હવે તમે પણ ઘરે બનાવો મસાલા “ચણા દાલ વડા”

60

સામગ્રી :

૧/૨ કપ ચણા દાલ, ૧ નંગ ડુંગળી, બારીક કાપેલી ૧ લીલી મરચી, ૧/૨ ઈસ આદુનો ટુકડો, ૪ કે ૫ કરીના પાન, ૨ ચમચી બારીક કાપેલી કોથમીર, નમક સ્વાદ અનુસાર, અને તેલ તળવા માટે,

વિધિ :

૧) ચણા દાળને પાણીમાં નાખી અને ૨ કલાક સુધી તેને પલાળી રાખો. પછી તેને પાણીમાંથી કાઢી અને એક બાઉલમાં કાઢી લો.

૨) પછી તેને મિક્ષરમાં પિલવા માટે એ બાઉલમાં દાલને નાખો

૩) પછી તેને સારી રીતે મિક્ષરમાં પીલાઈ કરો અને થોડી વાર પછી જોઇ લેવું કે દાલ પીલાઈ ગઈ છે જો નાં પીલાઈ હોઈ તો બીજી વાર મિક્ષરમાં માં પીછો

૪) હવે પીલાય ગયેલ દાળને એક બાઉલમાં કાઢીને તેમાં બારીક કાપેલી ડુંગળી, આદુ, લીલી મરચી, કરીના પાન, લીલી કોથમીર અને નમક નાખો.

૫) બધી સામગ્રી નાખીને તેનું મિશ્રણ બનાવો અને તે બહુ ઢીલુ ન થઇ તેનું ધ્યાન રાખવું. જો મિશ્રણ બહુ ઢીલુ  થઇ જાય તો તેમાં થોડો ચણાનો લોટ નાખો એટલે મિશ્રણ નરમ થઇ જશે અને તેના વડા બનાવા સહેલા રહશે

૬) હવે તમારી હથેળીમાં થોડું તેલ લો અને તે મિશ્રને હાથમાં લઇ લીબું જેવો આકાર આપીને તેના વડા બનાવો.

૭) હવે એક કડાઈમાં તેલ નાખીને તેને મધ્યમ ગેસ પર ગરમ કરો. તેલ ગરમ થઇ જઈ પછી તે કડાઈમાં એક સાઈડ વડા નાખો અને કુરકુરા થઇ જાય ત્યાં સુધી તળો.

૮) અને સારી રીતે બધા વડા તળાઈ જાઈ પછી એક પ્લેટમાં પેપર નેપકીન રાખીને તે વડા તેમાં મુકો

સુસના :

દાળને પીસતી વખતે તેમાં પાણી ન નાખો. વડાને બહુ ગરમ તેલમાં નાં તળો જો એવું કરશો તો વડાનો ઉપરનો ભાગ ભૂરો થઇ જશે અને અંદરથી તે વડુ કાચું રહશે. સ્ટેપ ૫ માં બતાવેલા પ્રમાણે મિશ્રણ બની જાય પછી 15 થી ૨૦ મિનીટ સુધી મિશ્રણ ફ્રીજમાં રાખો જેથી વડા બહુજ સરસ કુરકુરા બનશે. સ્વાદ વધારવા માટે ૧/૨ ટી સ્પુન સોફ, ૧/૨ ટી સ્પુન સાબુત, સૂકેલી કોથમીર, અને ૨ લસણની કળી નાખી મિક્ષરમાં પીચીને તે મિશ્રણને ચણા દાળના મિશ્રણમાં મિક્ષ કરો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment