મસાલેદાર ભરેલા કારેલા – હેલ્થમાં બેસ્ટ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી બનતું આ શાક જરૂર ટ્રાય કરજો…

86

મસાલેદાર ભરેલા કારેલા

કારેલાનું નામ પડે એટલે નાના હોઈ કે મોટા 10માંથી 5નું તો મોઢું બગડે,  ઓહ કારેલાનું શાક કડવું છે એમ કરી ને, પણ કારેલાના ફાયદા વિશે જાણો તો કારેલા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે તો આવો આજે સૌને પસંદ આવે એવી રેસિપિ બનાવીએ.

સામગ્રી

  • 4 થી 5 નંગ કારેલા,
  • 1 વાટકી ચણાનો લોટ,
  • 1 ચમચી લાલ મરચું પાવડર,
  • 1 ચમચી ધાણા જીરું પાવડર,
  • 1/2 ચમચી હળદર,
  • 1 ચમચી લીંબુનો રસ,
  • 1 ચમચી ગોળ,
  • મીઠું સ્વાદ અનુસાર,
  • 4 થી 5 ટી સ્પૂન તેલ,
  • 1/2 ચમચી રાઈ,
  • 1/2 ચમચી જીરું,
  • ચપટી હિંગ.

બનાવાની રીત

સૌ પ્રથમ કારેલાની છાલ કાઢી એક બાઉલમાં પાણી લઈ 1 કારેલા ના 3 પીસ થાઇ એ રીતે સુધારો.હવે પાણી માંથી બારે કાઢી હવે તેમાં વચ્ચે કાપો પાડો.અને મીઠું ચોળી 30 મિનિટ રહેવા દો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં લાલ મરચું પાવડર,ધાણા જીરું,હળદર,ગોળ,લીંબુ નો રસ,મીઠું અને 2 થી 3 ટી સ્પૂન તેલ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો.

હવે સમારેલ કારેલામાં વચ્ચે સ્ટફિંગ ભરી એક પ્લેટમાં મુકો.પછી  ઢોકળિયામાં સ્ટીમ કરવા ગરમ મુકો અને કારેલાને બાફી લો.

હવે એક પેનમાં 3 થી 4 ટી સ્પૂન તેલ મૂકી તેલ ગરમ થઇ એટલે રાઈ, જીરું અને હિંગ નાખી બાફેલા કારેલા ઉમેરી 2 થી 3 મિનિટ સુધી પકાવો.

પછી ગરમા ગરમ શાકને રોટલી સાથે સર્વ કરો.

નોંધઃ આમાં તમને આદું, મરચાં અને લસણની પેસ્ટ પસંદ હોય તો નાખી શકો

તો હવે આ ટેસ્ટી રેસિપિ એક વાર જરૂર બનાવજો અને જેને કારેલા પસંદ ન હોઈ એને ટેસ્ટ કરાવજો એને જરૂર પસંદ પડી જશે.

રસોઈની રાણી : કોમલ બાલત(વેરાવળ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment