દરેક પત્ની માટે આજે સોનેરી સલાહ… વાંચો અને જીવનમાં ઉતારો…

54

સ્કૂલ કોલેજ લાઈફમાં બનેલા મિત્રો બાદમાં એવા ખાસ બની જાય છે કે, તે આજીવન ટકે છે. પછી તે યુવક હોય કે યુવતી. દરેકને કોઈને કોઈ ખાસ મિત્ર હોય, જેની સાથે તમે દિલની બધી જ વાતો શેર કરતા રહો છો. લગ્ન બાદ પણ અનેક લોકો પોતાના દિલની વાતો મિત્રોને શેર કરે છે. ખાસ કરીને યુવતીઓ. તે પોતાના લગ્ન સાથે જોડાયેલી અને પતિની મોટાભાગની વાતો પોતાની ફ્રેન્ડ્સ સાથે શેર કરી છે. પરંતુ પતિની કેટલીક એવી બાબતો એવી હોય છે, જે કોઈને જ કહેવાની નથી હોતી. તો આજે અમે તમને બતાવીએ કે, એવી કઈ બાબતો છે.

પતિની સિક્રેટ વાતો ન કહેવી
પતિનો ડર અને આદતોને સિક્રેટ રાખો

માત્ર મહિલાઓ જ નહિ, પુરુષોને પણ અનેક વાતોનો ડર લાગે છે. મહિલાઓની જેમ પુરુષો પણ વંદા, ગરોળી જેવા નાના નાના જંતુઓથી ડરે છે. તમને ભલે પતિની આ નબળાઈ વિશે માહિતી હોય, પણ તે વાત તમારા સુધી જ રાખો. આ વાત જો તમે બીજા કોઈને કહેશો તો કદાચ તમે તેનો ભરોસો ગુમાવી પણ શકો છો. તેમજ પતિની કેટલીક આદતો પણ બીજાને ન કહેવી.
ગુસ્સામાં પતિએ કહેલી વાતો

પતિ-પત્નીનો સંબંધ એવો છે, જેમાં પ્રેમની સાથે ક્યારેક ઝઘડો પણ આવે છે. અનેકવાર એવું બને છે કે, પતિ ગુસ્સામાં આવીને એવું કહી જાય છે જે પત્નીના દિલને દર્દ આપે છે. જો તમારા પતિએ ગુસ્સામાં કઈ કહી દીધું હોય તો તમને તે ખોટી ભલે લાગે. પરંતુ આ વાતને ક્યારેય તમારા ફ્રેન્ડ્સ સાથે શેર ન કરતા. કેમ કે, તમારા મિત્રની નજરમાં તમારા પતિની ઈજ્જત ઓછી થઈ શકે છે.
ઈન્ટીમેટ લાઈફની વાતો
અનેક લોકો પોતાના પાર્ટનર સાથે વિતાવેલા ઈન્ટીમેટ અને યાદગાર પળોને પોતાના બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે શેર કરે છે. આ વાતો શેર કરવી મહિલાઓને સારુ લાગે છે, પરંતુ ભૂલથી પણ આવી વાતો ફ્રેન્ડ્સને શેર ન કરતા. કેમ કે, તે આગળ જઈને તેની અસર વિપરિત પણ આવી શકે છે.
પતિના જૂના રિલેશનની વાતો

કેટલાક કપલ એવા હોય છે, જે પોતાના વિતેલા ભૂતકાળ, પોતાના જૂના રિલેશન વિશે એકબીજાને દિલ ખોલીને કહી દે છે. આ વાત ભરોસો વ્યક્ત કરે છે. ભરોસો હોય તો જ કપલ એકબીજાને આ વાત કરતા હોય છે. તેથી પતિના જૂના રિલેશન હંમેશા સિક્રેટ રાખવાના હોય છે અને તે સિક્રેટ રાખવાની જવાબદારી પત્નીની હોય છે. તેથી પતિના વિતેલા ભૂતકાળની વાતો ક્યારેય કોઈને ન કહેતા.
પતિની નોકરી અને આવક

જો તમારા પતિનો નોકરીમાં ગ્રોથ નથી થઈ રહ્યો અને તેની આવક પણ ઓછી છે તો આ વાતને તમારા સુધી જ સીમિત રાખો. જો તમે આ પ્રકારની વાતો તમારા ફ્રેન્ડ્સને કરશો તો તે તમારા પતિની ઈમેજ તેમના નજરમાં ખરાબ કરી શકે છે. અને જો તમારા પતિને નોકરીની જરૂર છે, અને તમને આ વાત કોઈ ફ્રેન્ડને કહેવી છે તો તે પણ પોઝીટિવ બનીને કહો. પતિની નેગેટિવ બાબતોથી ફ્રેન્ડ પરત તેની ઈમેજ બગાડી શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment