આ છે વિશ્વનો સૌથી લાંબો નયનરમ્ય ધોધ જોયો છે, જુઓ વીડિયો તમને જરૂરથી ગમશે…

141
have-you-seen-the-worlds-longest-waterfall-watch-the-video

તમે વેકેશનમાં ક્યાક ફરવા જતા જ હશો. મોટાભાગના લોકો હિલ સ્ટેશન કે પર્વતીય વિસ્તારમાં ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે. કેમ કે, ત્યાં શાંતિ મળે છે અને સાથે કુદરતના સાનિધ્યમાં રહેવાની પણ એક અલગ મજા છે. તેમજ પર્વત પરથી પાણી પડતું હોય તે જોવાનું તો બધાને ગમે છે. જેને આપણે લોકો ધોધ કહીએ છીએ. આપણે વિચારતા હોઈ છીએ કે કેવી રીતે પર્વત પરથી પાણી આવતુ હશે અને ક્યાથી આવતું હશે.

જો કે તમને જણાવી દઈએ કે વિશ્વમાં એવા ઘણા બધા ધોધ છે જે ખરેખર જોવાલાયક છે. આજે અમે તમને એક એવા જ ધોધ વિશે જણાવીશું જે વિશ્વના સૌથી મોટા ધોધમાં સામેલ થાય છે. જેને જોવા લોકો દેશ-વિદેશથી આવે છે. એવું પણ કહી શકાય કે નાયગ્રા ફોલ્સ પછી દુનિયામાં સૌથી ફેમસ આ ધોધ છે. કેમ કે, તે નાયગ્રા ફોલ્સ કરતા પણ મોટો, ઉંચો અને લાંબો ધોધ છે. તેમજ આ ધોધ બ્રાઝિલ અને આર્જેન્ટિના બંને દેશોમાંથી જોઈ શકાય છે.

તેને નજીકથી જોઈ શકાય તેવો વિશ્વનો પહેલો ધોધ છે તેથી લોકો ત્યાં વધારે જવાનું પસંદ કરે છે. આ ધોધનું નામ ઈગુઝુ ફોલ્સ છે. જે બ્રાઝિલની બોર્ડર પર આવેલો છે. તેમજ તે ઈગુઝુ નદીમાં ઉપર અને નીચેની તરફ એમ બે ભાગ પડે છે. ઈગુઝુનો અર્થ વોટર એટલે કે પાણી થાય છે.

તમને જણાવી દઈએ કે આ ધોધની ઉંચાઈ 200-269 ફૂટ જેટલી છે. તેમજ તેની પહોળાઈની વાત કરીએ તો 2.7 કિલોમીટર જેટલો પહોળો છે. તેમજ આ ધોધની સરખામણી વિક્ટોરિયા ધોધ અને નાયગ્રા ફોલ્સ સાથે કરવામાં આવે છે. સૌથી સારી બાબત એ છે કે આ ધોધની આજુબાજુ જંગલ છે જ્યાં તમે અલગ અલગ પ્રાણીઓ પણ જોઈ શકો છો.

બ્રાઝિલનો આ ધોધ જોઈને તમને એવું લાગશે કે તમે કોઈ ફિલમનું દર્શય જોઈ રહ્યા છો. દર વર્ષે લાખો લોકો આ ધોધ જોવા માટે બ્રાઝિલ આવે છે. તેમજ આ ધોધમાંથી એટલી બધી માત્રામાં પાણીના છાંટા ઉડે છે કે તેને 25 માઈલ સુધી પણ જોઈ શકાય છે. ત્યાં જાવ એટલે રેન્કોટ પહેરીને જવું પડે છે. કેમ કે, ધોધમાંથી પાણીના છાંટા ઉડવાથી તમારા કપડા પલડી જાય છે.

તેમજ આ ધોધ પોતાની ઉંચાઈની સાથે સાથે સુંદરતાના કારણે પણ વિશ્વમાં ફેમસ છે. તમને એવું લાગશે કે તમે કુદરતના સાનિધ્યમાં આવી ગયા છો. તેમજ તમારા મનને પણ શાંતિ મળશે. ખાસ કરીને આ ધોધની આસપાસ જંગલ હોવાથી તમને ચારેય તરફ લીલોતરી દેખાય છે. જે કોઈ ફિલ્મનાં દર્શયથી કમ નથી. તો એક વાર અચૂકથી આ ધોધ જોવા માટે બ્રાઝિલ જજો.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment