હવે તમે પણ બનાવો “સફેદ સોસ પાસ્તા”

28

આજ અમે તમને જણાવીશું ઇટાલિયન સફેદ પાસ્તા કેવી રીતે બનાવા. ઇટાલિયન સફેદ પાસ્તા ખાવા આપણે બધા પસંદ કરીએ છીએ. એને બનાવા માટે બહુ ઓછો સમય લાગે છે. ૨૦ થી ૨૫ મીનીટમાં બની જાય છે. અને તેમાં આપણે શાકભાજી અને ઘણું બધું માખણ નાખીએ તો બહુજ સ્વાદિષ્ટ બને છે. ઇટાલિયન સફેદ પાસ્તા ગમે તે ટાઇમમાં બનાવી શકો છો. સવારનો નાસ્તામાં, બપોરના લંચ ટાઇમમાં અને સાંજે પણ તો ચાલો આપણે પણ આજે બનાવીએ.

સામગ્રી :

પાસ્તા ૧૫૦ ગ્રામ, મરચા પાવડર, મકાઈના દાણા ૫૦ ગ્રામ (બાફેલા), પનીર ૧૦૦ ગ્રામ, (બારીક) દૂધ ૪૦૦ ગ્રામ, ચીલી ફ્લેક્સ ૧/૪ ચમચી, ઓરેગાનો ૧/૪ ચમચી, તેલ ૫૦ ગ્રામ, મરી પાવડર ૧ ચમચી, મેંદા ૫૦ ગ્રામ, માખણ ૫૦ ગ્રામ, નમક સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

૧) સૌથી પહેલા પાસ્તાને પાકવા માટે મુકો અને તેને લગભગ ૧૦ થી ૧૫ મિનીટ સુધી પાકવા દયો

૨) પછી તેને ગાળીને એક બાજુ રાખી દો

૩) હવે ગેસ પર કઢાઈ રાખીને તેમાં તેલ નાખો અને ગરમ થઈ જાય પછી તેમાં  કેપ્સીકમ નાખીને તેને ૨ મિનીટ સુધી હલાવો.

૪) પછી તેમાં મકાઈના દાણા અને નમક નાખીને તેને સારી રીતે મિક્ષ કરીને એક બાજુ મૂકી દો.

૫) અને હવે ગેસ પર કઢાઈ રાખીને તેમાં માખણ નાખીએ અને તેને ઓગળવા દઈએ, માખણ ઓગળી જઈ પછી તેમાં મેંદાનો લોટ નાખીને મિક્ષ કરો, અને તેને બોવ જ ધીમા ગેસ પર પકાવો જ્યાં સુધી મેંદાના લોટનો કલર બદલી જાય ત્યાં સુધી પકાવાનું

૬) પછી તેમાં દૂધ નાખો અને તેને સારી હલાવો

૭) પછી તેમાં પનીરના ટુકડા નાખો અને ધીમા હાથે તેને દબાવીને મિક્ષ કરો.

૮) પછી તેમાં પકાવેલું શાક અને પાસ્તા નાખીને મિક્ષ કરો.

૯) પછી તેમાં મરી પાવડર અને સ્વાદ અનુસાર નમક નાખીને સારી રીતે મિક્ષ કરો.

૧૦) પછી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.

૧૧) હવે આપણા સફેદ સોસ પાસ્તા તૈયાર છે તેને એક બાઉલમાં લઈને ગરમા ગરમ પીરચો

સુસના :

તમે ચાહો તો તેમાં તમને મન ગમતી શાકભાજી જેમ કે વટાણા, કોબી વગેરે નાખી શકો છો. એટલે શાકભાજીને મકાઈના દાણા સાથે પકાવી લેવાની.

મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment