ઘરે બનાવો ભીંડાની ટેસ્ટી કઢી એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને ….

90
home-made-bhinda-ni-kadhi

ભીંડાની કઢી

ભીંડાનું શાક અને કઢી લગભગ બધા ના ઘરે બનતું જ હોય છે. આજે આપણે ભીંડાની લસણ વાળી કઢીની રેસિપી જોઈશું. જે લોકપ્રિય તો છે પરંતુ બધા ના ઘરે નથી બનતી હોતી..

સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવામાં સરળ એવી ભીંડાની કઢીની રેસિપી લાવી છું.

ભીંડા ચિકણાં હોવાથી જો કઢી પરફેક્ટ ના બને તો કઢી બહુ ચીકણી બને છે અને ખાવામાં એટલી સારી નથી લાગતી…

નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો બહુ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે આ કઢી..

કઢી માટે જે શાક બનાવવાનું છે તે કડક ભીડાં ના શાક તરીકે સર્વ કરવામાં પણ ખૂબ જ સરસ લાગે છે.

ભીંડાની કઢી માટેની સામગ્રી:-

  • 500 ગ્રામ ભીંડા
  • 10-12 કળી લસણ (અધકચરું વાટેલું)
  • 2 ચમચા તેલ
  • 1/2 ચમચી જીરું
  • ચપટી હિંગ
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરું
  • 1 ચમચી મરચું
  • 1/4 લીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર

કઢી માટેની સામગ્રી:-

  • 3 ગ્લાસ પાતળી સહેજ ખાટી હોય એવી છાશ,
  •  2 ચમચા ચણાનો લોટ,
  • 1/2 ચમચી આદુ મરચાંની પેસ્ટ,
  • 1/4 ચમચી સૂકી લસણની ચટણી,
  • મીઠું, હળદર, મરચું છાશના ભાગનું સ્વાદાનુસાર,
  • કોથમીર ગાર્નીશ કરવા માટે

રીત:-

સૌ પ્રથમ ભીંડાને બરાબર ધોઈને કપડાંથી સાફ કરીને કોરા કરી લો. પછી ભીંડાને નાના નાના ગોળ આકારમાં કાપી લો.

હવે કઢી માટે છાશમાં ઉપર જણાવેલી બધી સામગ્રી ઉમેરીને હેન્ડ બ્લેડર કે વલોણી થી બરાબર મિક્સ કરો અને સાઈડ માં રાખો.

હવે એક જાડી કડાઈમાં તેજ આંચ પર તેલ મુકો. હવે તેમાં વાટેલું લસણ ઉમેરો .

પછી જીરુ , હિંગ , હળદર ઉમેરીને થાય એટલે ભીંડા ઉમેરો.

બરાબર મિક્સ કરી ને મીઠું ઉમેરો અને 1-2 મિનિટ માટે તેજ આંચ પર સાંતળો. હવે ગેસ ધીમો કરીને ભીંડાની ચીકાશ જતી રહે અને થોડા ડાર્ક કલર ના થાય ત્યાં સુધી ધીમી આંચ પર થવા દો.

પછી ધાણાજીરું અને મરચું ઉમેરી મિક્સ કરો અને બીજી 2-3 મિનિટ પકાવો. ભીંડા ખૂબ જ સરસ છુટ્ટા અને કડક થઇ જશે .

હવે ઉપર બનાવેલું કઢીનું મિશ્રણ ઉમેરી ને ધીમી આંચ પર ઉકળવા દો.

બરાબર ઉકળી જાય એટલે કોથમીરથી ગાર્નીશ કરીને સર્વ કરો.

ભીંડાની લસણવાળી કઢી રોટલી, ભાખરી, ભાત , પરાઠા કે રોટલા જોડે ખૂબ જ સરસ લાગે છે.

નોંધ:-

કઢીની ઘટત્તા તમારી પસંદ મુજબ રાખી શકો.

ભીંડામાં લીંબુનો રસ ઉમેરવાથી સરસ કડક અને ચીકાશ વગરના થાય છે.  એક ચમચી દહીં પણ ઉમેરી શકાય કડક કરવા માટે.

છાશમાં સૂકી લસણ ચટણી ઉમેરવાથી ટેસ્ટ બમણો થાય છે.

ભીંડા ને વઘાર કાર્ય પછી 1-2 મિનીટ તેજ આંચ પર સાંતળવાથી ખૂબ જ સરસ કડક થાય છે.

ભીંડાનું શાક બનાવીને રાખી લો અને સર્વ કરવું હોય ત્યારે જ કઢી ઉકાળો તો પણ ચાલે.

કઢી ઠંડી થાય પછી ઘટ્ટ બને છે એટલે ચણાનો લોટ જોઈને ઉમેરો.

ઘણા લોકો કઢીમાં ગળપણ માટે થોડો ગોળ પણ ઉમેરતા હોય છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment