હવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…

26

ચાલો આજે અમે તમને સ્ટ્રીટ ફૂડમાં આવતી ચાઇનીઝ ભેળ કે જેમાં બાફેલા અને તળેલા નૂડલ્સ અને ફ્રાઈડ શાકભાજી હોય છે એનો એક અલગ અને મજેદાર સ્વાદ સાથે રૂબરૂ કરાવીએ.

સામગ્રી

બાફેલા નૂડલ્સ ૧૦૦ ગ્રામ, ગાજર ૧ નંગ (જીણા લંબાઈમાં કાપેલા), શિમલા મરચી ૧ નંગ (જીણી લંબાઈમાં કાપેલી), કોબી ૧ કપ (જીણી લંબાઈમાં કાપેલી), ટમેટા સોસ ૨ ચમચી, તેલ ૧ ચમચી, ધાણાભાજી ૨ ચમચી (જીણી કાપેલી), લીલા મરચાં ૨ નંગ (જીણા કાપેલા), ચાટ મસાલો અડધી ચમચી, મીઠું અડધી ચમચી અને તેલ તળવા માટે

રીત

કોઈ વાસણમાં એટલું પાણી ગરમ કરવા માટે રાખો કે નૂડલ્સ સારી રીતે પાણીમાં ડૂબી શકે. પાણીમાં નાની અડધી ચમચી મીઠું અને ૧ થી ૨ નાની ચમચી તેલ નાખો. પાણી ઉકળી જાય પછી નૂડલ્સને ઉકળતા પાણીમાં નાખો અને ફરીથી ઉકળી જાય પછી ૯ થી ૧૦ મિનિટ સુધી નૂડલ્સને નરમ થાય ત્યાં સુધી ઉકાળી લો. બાફેલા નૂડલ્સમાંથી વધારાનું પાણી કાઢી નાખો અને ઠંડા પાણીમાં ધોઈ લો. બાફેલા નૂડલ્સ થોડા થોડા અલગ કરતાં ઠંડા થવા દો.

નૂડલ્સને તળો

કડાઈમાં તેલ નાખીને ગરમ કરવા માટે મુકો. નૂડલ્સ તળવા માટે એકદમ સારું ગરમ તેલ હોવું જોઈએ અને ગેસ પણ ફૂલ રાખો. ગરમ તેલમાં થોડા થોડા નૂડલ્સને નાખીને આને તળી લો. નૂડલ્સના હલ્કા ગોલ્ડન બ્રાઉન થવા પર અને સરખા શેકાય જવા પર આને પ્લેટમાં કાઢી લો અને બાકી વધેલા નૂડલ્સ પણ આ જ રીતે તળીને તૈયાર કરી લો.

શાકભાજી ફ્રાય કરો

ભેળ બનાવવા માટે પૈનમાં ૧ ચમચી તેલ નાખીને ગરમ કરો. તેલ ગરમ થવા પર ઝીણાં કાપેલ લીલા મરચાં નાખી દો. મરચાંના થોડાક શેકાવા પર આમાં લાંબા કાપેલા ગાજર, શિમલા મરચી અને કોબી નાખી દો અને જડપી તાપે ૧ મિનિટ સુધી હલ્કા ક્રન્ચી થવા સુધી હલાવી લો. શાકભાજીમાં નાની અડધી ચમચી મીઠું નાખીને મિક્સ કરી નાખો.

શાકભાજી ફ્રાય થયા પછી એમાં ચાટ મસાલો અને ટામેટા સોસ નાખીને બધી વસ્તુઓને સારી રીતે ભળવા સુધી મેળવી લો. ભેળ બનાવવા માટે મસાલેદાર સબ્જી પણ બનીને તૈયાર છે.

ભેળ બનાવો

ભેળ બનાવવા માટે એક મોટો કપ લઇ લો. આમાં ફ્રાય કરેલા નૂડલ્સને તોડીને નાખી દો. પછી એમાં શાકભાજીઓ પણ નાખી દો અને સારી રીતે મેળવી લો. આમાં થોડીક ધાણાભાજી પણ નાખી દો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જવા પર બનીને તૈયાર છે. નૂડલ્સ ભેળને પ્લેટમાં કાઢી લો અને ધાણાભાજીથી સજાવો. સ્વાદિષ્ટ ભેળ નૂડલ્સને પીરસો અને ખાઓ.

સુચના

શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણે  મશરૂમ, બેબી કોર્ન અથવા તમને મનપસંદ લઇ શકો છો. જો તમે ડુંગળી અને લસણ ખાવાનું પસંદ કરો છો તો તમે શાકભાજી ફ્રાય કરતાં પહેલા તેલમાં ૩ થી ૪ લસણની કળીઓ જીણી કાપીને નાખી શકો છો. જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરો છો આમાં રેડ ચીલી સોસ અથવા શેજવાન સોસ પણ નાખી શકો છો. ભેળ બનાવવા માટે નૂડલ્સને તમે પહેલાથી ફ્રાય કરીને એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે ભેળ બનાવવા માટે આનો ઉપયોગ કરી શકો છો. તમે આમાં લીલી ડુંગળી નાખીને આને ગાર્નીશ પણ કરી શકો છો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment