સૌથી સરળ રીતે મેથી પકોડા બનાવવાની આસાન રીત

55

શિયાળાની ઠંડી ઋતુમાં માર્કેટમાં મેથી ખુબજ જોવા મળે છે. જો કે આમ તો તમે મેથીનું શાક બનાવતા જ હશો, પણ તે સિવાય તમે મેથીના પરોઠા, મેથીના પકોડા વગેરે પણ બનાવી શકો છો. મેથીમાં ઘણા બધા વિટામીન્સ આવેલા હોય છે. જેથી મેથી ખાવી આરોગ્ય માટે પણ લાભદાયક છે. ઠંડી ઋતુમાં સવારે ચા સાથે મેથીના પકોડા ખુબજ સારા લાગે છે. જો કે પકોડા ચા સિવાય ગમે ત્યારે, ખાવાના સમયે પણ ખાઈ શકાય છે. તો આજે અમે તમારા માટે મેથીના પકોડા બનાવવાની સરળ અને આસન જાણકારી લઈને આવ્યા છીએ. તો ચાલો આજે અમે તમને મેથીના પકોડા બનાવવાની રીત જણાવીએ.

મેથીના પકોડા બનાવવાની સામગ્રી :

ચણાનો લોટ 150 ગ્રામ, રવો 100 ગ્રામ, આદુ oll ઇંચ, લસણ 8 થી10 કળી, લીલા મરચા 2, લીંબુનો રસ 2 ચમચી, અજમો oll ચમચી, મર્ચાનો પાવડર oll ચમચી, હળદર oll ચમચી, 1ચપટી હિંગ, તળવા માટે તેલ અને સ્વાદ અનુસાર મીઠું.

મેથીના પકોડા બનાવવાની રીત:

૧.) સૌ પ્રથમ મેથીના પાનને તેની ડાળખીમાંથી તોડી તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ નાખો.

૨.) એક બાઉલમાં ચણાનો લોટ, આદુ, રવો, લસણ, લીલા મરચા, અજમો, હિંગ, લીંબુનો રસ, મરચાનો પાવડર, હળદર, મીઠું થોડુક પાણી નાખીને મિક્સ કરો.

૩.) ત્યાર બાદ તેને 10 મિનીટ સુધી જે તે સ્થિતિમાં રહેવા દયો.

૪.) મેથીના પાનના બારીક ટુકડા કરો.

૫.) હવે આ ટુકડા કરેલ મેથીના પાનને પેલા બાઉલમાં નાખી સારી રીતે હલાવી મિક્સ કરો.

૬.) જો બાઉલમાં ચણાના લોટમાં મિક્સ કરેલ દરેક વસ્તુ ઘટ્ટ લાગે તો જરૂરિયાત મુજબ થોડુક પાણી ઉમેરીને મિક્સ કરો.

૭.) હવે તેના નાના નાના અને ગોળ ગોળ બોલ બનાવો.

૮.) હવે તળવા માટેના પેનમાં તેલ નાખી તેને ગેસ પર ગરમ કરવા મુકો.

૯.) જયારે તેલ જરૂરિયાત મુજબ ગરમ થઇ જાય ત્યારે પેલા ગોળ ગોળ બોલને તળવા માટે પેનમાં નાખો. ગેસનો તાપ મધ્યમ રાખો.

૧૦.) જયારે આ બોલ ભૂરા કલરના દેખાવા લાગે ત્યારે તેને ઝારાની મદદથી પલટાવો.

૧૧.) જયારે બંને બાજુ પાકી જાય ત્યારે તેને બહાર કાઢી લેવા. આવી રીતે દરેક પકોડા તળીને સારી રીતે પકાવી લેવા.

૧૨.) હવે તમારા ગરમા ગરમ પકોડા તૈયાર છે. તેને કોથમીર (ધાણાભાજી) અને મરચાની ચટણી સાથે કેસોસ સાથે તમે પણ ખાવ અને બીજાને પણ ખવડાવો.

મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment