હવે તમે પણ બનાવો ચટપટી ભેળ માત્ર ૫ મીનીટમાં

61

જો તમે ઘરે એકલા છો અને તમારું મન ક્યાય નથી લાગી રહ્યું તો તમે રસોઈ બનાવવા લાગો અને મારો વિશ્વાસ કરો તમારો ટાઇમ આમજ પૂરો થઇ જશે. હવે અમુક લોકો જેને રસોઈ બનાવતા નથી આવડતી એ શું કરશે ? તો એ જરૂરી નથી કે એ તમે ગેસ પર જ ખાવાનું બનાવો, તમે ગેસ વિના પણ અમુક વસ્તુઓ બનાવી શકો છો, જેમકે ભેળ, આને બનાવી ખુબજ સહેલી છે અને આ ખુબજ ચટપટી અને ટેસ્ટી પણ હોય છે. જો તમને ભૂખ લાગી હોઈ તો આ ટાઇમમાં આને બનાવી શકો છો, કેમ કે આને બનાવવામાં માત્ર ૫ મિનીટ લાગે છે, તો ચાલો આજે તમને કહીશ કે ભેળ કેવી રીતે બનાવશું

સામગ્રી :

મમરા ૪ કપ, તેલ ૧ ચમચી, હળદર ૧/૪ ચમચી, સેવ ૧ વાટકી, ચેવડો ૧ વાટકી, બોમ્બે મિક્ષ્ચર ૧ વાટકી, બાફેલા બટેકા ૨ નંગ, કોથમીર ૧/૫ વાટકી,બાફેલા કાબુલી ચણા ૧ વાટકી, કાપેલી ડુંગળી ૧, ટમેટું ૧, મરચા ૪, લાલ ચટણી ૧ ચમચી, ચાર્ટ મસાલો ૨ ચમચી, નમક સ્વાદ અનુસાર, આમલીની ચટણી

બનાવવા માટેની રીત :

૧) સૌથી પહેલા તો મેં આ મમરામાં એક ચમચી તેલ અને થોડીક હળદર નાખીને મિક્ષ કર્યું છે.

૨) પછી એમાં ચેવડો, બોમ્બે મિક્ષ્ચર અને સેવ નાખી છે.

૩) પછી એમાં બાફેલા બટેકાના ટુકડા, ટામેટા, કાબુલી ચણા, ડુંગળી, લીલા મરચા અને કોથમીર નાખી છે.

૪)  અને પછી એમાં લાલ ચટણી, ચાર્ટ મસાલો, નમક પણ નાખી દીધું છે ( ચટણીને તમારા ટેસ્ટ મુજબ વધારે અથવા ઓછી કરી શકો છો )

૫) હવે એમાં આંબલીની ચટણી નાખી છે. (આમલીની ચટણીને તમારા ટેસ્ટ મુજબ વધારે અથવા ઓછી કરી શકો છો)

૬) હવે તેને સારી રીતે ભેળવી દો.

૭) હવે આપણી ચટપટી ભેળ તૈયાર છે એને એક પ્લેટમાં કાઢી લો.

સુચન :

બેટકા અને કાબુલી ચણાને પહેલીથી જ બાફી ને રાખી દેવા, તમને હળદર વિનાની ભેળ પણ બનાવી શકો છો, બનાવતા પહેલા બધી જ સામગ્રી એક જગ્યાએ ભેગી કરી લો જેથી બનાવતી વખતે કઈ પણ ભૂલાય નહિ, ભેળ બનાવ્યા પછી તરત જ તેને ખાઈ લેવી નહીતર તમારી ભેળ ક્રીશ્પી રહશે નહિ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment