ગુજરાતી હાંડવો બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

837

ગુજરાતી હાંડવો – વેજીટેબલ હાંડવો – હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. જે બહુ જ લઝીઝ છે અને દરેકને પસંદ આવે તેવી છે. ઘરે આવેલા મહેમાનો માટે પણ અલગ વાનગી તરીકે પીરસી સકાય છે. આ દેસી બેકડીસ એકદમ મનભાવક વાનગી માની એક ગણાય છે.

ગુજરાતી હાંડવાના મિશ્રણ માટે :

ચણાની દાળ, અડદની દાળ અને ચોખાનો લોટ : 2 કપ
દહીં : 4 ચમચી
પાણી : 2 કપ

ગુજરાતી હાંડવાના શાકભાજી :

બટાટા : 1/2 કપ, ખમણેલું
દૂધી : 1/2 કપ, ખમણેલું
લીલા વટાણા : 1/2 કપ
ડુંગળી : 1/3 કપ, ખમણેલું
લસણ : 2 લવિંગ, ખમણેલું
લીલા મરચાં : 1 મરચું, બારીક સમારેલું
હળદર પાવડર : 1/2 નાની-ચમચી
આદુ : 1 tsp, ખમણેલું
તલ : 1 ચમચી
સોડા બાઈ કાર્બોનેટ (ખાવાનો સોડા) : 1/2 ચમચી
મીઠું : 2 ચમચી અથવા સ્વાદ પ્રમાણે

ગુજરાતી હાંડવાને વઘારવા માટે :

રાય : 1/2 નાની-ચમચી
લીંબડો : 5 પત્તા
તલ : 1 ચમચી
સુકા લાલ મરચાં : 1 મરચું
હિંગ : 1/4 નાની-ચમચી

ગુજરાતી હાંડવાના સૂચનો :

ગુજરાતી હાંડવાના મિશ્રણ માટે :

1.) એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ, અડદની દાળનો લોટ અને ચોખાનો લોટ લો.
2.) લોટમાં 4 ચમચી દહીં નાખી મીક્સ કરો.
3.) હવે 2 કપ પાણી નાખી સારી રીતે મળાવી લો.
4.) હાંડવાના મિશ્રણને આથો લાવા માટે ગરમ જગ્યા ઉપર 8 થી 9 કલાક માટે મુકો.

ગુજરાતી હાંડવા મિશ્રણના શાકભાજી :

1.) હાંડવાના મિશ્રણમાં દુધી, બટાટા, ડુંગળી અને કોબીને ખમણીને હલાવી લો.
2.) લીલા વટાણા ઉમેરો અને મિક્સ કરો.
3.) હવે બારીક સમારેલું આડું, લસણ, લીલું મરચું અને હળદળ મીઠું નાખીને હાંડવાના મિશ્રણને સારી રીતે હલાવી લો. 4.) જરૂર મુજબ પાણી નાખીને હાંડવાના મિશ્રણને પાતળું કરી શકાઈ છે.
5.) એક નાની ચમચી તલના બીજ હાંડવાના મિશ્રણમાં મિક્સ કરો.
6.) હાંડવાનું મિશ્રણ ત્યાર છે. ચાલો હવે હાંડવો બનાવીએ.

કઢાઈમાં ગુજરાતી હાંડવો બનવા માટે :

1.) એક નોન – સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ, સુક્કા લાલ મરચા, તલ અને લીંબડાનો વઘાર કરો.
2.) એક હાંડવા જેટલું મિશ્રણ એક બોવ્લમાં લઇને એના ઉપર ચપટી ખાવાના સોડા નાખી અને લીંબુનો રસ નાખી હલાવી લો. આથી હાંડવો સરસ રીતે ફૂલશે અને નરમ બનશે.
3.) હવે વઘારની ઉપ્પર હાંડવાનું મિશ્રણ પાથરો.
4.) કઢાઈ ઢાકીને ધીમા ગેસ પર હાંડવાને ચડાવો.
5.) હાંડવાનો રંગ સુનેહરો થાય પછી બીજી બાજુ ફેરવીને ફરીથી પકાવો.
6.) તમારો ગુજરાતી હાંડવો ત્યાર છે.

ગરમા ગરમ ગુજરાતી હાંડવો ચા અથવા ટોમેટો સોસ સાથે પીરસો.

ગુજરાતી હાંડવાના મિશ્રણ માટે :

1.) એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ, અડદની દાળનો લોટ અને ચોખાનો લોટ લો.
2.) લોટમાં 4 ચમચી દહીં નાખી મીક્સ કરો.
3.) હવે 2 કપ પાણી નાખી સારી રીતે મળાવી લો.
4.) હાંડવાના મિશ્રણને આથો લાવા માટે ગરમ જગ્યા ઉપર 8 થી 9 કલાક માટે મુકો.

ગુજરાતી હાંડવા મિશ્રણના શાકભાજી :

1.) હાંડવાના મિશ્રણમાં દુધી, બટાટા, ડુંગળી અને કોબીને ખમણીને હલાવી લો. લીલા વટાણા ઉમેરો અને મિક્સ કરો.
2.) હવે બારીક સમારેલું આડું, લસણ, લીલું મરચું અને હળદળ મીઠું નાખીને હાંડવાના મિશ્રણને સારી રીતે હલાવી લો. 3.) જરૂર મુજબ પાણી નાખીને હાંડવાના મિશ્રણને પાતળું કરી શકાઈ છે.
4.) એક નાની ચમચી તલના બીજ હાંડવાના મિશ્રણમાં મિક્સ કરો.
5.) હાંડવાનું મિશ્રણ ત્યાર છે. તો ચાલો હવે હાંડવો બનાવીએ.

કઢાઈમાં ગુજરાતી હાંડવો બનવા માટે :

1.) એક નોન – સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ, સુક્કા લાલ મરચા, તલ અને લીંબડાનો વઘાર કરો.
2.) એક હાંડવા જેટલું મિશ્રણ એક બોવ્લમાં લઇને એના ઉપર ચપટી ખાવાના સોડા નાખી અને લીંબુનો રસ નાખી હલાવી લો. આથી હાંડવો સરસ રીતે ફૂલશે અને નરમ બનશે.
3.) હવે વઘારની ઉપ્પર હાંડવાનું મિશ્રણ પાથરો.
4.) કઢાઈ ઢાકીને ધીમા ગેસ પર હાંડવાને ચડાવો.
5.) હાંડવાનો રંગ સુનેહરો થાય પછી બીજી બાજુ ફેરવીને બનાવો.
6.) હાંડવો ત્યાર છે. પીરસવા માટે.

હાંડવો ત્યાર છે. ગરમા ગરમ ગુજરાતી હાંડવો ચા અથવા ટોમેટો સોસ કે લીલી ચટણી સાથે પીરસો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment