આમચૂર પાવડર – કેરીની સીઝન પૂરી થાય એ પહેલા બનાવીને રાખી લો આખું વર્ષ કામ આવશે ….

153
home-made-aamchoor-powder

આમચૂર પાવડર

ઉનાળામાં મળતી કેરીમાંથી આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઇએ છે. જેમાં કાચી કેરીનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં કરીએ છીએ.

કાચી કેરીમાંથી વિવિધ પ્રકારના અથાણાં , ચટણી , શરબત વગેરે બનવવામાં આવે છે. ઉનાળામાં તાપ વધુ હોય એટલે સુકવણી પણ અત્યારે જ કરીએ છીએ.

 

ખૂબ જ સરળ અને માત્ર 2 જ સામગ્રીથી બને છે આ આમચૂર પાવડર..

સામગ્રી:-

  • 2-3 નંગ દેશી કાચી કેરી( ખટાશ હોય એવી),
  • 1/8 ચમચી મીઠું.

રીત:-

સૌ પ્રથમ કડક અને કાચી હોય એવી દેશી ખાટી કેરી પસંદ કરો. આ કેરીને ધોઈને સાફ કરી લો. હોવી છાલ ઉતારીને લાંબી ચીરી કરો. મધ્યમ જાડાઈની ચીરી કરો કેમકે સુકાવાથી સાવ સંકોચાઈ જાય છે.

હવે આ કેરીના લાંબા કરેલા કટકાને એક સ્ટીલની થાળીમાં લો. અને બહાર તાપમાં જઇને મીઠું મિક્સ કરીને આખો દિવસ તાપ આવે એવી જગ્યા એ 2-3 દિવસ માટે આ કેરીના કટકાની સુકવણી કરો.

જ્યારે કેરીના કટકા એકદમ સુકાય જાય અને ક્રિસ્પી બની જાય.

એટલે એક મિક્સર બાઉલમાં લઇને એકદમ ઝીણો પાવડર કેવો ભુકો ક્રશ કરી લો.

આ પાવડરને એર ટાઈટ બોટલમાં ભરીને આખું વર્ષ વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લો…

પંજાબી વાનગીઓ , ફરસાણ , અને અનેક ચટણીઓ માં તમે આ આમચૂર ઉપયોગ માં લઇ શકો છો.

નોંધ:-

કેરી જરા પણ પાકી ના હોવી જોઈએ. આખો દિવસ તાપમાં રાખવાથી આમચૂર વધુ સારું અને જલ્દી બને છે.
કેરીના કટકા તાપમાં મુકવા જાવ ત્યાં જ મીઠું એકવારમાં મિક્સ કરીને રેહવા દેવું જેથી પાણી ના છૂટું પડે. સમય જતા આમચૂર પાવડર જરા ડાર્ક કલરનું થાય છે જે સામાન્ય છે..

ફાયદાઓ : 

આજે આપણે આખું વર્ષ ઉપયોગમાં લેતા હોઇએ એવા આમચૂર પાવડરની રેસિપી લઇને આવી છું. કેરીની સીઝન પૂરી થાય એ પહેલા બનાવીને રાખી લો. હવે આમચૂર બહાર થી ખરીદવાની જરૂર નહીં પડે. ‘આમ’ એટલે કેરી અને ‘ચૂર’ એટલે ભુકો…

આમચૂર એ કાચી કેરીની સુકવણી કરીને બનાવેલો ભુકો… જેનું આયુર્વેદમાં પણ ઘણું મહત્વ જણાવ્યું છે.

સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી કાચી કેરીનો ઉપયોગ આપણે બને એટલો આ સીઝનમાં કરવો જોઈએ અને આખું વર્ષ આ આમચૂર પાવડર બનાવીને ઉપયોગ કરી શકાય છે.

કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરી માં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સ ના બેલેન્સ માં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીર માં પાણી નું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળા માં બને એટલો કાચી કેરી નો ઉપયોગ કરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment