ચાલો શીખીએ…! “પૌષ્ટિક ઢોસા” હું તો ટ્રાય કરીશ જ અને તમે ??

32

“પૌષ્ટિક ઢોસા”

 

સામગ્રી :

100 ગ્રામ રાજગરાનો લોટ,

200 ગ્રામ સાબૂદાણા,

50 ગ્રામ દહી,

બાફેલા બટાકા 500 ગ્રામ,

મીઠુ અને ઘી જરૂર મુજબ,

કાળામરી ચપટીભર,

સમારેલા ધાણા,

લીલા મરચા,

લીંબૂનો રસ.

રીત :

સાબૂદાણાને રાત્રે પલાળી દો. સવારે દહી નાખીને મિક્સરમાં વાટો. રાજગરાનો લોટ પણ તેમા મિક્સ કરો. મીઠુ નાખી, ઢોસાનુ મિશ્રણ તૈયાર કરો. ઉપરથી લીંબૂનો રસ નાખી લીલા ધાણા ભભરાવો.

હવે તવાને ગરમ કરો. ઘી લગાવી મિશ્રણથી ઢોસા બનાવો અને કરકરા સેકો. આના પર બટાકાનુ મિશ્રણ મુકો અને લપેટીને પૌષ્ટિક ફળાહારી ઢોસા સર્વ કરો.

આ ઢોસાને વધુ પૌષ્ટિક અને ડેકોરેટિવ બનાવવા હોય તો ઢોસાને સેક્યા પછી ઉપર બટાકાનુ મિશ્રણ પાથરી, ઉપર ગાજરનુ છીણ, અને ચીઝનુ છીણ પાથરી શકો છો.

સૌજન્ય : સુરતી જમણ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment