ક્ષાત ક્ષાત હનુમાનજી હાજર છે સોશિયલ મીડિયા પર, મુસ્લિમ દેશમાં પણ પૂજાય છે…

25

આ દિવસોમાં હનુમાન ભગવાનને લઈને સોશીયલ મીડિયા પર ઘણું બધું ચાલી રહ્યું છે. વાત એવી છે કે દલિત, તો કોઈ જાટ, તો કોઈ આદિવાસી, તો કેટલાક મુસલમાન તો કોઈ ચીની બતાવે છે. હનુમાનજીના જાતી, ધર્મને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. કયારેક સોશીયલ મીડિયા પર હનુમાનજીનું જાતી પ્રમાણપત્ર તો ક્યારેક તેનું આધારકાર્ડ વાયરલ થઇ રહ્યું છે. હનુમાનજીને લઇને ઉડી રહેલી અફવાઓ સોશીયલ મીડિયા પર પર એક નવી ચર્ચા શરું થઇ ગઈ છે.

આજે અમે તમને હનુમાનજીને લઈને થઇ રહેલી ચર્ચાની વચ્ચે સોશીયલ મીડિયાવાળા હનુમાનજી સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. આમ તો દુનિયાના ખૂણે ખૂણેમાં કઈક ને કઈક ચમત્કાર જોવા મળી રહ્યા છે. આમા કેટલાક ચમત્કાર એવા હોય છે જેના વિશે તમે જાણીને તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય છે.

કહેવાય છે કે દુનિયામાં એકજ મોઢાના સાત લોકો રહે છે. આજે અમે તમને ભગવાનના હમસકલ સાથે મળાવવા જઈ રહ્યા છીએ. હકીકતમાં આ છોકરાનો ચહેરો હનુમાનજીના ચહેરા સાથે ઘણા પ્રમાણ સુધી મળે છે. એટલુંજ નહિ આ છોકરો મુસ્લિમ સમુદાય સાથે સંબંધ ધરાવે છે.

જાણકારી અનુસાર, ઇન્ડોનેશયાના ઉતરી કાલીમંતન વિસ્તારના મમબુરંગ ગામમાં રહેવાવાળા મોહમ્મદ રેહાનનો ચહેરો હનુમાનજીના ચહેરાથી ઘણા પ્રમાણમાં મળતો આવે છે. મુસ્લિમ દેશ હોવા છતા અહિય હિંદુ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. ૧૪ વર્ષનો મોહમ્મદ રેહાન અહિયાં તેની વિધવા માં અને ચાર ભાઈ બહેનોની સાથે રહે છે.

તમને જણાવી દઈએ કે મોહમ્મદ રેહાન એક ખુબજ દુર્લભ વેયરવુલ્ફ નામની જેનેટિક બીમારીથી પીડાય છે. આ બીમારીથી પીડાતા વ્યક્તિને શરીર પર ઘાટા વાળ ઉગવા લાગે છે અને તે ઘણી હદ સુધી વાંદરા જેવો દેખાય છે. વેયરવુલ્ફ બીમારીના કારણે તે માથાથી લઈને પગ સુધી ત્રણ ઇંચ લાંબા વાળોથી ઢંકાઇ ગયો છે. જો કે રેહાનની આ બીમારીનો ઈલાજ સંભવ છે તો પણ રેહાન ઈલાજ કરાવવા માંગતો નથી.

રેહાન વિશે જાણીને લોકો તેના આશીર્વાદ લેવા માટે આવવા લાગ્યા છે. તેને લોકો બજરંગબલીનું રૂપ માને છે. રેહાન પણ આ બધી વસ્તુઓથી ખુશ છે અને કહે છે કે આ ભગવાને દીધેલું વરદાન છે, તેને ઓપરેશન કરાવવાની જરૂર નથી.

તમને જણાવી દઈએ કે આવું જીન્સમાં પરિવર્તનના કારણે થાય છે. આવો રોગ લાખો લોકોમાંથી કોઈ એકને હોય છે. જો કે આજે આવા રોગોનો ઈલાજ પણ છે. રેહાનની માં કહે છે કે રેહાનના પિતાના શરીરમાં પણ આટલા જ વાળ હતા પણ તેને ક્યારેય તકલીફ નથી થઇ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment