડોદરાના વૈષ્ણ‌વ પરિવારના યુવક સાથે થયું છે. છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં અભ્યાસ કરતો વડોદરાના યુવકે બ્રાઝિલની યુવતી સાથે પ્રેમ કર્યો હતો.

યુવક અને યુવતીએ તેમનાં પરિવારોને એમના પ્રેમ સંબંધ વિશે જણાવતા બંને પરિવારોએ સાથે મળીને વડોદરામાં ભારતીય પરંપરા મુજબ તેમના લગ્ન કરાવ્યા હતા. આ પ્રસંગે તેમના અંગતના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યાં લોકોએ તેમના લગ્નમાં આવીને આનંદ મેળવ્યો હતો. આ બ્રાઝિલની યુવતીએ હિન્દુ યુવક સાથે દાંપત્ય જીવનમાં પગ મુકતા જ હિન્દુ સંસ્કૃતિથી અભિભૂત થઈ માંસાહારનો ત્યાગ કરવાનો સંકલ્પ પણ કર્યો હતો.

વડોદરાના સુભાનપુરા વિસ્તારની સૌરભપાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ શાહનો પુત્ર પાર્થ છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન કેનેડામાં જ રહીને અભ્યાસ કરતી મૂળ બ્રાઝિલની યુવતી સાથે તેનો સંપર્ક થયો હતો. ત્યાર પછી તે  બંને વચ્ચે અવાર નવાર મળવાનું શરુ થયું. અને ત્યાર પછી અવાર નવાર ફોન પર વાતો થવા લાગી આ દરમિયાન બંનેની આંખો મળી ગઈ.

યુવક અને યુવતીએ એમના લગ્ન સંબંધ વિશેની વાત તેમના માતા પિતાને કરી તો તેમના પરિવાજનોએ રાજી ખુશીથી તેમની વાત માનીને તેમના લગ્નનું આયોજન કર્યું. આ બંને પરિવારજનોની સંમતિથી તેમના લગ્ન મંગળવારે વડોદરાના ગોરવા વિસ્તારના પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યા હતા.

લગ્ન માટે બ્રાઝિલથી યુવતીની માતા નાડિયા સેરપા અને પિતા માર્કો સેરપા અને સાથે તેમના ભાઈ અને ભાભી ૭ દિવસ પહેલા જ જાપાનથી વડોદરા આવી પહોંચ્યા હતા. મંગળવારે સવારે ૯ વાગે પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ગણેશ પૂજા, મંડપ મુહુર્ત અને ગ્રહશાંતિની પૂજામાં યુવતી સહિત તેના માતા પિતા, ભાઈ ભાભી લગ્ન પ્રસંગના ભારતીય રીતે પોષાક પહેરીને જોડાયા હતા.

જ્યોતિષ નયન જોશીએ યુવતી સહિતના તેના આખા પરિવારજનોને હિન્દુ સંસ્કૃતિથી થતી લગ્નવિધિનું મહત્વ સમજાવ્યું હતું. સાંજે ૭ વાગે પાર્થ અને કેરેલેનાએ લગ્નગ્રંથિમાં જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અને આ લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં સગાંસંબંધી અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

કેરેલેના લગ્ન ભારતીય સંસ્કૃતિ મુજબ થતાં તેમના માતા પિતા અને પરિવારજનો ખુશ થઈ ગયા હતાં. અને ત્યાં બધાને તેમણે કહ્યું કે આવા લગ્ન અમે પહેલીવાર જોયા છે. હિન્દુ યુવક સાથે દાંપત્ય જીવનની કેડી પર ચાલતી આ બ્રાઝિલની યુવતીએ તેમના પરિવારજનો સહીત હિન્દુ સંસ્કૃતિથી અભિભૂત થઈ માંસાહારનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment