રોટલી કેવી રીતે બનાવશો સરળ રીતે

58

ઘણા એવા લોકો છે કે તેમની પાસે ખરેખર સમય હોતો નથી અથવા એમને રોટલી બનાવતા આવડતી નથી. જેમાં મોટા ભાગે નોકરિયાત વર્ગ અને અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આવા લોકો અને વિદ્યાર્થીઓ માટે એક ખુશીના સમાચાર છે કે તેઓ સરળતાથી રોટલી બનાવી શકે તેવી રીત આજે અમે તમને જણાવવાના છીએ. રોટલી કેટલાય પ્રકારની અને અનેક રીતે બનાવી શકાય છે. જેમ કે ઘઉંના લોટની, મકાઈના લોટની, જારના લોટની, અમુક અનાજને મિક્સ કરીને પણ રોટલી બનાવી શકાય છે. પરંતુ મોટા ભાગે લોકો ઘઉના લોટની રોટલી બનાવતા હોય છે. તો ચાલો ઘઉના લોટની રોટલી કઈ રીતે બનાવાય તે જોઈએ.

ઘઉના લોટની રોટલી બનાવવા માટેની સામગ્રી :

2 કપ ઘઉંનો લોટ, 1 થી 1/2 કપ પાણી, 2 ચમચી તેલ અથવા ઘી.

ઘઉના લોટની રોટલી બનાવવા માટેની રીત :

૧.) સૌ પ્રથમ 2 કપ ઘઉંનો લોટ લઇ તેમાં 2 ચમચી તેલ અથવા ઘી નાખી તેને હાથથી મસળીને તેનો લોટ બાંધો.

૨.) પછી તેમાં સહેજ ગરમ પાણી થોડું થોડું નાખી ફરીથી હાથથી મસળી લોટ બાંધો.

૩.) આવી રીતે જરૂરીયાત પ્રમાણે પાણી નાખી ફરીથી હાથથી મસળી લોટ બાંધી લોટનો પિંડો તૈયાર કરવો.

૪.) હવે તેને 15 મિનીટ સુધી ઢાંકીને એમ જ રહેવા દો.

૫.) ગેસ ચાલુ કરી તેના પર લોઢી કે માટીની તાવળી મૂકી તેને ગરમ થવા દો.

૬.) એક બાઉલમાં ઘઉનો સાદો કોરો લોટ કાઢી લેવો અને બીજા બાઉલમાં તેલ કાઢી લેવું.

૭.) હવે લોઢી કે માટીની તાવળી ગરમ થાય ત્યાં સુધીમાં ઘઉના લોટના પીંડાને ફરીથી હાથથી મસળી લેવો.

૮.) પછી તેનું એક લુવું લઇ તેને ઘઉના કોરા લોટમાં બંને બાજુ ફેરવીને કોરા લોટ વાળું કરી લેવું. પાટલો અને વેલણની મદદથી તેને વણીને રોટલી તૈયાર કરવી.

૮.) પાટલા પર રોટલી વણતી વખતે જો રોટલીનો લોટ પાટલાને કે વેલણને ચોંટતો હોય તેવું લાગે તો થોડો કોરો લોટ ફરીથી તેના પર બંને બાજુ નાખી હાથથી બધી બાજુ ફેલાવીને વણવું.

૯.) જો તમને રોટલી ગોળ ગોળ વણતા બનાવતા આવડતી ન હોય તો રોટલીને મોટી બનાવવી. તેના પર એકકાઠા વળેલા ન હોય તેવો ધાર વાળો વાટકોકે કટોરો લઇ તેને વણેલી રોટલી પર ઊંધો મૂકી જોરથી દબાવી ગોળ ગોળ ફેરવવો. વાટકાને કે કટોરાને એમજ રહેવા દઈ બહારની બાજુનો કટિંગ થયેલો ભાગ કાઢી લેવો.

૧૦.) પછી કટોરાને ઉઠાવી લેશો એટલે નીચે ગોળ રોટલી તૈયાર હશે. (જો સરળ રીતે ગોળ રોટલી વણતા ન આવડતી હોય કે ફાવતી હોય તો આવી રીતે દરેક રોટલી વણી લેવી.)

૧૧.) હવે વણેલી રોટલીને ગેસ પર મુકેલ લોઢી કે માટીની તાવળી ગરમ થઇ હોય તેમાં ધીમેથી મુકવી.

૧૨.)એકાદ મિનીટ રહેવા દઈ રોટલીને તવિથાની કેચપ્પુની મદદથી કિનારાની ધારથી ઉંચી કરી સાઈડ ફેરવી લેવી. એટલે કે નીચેની સાઈડ ઉપરની તરફ અને ઉપરની બાજુ નીચે તરફકરવી.

૧3.) આવી રીતે ત્રણ ચાર વાર ઉલટ સુલટ ફેરવતા રહી થોડી થોડી વારે રોટલીને ગોળ ગોળ ફેરવતી જવી, અને ધીમા હળવા હાથે ચારે બાજુ દબાવવી. શક્ય છે રોટલી ફુગ્ગાની માફક ફૂલશે. રોટલી પાકીને તૈયાર થઇ જાય એટલે તેને કાઢી લઇ બીજી રોટલીને લોઢી કે માટીની તાવળીમાં મુકવી.

૧૩.) આમ દરેક રોટલી પકાવી લેવી.

જો બે પડ વાળી રોટલી બનાવવી હોય તો

૧.) ઉપરની રીત મુજબ જ એક લુવું લઇ તેના પર બંને બાજુ તેલ લગાવી તેને ઘઉના કોરા લોટમાં ચારે બાજુ ફેરવી લેવું. આવીજ રીતે બીજા લુવાને પણ કરી લેવું.

૨.) હવે આ બંને લુવાને એક બીજા પર મૂકી તેને પાટલા પર મૂકી વેલણથી રોટલીની માફક વણી લેવું.

૩.) બાકીની દરેક ક્રિયા ઉપર મુજબ કરવી.

૪.) આમ તમારી બે પડ વાળી રોટલી તૈયાર થઇ જશે.

ખાસ સુચના : 

શક્ય હોય ત્યાં સુધી એક રોટલી વણીને લોઢીમાં પકાવવા માટે નાખો ત્યાર પછી જ બીજું લુવું લઇ તાજી રોટલી વણવી. આમ દરેક વખતે કરવું.જેથી વણેલી રોટલી તાજી રહેશે. જો પહેલા એકસાથે રોટલી વણી લેશો તો શક્ય છે વણેલી રોટલી સુકાઈ જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment